ETV Bharat / state

Kutch News: કચ્છની શાળામાં ઇદની ઉજવણી દરમિયાન હિન્દુ બાળકો પાસે મુસ્લિમ ચિન્હ બનાવાતા વિવાદ

author img

By

Published : Jul 3, 2023, 4:45 PM IST

કચ્છમાં અક્ષરમ સ્કુલમાં ઇદની ઉજવણી દરમિયાન હિન્દુ બાળકો પાસે મુસ્લિમ ચિન્હ બનાવાતા વિવાદ સર્જાયો છે. હિન્દુ સંગઠનના લોકો દ્વારા સ્કૂલમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે આ મામલે શાળાએ માફી માંગી લીધી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળાની બેદરકારી સામે આવશે તો જરૂરી પગલાં લેવામાં આવશે તેવું જણાવ્યું છે.

Controversy
Controversy

કચ્છ: હાલમાં ઈદના તહેવાર બાદ ખાનગી શાળાઓ દ્વારા કરવામાં આવેલ ઉજવણીને લઈને વિવાદ સર્જાઈ રહ્યા છે. ત્યારે વધુ એક ખાનગી સ્કૂલ વિવાદમાં આવી છે. અંજારના વર્ષામેડી નજીક આવેલી અક્ષરમ સ્કુલમાં ઇદની ઉજવણી કરાઇ હતી. જેમાં ઈદના તહેવાર નિમિત્તે હિન્દુ બાળકો પાસે મુસ્લિમ ચિન્હ બનાવાતા વિવાદ સર્જાયો છે. નાના બાળકોને મુસ્લિમ લિબાજ પહેરવા સ્કૂલ સંચાલકો દ્વારા મેસેજ કરવામાં આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે. વાલીઓ અને હિન્દુ સંગઠનના લોકોએ સ્કૂલમાં વિરોધ કરવામાં આવ્યો હતો.

હિન્દુ સંગઠનના લોકો દ્વારા સ્કૂલમાં વિરોધ
હિન્દુ સંગઠનના લોકો દ્વારા સ્કૂલમાં વિરોધ

મુસ્લિમ ચિન્હ બનાવાતા વિવાદ: પૂર્વ કચ્છના અંજાર તાલુકાના વર્ષામેડી નજીક આવેલી અક્ષરમ સ્કુલમા ઇદની ઉજવણી કરાઇ હતી. જેમાં હિન્દુ બાળકો પાસે સુશોભન માટેના તોરણ જેવા લેન્ટર્નમાં મુસ્લિમ ચિન્હ એટલે કે ચાંદ તારા બનાવવામાં આવ્યા હતા. તો વાલીઓનું કહેવું છે કે તેમને મુસ્લિમ લિબાજ એટલે કે પઠાણી અને સલવાર કમીઝ પહેરવા માટે મેસેજ પણ કરવામાં આવ્યો હતો જેને લઇને વાલીઓમાં રોષ ફેલાયો છે. હિન્દુ સંગઠન દ્વારા પણ આજે શાળામાં જઈને વિરોધ કરવામાં આવ્યો હતો.

સુશોભન માટેના તોરણ જેવા લેન્ટર્નમાં મુસ્લિમ ચિન્હ એટલે કે ચાંદ તારા બનાવવામાં આવ્યા
સુશોભન માટેના તોરણ જેવા લેન્ટર્નમાં મુસ્લિમ ચિન્હ એટલે કે ચાંદ તારા બનાવવામાં આવ્યા

" ખાનગી શાળામાં બકરી ઈદની ઉજવણી બાબતે થઈ રહેલા વિરોધ અંગે જાણ થતાં જ હાલમાં આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા એક તપાસ ટીમ મોકલવામાં આવી છે જો શાળાની બેદરકારી સામે આવશે તો શાળા સામે જરૂરી પગલાં લેવામાં આવશે." - સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી

શાળા તરફથી માફી માંગવામાં આવી: અક્ષરમ ઇન્ટરનેશનલ શાળાના MD પિન્કી આહિરે જણાવ્યું હતું કે " અમે વાલીઓને એવું નથી કહ્યું કે ગ્રીન રંગના કપડા પહેરીને બાળકો આવે પરંતુ બાળકો જાતે તેવા કપડાં પહેરીને આવ્યા છે. મેનેજમેન્ટ અને ટ્રસ્ટીઓની સૂચના અનુસાર શાળામાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ ક્રફ્ટમાં લેન્ટર્નમાં ચાંદ તારાનું સિમ્બોલ બનાવ્યું છે. આ પ્રવૃત્તિમાં હિન્દુ સમાજ તેમજ બાળકોના વાલીની લાગણી દુભાઈ છે તે માટે માફી માંગવામાં આવે છે હવેથી આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં નહીં આવે."

  1. Kutch News: કચ્છની શાળામાં બકરી ઈદ પર હિંદુ બાળકો પાસે નમાઝ અદા કરાવતા વીડિયોને લઈ વિવાદ
  2. Ramadan 2023: સરળ રીતે બનાવી શકાય તેવા સેવૈયા સાથે ઈદની ઉજવણી કરો

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.