ETV Bharat / state

Kutch Border: BSFના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની નાગરિકને ઝડપ્યો

author img

By

Published : Aug 3, 2021, 10:09 AM IST

પાકિસ્તાનનો માલધારી કિશોર ઘેટાં બકરાં ચરાવતાં- ચરાવતાં રણમાં ભટકી જઈને કચ્છમાં ચઢી આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. બોર્ડર સિક્યોરીટી ફોર્સે આ કિશોરની પ્રાથમિક પૂછપરછ કરી ખાવડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છેે.

Kutch Border: BSFના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની નાગરિકને ઝડપ્યો
Kutch Border: BSFના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની નાગરિકને ઝડપ્યો

  • BSFના પેટ્રોલીંગ દરમિયાન પાકિસ્તાની કિશોર ઝડપાયો
  • ઘેટાં-બકરાં ચરાવતાં ચરાવતાં ભટકીને કચ્છમાં આવી ચઢ્યો
  • પુછપરછ બાદ વધુ તપાસ માટે ખાવડા પોલિસને સોંપવામાં આવ્યો

કચ્છ: પાકિસ્તાનીઓની ઘૂષણખોરી માટે જાણીતી કચ્છ(Kutch)ની ઈન્ડો-પાક. (Indo-Pak) બોર્ડર પરથી સોમવારે એક પાકિસ્તાન(Pakistan)નો નાગરિક ઝડપાયો છે. બોર્ડર પીલર નંબર 1099 નજીકથી પેટ્રોલીંગ દરમિયાન BSFના જવાનોએ પાકિસ્તાનીને ઝડપી લીધો હતો. આ પાકિસ્તાની સગીર વયનો છે.

Kutch Border: BSFના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની નાગરિકને ઝડપ્યો
Kutch Border: BSFના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની નાગરિકને ઝડપ્યો

સગીર પાકિસ્તાનના સિંધ પ્રાંતના બદિન જિલ્લાનો રહેવાસી

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ કિશોર પાકિસ્તાનના સિંધ પ્રાંતના બદિન જિલ્લાનો રહેવાસી છે. આ કિશોર 15 વર્ષનો છે. તેનું નામ અલીશેખ અલી નવાઝ હોવાનું સામે આવ્યુ છે. આ કિશોર ઘેટાં-બકરાં ચરાવતાં ચરાવતાં રણ સરહદે દિશા ભટકી જઈને સોમવારે સવારના સમયે વિગાકોટ નજીક બોર્ડર પીલર નંબર 1099 પર આવી ચઢ્યો હતો. BSFએ તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી માચિસના બોકસ સિવાય કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી નથી. ખાવડા PSI જે.પી.સોઢાએ કિશોરને જેઆઈસી મોકલવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: કચ્છની ઇન્ડો- પાક બોર્ડર ઉપર High alert, સુરક્ષા વધારવામાં આવી

સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની

પાકિસ્તાન સરહદે આવેલા કચ્છમાં અનેક વખત પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય સરહદને પાર કરીને દેશમાં ગેરકાયદે પ્રવેશ કરતા ઘુસણખોર ઝડપાઇ ચૂક્યા છે, આજે વધુ એક કિશોર કચ્છ જિલ્લાની સરહદથી પ્રવેશ કરતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. બોર્ડર સિક્યોરીટી ફોર્સે આ કિશોરની પ્રાથમિક પૂછપરછ કરી ખાવડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છેે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.