ETV Bharat / state

કચ્છ જિલ્લામાં કોવિડ રસીકરણના નવા તબક્કાનો પ્રારંભ

author img

By

Published : Mar 1, 2021, 4:29 PM IST

સોમવારથી સમગ્ર કચ્છમાં કોવિડ રસીકરણ અભિયાનનાં નવાં તબક્કાની શરૂઆત કરવામાં આવી હતી. નવાં તબકકામાં 60 વર્ષથી વધુ ઉંમરના વ્યકિતઓ તેમજ 45થી 59 વર્ષ સુધીના બિમારી ધરાવતા લોકોનું રસીકરણ કરવામાં આવશે.

કચ્છhttp://10.10.50.85:6060//finalout4/gujarat-nle/thumbnail/01-March-2021/10822414_716_10822414_1614585977264.png
કચ્છ

  • અંદાજે 1,75,000 નાગરિકોને રસી આપવામાં આવશે
  • 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના અને 45થી 59 વર્ષ સુધીનાને મળશે લાભ
  • સરકારી રસીકરણ કેન્દ્રોમાં વિનામૂલ્યે અપાશે રસી

કચ્છ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોવિડ-19 રસીકરણ પ્રથમ અને દ્વિતીય તબક્કામાં આજ દિન સુધી 12,121 હેલ્થ કેર વર્કર પૈકી કુલ 11,721 (97 ટકા)થી વધુ અને 21,181 ફ્રન્ટલાઇન વર્કર પૈકી 1,87,929 (88.5 ટકા)થી વધુને કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 11,721 બીજા ડોઝને પાત્ર હેલ્થ કેર વર્કર પૈકી 5,209(45 ટકા)ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

108 રસીકરણ કેન્દ્રો ખાતે રસીકરણ અભિયાનની શરૂઆત

કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ મુજબ સોમવારથી 1 જાન્યુઆરી 2020 સુધીમાં 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અંદાજે 1,65,000 તથા 45થી 59 વર્ષ ઉમરના અન્ય રોગ ધરાવતા અદાજે 10,000 અને બીમારી અંગેનું એલોપોથી રજીસ્ટર્ડ, મેડીકલ પ્રેક્ટીસનરનું પ્રમાણપત્ર રજૂ કરનાર નાગરીકો મળી કચ્છ જિલ્લાના અંદાજે 1,75,000 નાગરીકોનેને રસી આપવામાં આવશે. આ રસીકરણે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સરકારી દવાખાના, 93 CGHS તથા PMJAY/MA યોજના અંતર્ગતની 15 ખાનગી હોસ્પિટલો મળી જિલ્લાના કુલ 108 રસીકરણ કેન્દ્રો ખાતે આજથી આ રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

કોવિડ રસીકરણના નવા તબક્કાનો પ્રારંભ
કચ્છ જિલ્લામાં કુલ 30 હજારથી વધુએ લીધી છે ૨સી

સરકારી રસીકરણ કેન્દ્રોમાં રસી વિનામુલ્ય આપવામાં આવશે, જ્યારે ખાનગી રસીકરણ કેન્દ્રો અને હોસ્પિટલોમાં 100 રુપિયા વહીવટી ચાર્જ અને રસીની કિંમત પેટે 150 રુપિયા રસીની કિંમત મળી કુલ 250 રૂપિયા લેવામાં આવશે. દેશમાં આજ સુધીમાં કુલ 2 કરોડથી વધારે અને કચ્છ જિલ્લામાં આજ સુધીમાં કુલ 30 હજારથી વધારે કોવિડ ૨સીના ડોઝ અપાઈ ચુકયા છે, જેમાં કોઈને પણ ગંભીર આડઅસર જણાઈ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.