ETV Bharat / state

કચ્છ જિલ્લામાં 61,616 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર,અધિકારીએ કરી મહત્ત્વની ચોખવટ

author img

By

Published : Jul 2, 2022, 9:54 PM IST

કચ્છ જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર (Seasonal Cultivation Kutchh) શરૂ થઈ ગયું છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 61616 હેક્ટર જમીન પર ખરીફ (Kutchh Farming) પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જોકે, આ વખતે વરસાદ સારો હોવાને કારણે ઊતરતા પાકને પણ અસર થવાની છે.

કચ્છ જિલ્લામાં 61,616 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર, પાક સારો થવાના એંધાણ
કચ્છ જિલ્લામાં 61,616 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર, પાક સારો થવાના એંધાણ

કચ્છ: કચ્છ જિલ્લામાં જૂન મહિનાના મધ્યથી જ ખરીફ પાકના (Seasonal Cultivation Kutchh) વાવેતરનો પ્રારંભ થઈ જાય છે. પરંતુ હજુ સુધી મગફળી, કપાસ અને ઘાસચારા સુધી જ ખરીફ પાકનું વાવેતર (Kutchh Farming) પહોંચ્યું છે. જૂન મહિનાના અંતમાં 10 તાલુકાઓ પૈકી 8 તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાતા જગતના તાત એવા ખેડૂતોએ ખરીફ પાકની વાવણી (Kutchh Agriculture Crops) શરૂ કરી છે. કચ્છ જિલ્લામાં મોટાભાગની ખેતી વરસાદ આધારીત છે. છેલ્લાં કેટલાક સમયથી કચ્છ જિલ્લાના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસતા પાકની પરિસ્થિતિ મહદઅંશે સારી સ્થિતિમાં છે.

આ પણ વાંચો: Rain in Banaskantha : બનાસકાંઠાની બજારમાં 4થી 5 ફૂટ પાણી ઘૂસી જતા ભારે નુકસાન

7.53 લાખ હેક્ટર જમીન ખેતીલાયક: કચ્છ જિલ્લામાં સામાન્ય રીતે ખરીફ પાકોનું વાવેતર વધારે હોય છે. ગત વર્ષે સારા વરસાદના લીધે કચ્છમાં મોટા પ્રમાણમાં પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં 7.53 લાખ હેક્ટર જેટલી જમીન ખેતીલાયક જમીન છે. ગત ત્રણ વર્ષની સરેરાશ વાવેતરની વાત કરવામાં આવે તો 6,07,458 હેક્ટરમાં વાવેતર કરવામાં આવતું હોય છે. ચાલું વર્ષે અત્યાર સુધીમાં 61,616 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા ખેતીવાડી કચેરીના જિલ્લા ખેતીવાડી અધિકારી શાંતિલાલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, 7370 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે,15 હેકટરમાં દિવેલાનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:મન મુકીને મેઘરાજા મહેરબાન, જાણો ક્યાં શહેરમાં કેટલો પડ્યો વરસાદ

વાવણી વધશે: અધિકારીએ એવી પણ ચોખવટ કરી છે કે, હજુ વાવેતર ચાલુ છે. આવતા એક મહિનામાં ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થાય તેવી શક્યતાઓ છે. જે મુખ્યત્વે વરસાદના આગમનના અણસાર પણ રહેશે. આગામી સમયમાં જેમ જેમ વરસાદ વધશે તેમ તેમ ખરીફ પાકોની વાવણી માં વધારો નોંધાશે. કપાસ પિયત 50,139 હેક્ટરમાં,શાકભાજી 2275 હેક્ટરમાં, ઘાસચારો 1817 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.