ETV Bharat / state

કચ્છમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો, લખપતની મહિલા સારવાર હેઠળ

author img

By

Published : Mar 21, 2020, 9:20 PM IST

Corona: first positive case reported in Kutch, Lakhpat village's woman send for treatment in isolation ward
કચ્છમાં કોરોનાઃ પ્રથમ પોઝિટીવ કેસ નોંધાયો, લખપતની મહિલા સારવાર હેઠળ

કચ્છમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. જેને કારણે તંત્ર વધુ એલર્ટ થઈ ગયું છે. ઉમરાહ માટે સાઉદી અરેબિયા ગયેલા લખપત તાલુકાના પતિ-પત્ની પૈકી પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ હોવાની જાણ થતાં જ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને આ મહિલાના સંપર્કમાં આવેલાઓની યાદી સાથે તેમનું મેડિકલ ચેકઅપ કરવાના આયોજનમાં લાગી ગયું છે.

કચ્છ: આરોગ્ય તંત્રએ કચ્છના કુલ 6 લોકોને શંકાના આધારે આઈસોલેશન કરીને સારવાર શરૂ કરી દીધી હતી. આ દરમિયાન 5 દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. જયારે 1 મહિલાનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. કચ્છ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, એક સેમ્પલ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમના લેખિત રિપોર્ટની અમે રાહ જોઈ રહ્યા છીએ. આરોગ્ય વિભાગે પોતાની કામગીરી આરંભી દીધી છે.

પ્રથમ પોઝિટીવ કેસ નોંધાયો

લખપતના આ દંપતિને શંકાસ્પદ કેસ તરીકે દાખલ કરાયા હતા. જે પૈકી પતિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અત્યારે કોરોના પોઝિટિવ ધરાવતી 59 વર્ષીય આ મહિલાને ભુજની GK જનરલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર અપાઈ રહી છે.

બીજીતરફ વધુ એક શંકાસ્પદ દર્દીને કોરોના શંકાના આધારે ભૂજની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. દિલ્હીથી ગાંધીધામની મુસાફરી કરીને પહોંચેલા આ દર્દી BSF જવાન હોવાનું સામે આવ્યું છે. હાલ આ જવાને સારવાર હેઠળ રખાયો છે. ટ્રેન મારફતે ગાંધીધામ પહોંચેલા આ જવાને કોરોના બિમારી જેવા શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. સાવચેતીન પગલે તેને સારવારા માટે ખસેડાયો છે. આરોગ્ય વિભાગે આ જવાનના સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલ્યા છે.

આ દરમિયાન સુરક્ષા એજન્સી BSF આર્મી સહિતના કેમ્પોમાં સુરક્ષાને લઈ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કેમ્પથી બહાર રહેતા જવાનોને ફરજિયાત રજા પર મોકલી દેવાયા છે. કેમ્પમાં આવવા જવાની તમામ માર્ગો સીલ કરી દેવાયા છે. જરૂરી કામથી બહાર નિકળતા વાહનો જવાનો અધિકારીઓને સેનીટાઝર કરાયા બાદ જ કેમ્પમાં અંદર આવવા દેવા જેવી સહિતની કાર્યવાહીનું કડકાઈ સાથે પાલન થઈ રહયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.