ETV Bharat / state

કચ્છની 'તેરા તુજકો અર્પણ' સંસ્થાના પ્રેરક કાર્યને બિરદાવતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી

author img

By

Published : May 4, 2020, 8:35 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે કચ્છના ભુજ નજીક આવેલા ગામ માધાપરના ‘તેરા તુજકો અર્પણ ગૌ સેવા અભિયાન’  સંસ્થામાં વિનામૂલ્યે માસ્ક બનાવતા જૈન અને દરજી સમાજ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી સંવાદ કરી તેમને બિરદાવ્યા હતા.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી
કચ્છની 'તેરા તુજકો અર્પણ' સંસ્થાના પ્રેરક કાર્યને બિરદાવતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી

કચ્છ: વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા સમગ્ર દેશમાં ત્રીજુ લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે કેન્દ્ર અને રાજય સરકારની ગાઈડ લાઇન્સ મુજબ સાવચેતીના ભાગરૂપે લોકોએ માસ્ક પહેરવું અનિવાર્ય છે.

ભુજના માધાપર ગામનો જૈન અને દરજી સમાજ છેલ્લા ૪૦ દિવસથી વિનામૂલ્યે માસ્ક બનાવવાની રાષ્ટ્ર સેવા કરી રહ્યા છે. 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત જૈન સમાજ અને માધાપર દરજી સમાજ દ્વારા કુલ ૧ લાખ માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી ૮૦ હજાર જેટલા માસ્કનું વિવિધ સ્થળે અને લોકોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.

કચ્છની 'તેરા તુજકો અર્પણ' સંસ્થાના પ્રેરક કાર્યને બિરદાવતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી

આ તકે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સંવાદમાં સમસ્ત જૈન સમાજ માધાપરના આ અભિયાનને બિરદાવ્યું હતું. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, કોરોના વાઇરસમાં લોકોને સુરક્ષિત કરવા જે અભિયાન ઉપાડયું છે તેને હું બિરદાવું છું. આ એક પુણ્યનું કામ છે. આવા સારા કાર્યો ભગવાન પુણ્યશાળી આત્માઓને સોંપે છે.

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ કચ્છમાં કેસ વધે નહીં અને કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે સૌ સામાજિક અંતરનું પાલન કરો તેવું નિવેદન કરી દરજી સમાજના બધા ભાઇઓનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ બાળકથી લઇ ગરીબ સુધી આ માસ્ક પહોંચે તેમ નીતિનભાઇ દરજીને સંવાદમાં અપીલ કરી હતી. જયારે માસ્કનું રોમટીરીયલ આપનાર તેરા તુજકો અર્પણ અભિયાનના અગ્રણી હિતેશભાઇ ખંડોરે વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર, દાતાઓ અને સંસ્થા દ્વારા કરાતી પ્રવૃતિઓમાં સૌનો સહકાર મળે છે અને દરજી સમાજની સમાજસેવાની નોંધ લેવાઇ તે માટે આભાર વ્યક્ત કરૂ છું. માસ્કનું રોમટીરીયલ આપીને માધાપરના ૬૦ જેટલા ભાઇ-બહેનોએ વિનામૂલ્યે ૧ લાખ માસ્ક તૈયાર કર્યા છે જેમાંથી કચ્છના વિવિધ સ્થળો અને લોકોમાં ૮૦ હજાર જેટલા માસ્કનું વિનામૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવ્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.