ETV Bharat / state

Farmers Protest Gujarat : કચ્છના ખેડૂતોએ કેમ કરવી પડી ટ્રેક્ટર રેલી? 10 મેથી કલેક્ટર કચેરી આગળ ધરણાની પણ આપી ચીમકી

author img

By

Published : Apr 27, 2022, 4:33 PM IST

Updated : Apr 27, 2022, 5:44 PM IST

કચ્છના ખેડૂતોએ કેમ કરવી પડી ટ્રક્ટર રેલી?
કચ્છના ખેડૂતોએ કેમ કરવી પડી ટ્રક્ટર રેલી?

કચ્છમાં ખેડૂતોએ દુધઇ સબબ્રાન્ચ કેનાલની કામગીરી પૂર્ણ કરવા કરવાની માંગણી સાથે ટ્રેક્ટર રેલી (Farmers Protest Gujarat) યોજી હતી. રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ કામ તાત્કાલિક પૂર્ણ નહીં થાય તો 10મી મેથી અચોક્કસ મુદ્દતના ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.

કચ્છ: અનેકવાર રજૂઆત છતાં કચ્છના ખેડૂતોને નર્મદાના પાણી (narmada water irrigation in Kutch)ની સમસ્યા સતાવે છે. આજે ભારતીય કિસાન સંઘ દ્વારા દુધઇ સબબ્રાન્ચ કેનાલની અધૂરી કામગીરી તાત્કાલિક પૂરી કરવાની માંગણી સાથે ટ્રેક્ટર રેલી (Farmers Protest Gujarat) યોજાઈ હતી. રુદ્રમાતા જાગીર પાસે સભા તેમજ ટ્રેક્ટર રેલી (Farmers Protest In Kutch) યોજવામાં આવી હતી, જેમાં ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો કેનાલનું કામ તાત્કાલિક ધોરણે પૂરું નહી કરાય તો 10મી મેથી કલેક્ટર કચેરી સામે અચોક્કસ મુદ્દતના ધરણા કરવામાં આવશે.

10મી મેથી કલેક્ટર કચેરી સામે અચોક્કસ મુદ્દતના ધરણા કરવામાં આવશે.

ટ્રેક્ટર સાથે રેલીમાં જોડાયા ખેડૂતો- ભારતીય કિસાન સંઘ કચ્છ (Bharatiya Kisan Sangh Kutch) જિલ્લા દ્વારા "અભી નહીં તો કભી નહીં, નર્મદા લાવો કચ્છ બચાવો"ના સૂત્રો સાથે ભુજના વિવિધ રિંગરોડ સહિતના મહત્વના પોઇન્ટ પર ટ્રેક્ટર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દુધઇ સબબ્રાન્ચ કેનાલની કામગીરી અધુરી રહેતા ખેડૂતોમાં રોષ (Farmers In Gujarat) જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં મહિલાઓ, સંતો અને ખેડૂતો આ સભા અને રેલીમાં પોતાના ટ્રેક્ટર સાથે જોડાયા હતા.

આ પણ વાંચો: Water Problem in Summer : કચ્છમાં ડેમો તળિયા ઝાટક થતા લોકો-પશુધન તરસ્યા, "પાણીનો હલ ન થાય તો મંડાશે મોરચો"

45 કિલોમીટરના કામ બાકી- કચ્છ જિલ્લામાં નર્મદાના નિયમિત પાણી (Narmada Water Supply In Kutch) પહોંચાડવા 2 કેનાલનું આયોજન કરાયું છે. તેમાં એક ટપ્પરથી મોડકુબા સુધી અને બીજી ટપ્પરથી રૂદ્રમાતા સુધીની કેનાલનો સમાવેશ થાય છે. ટપ્પરથી રૂદ્રમાતા કેનાલમાં 2 વર્ષ પહેલાં સરકાર દ્વારા અચાનક કેનાલ (Narmada canal in kutch)ના બદલે પાઇપલાઇન પાથરવાનો નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. કારણ કે, દુધઇ સબ બ્રાન્ચ કેનાલ 68 કિલો મીટર જેટલી લંબાઇ ધરાવે છે તેમાં નિયમિત પાણીના 33 કિલોમીટરના કામો થઇ ગયા છે. જ્યારે બાકીના 45 કિલોમીટરના કામ બાકી છે.

નિયમિત પાણીના  45 કિલોમીટરના કામ બાકી છે.
નિયમિત પાણીના 45 કિલોમીટરના કામ બાકી છે.

પાણીના અભાવે લોકો કરી રહ્યા છે હિજરત- નર્મદા નિગમ દ્વારા તેનો સર્વે પણ કરવામાં આવ્યો છે. તેમજ એસ્ટીમેટ પણ બની ગયો છે. માત્ર ખેડૂતોને જમીન સંપાદનના એવોર્ડ કરવાના બાકી રહ્યા છે. ખેડૂતો પણ જમીન આપવા સરકારના નીતિ-નિયમો મુજબ તૈયાર છે. તો તાત્કાલિક ધોરણે બાકીના કામો પુરા કરવા સરકાર સમક્ષ વિનંતી કરવામાં આવી છે, કારણ કે, 45 કિલોમીટરમાં આવતા ભુજ તાલુકાના 10 ગામો પહેલાથી જ મૂળ યોજના મુજબ કમાન વિસ્તારમાં આવે છે. આ ગામો પાસે સિંચાઈ (Irrigation System In Kutch) માટે અન્ય કોઈ વ્યવસ્થા નથી. સરહદો પરના ગામોમાં પાણીના અભાવે ખેડૂતો અને માલધારીઓ હિજરત કરી રહ્યા છે, જેને રોકવા માટે પાણી અગત્યનું છે, જેથી બાકી રહેતાં કામો તાત્કાલિક પૂરા કરવા યોગ્ય પગલા સરકાર લે તેવી માંગણી ઊભી થઈ છે.

આ પણ વાંચો: Water shortage in Kutch: કચ્છના જળાશયોમાં નીર પહોંચ્યા તળિયે, પાણીની તંગી સર્જાવાની ભીતિ

10મી મેથી કલેક્ટર કચેરી સામે ધરણા- ઉપરાંત સરકાર દ્વારા જો તાત્કાલિક નિર્ણય લઈને પાઇપલાઇનના બદલે કેનાલ બનાવવામાં આવે તો તેનું કામ ઝડપભેર પૂરું કરવામાં આવે તેવી માંગણી ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા કરવામાં આવી છે. આ અગાઉ પણ આ બાબતે 19મી એપ્રિલના રોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેનો કોઇપણ પ્રકારનો ઉત્તર ખેડૂતોને મળ્યો નહોતો. જો 9મી મે સુધી ખેડૂતોની માંગણી નહીં સંતોષાય તો 10મી મેથી કલેક્ટર કચેરી સામે અચોક્કસ મુદતના ધરણા યોજવામાં આવશે તેવું ભારતીય કિસાન સંઘના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Last Updated :Apr 27, 2022, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.