ETV Bharat / state

કચ્છના મતદારો ભાજપ સાથે અડીખમ, 344 બેઠકો પર ભાજપની જીત, કોંગ્રેસના ફાળે માત્ર 94 બેઠક

author img

By

Published : Mar 3, 2021, 12:28 PM IST

કચ્છના મતદારો ભાજપ સાથે અડીખમ
કચ્છના મતદારો ભાજપ સાથે અડીખમ

જે રીતે ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાઓમાં જીત થઈ હતી. તે જોતાં રાજકીય નિષ્ણાતોએ સ્પષ્ટ કહ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની અન્ય પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે અને મંગળવારે પરિણામો આવતા ચિત્ર સ્પષ્ટ થયું હતું. અબડાસા -લખપતની તાલુકા પંચાયતોની ચૂંટણીને બાદ કરતાં તમામ સીટો પર ભાજપે સત્તા જાળવી રાખી છે અને ગયા વર્ષ કરતાં ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. કચ્છમાં મતદારો ભાજપ સાથે અડીખમ રહ્યા છે.

  • કચ્છમાં મતદારો ભાજપ સાથે
  • "ભાજપનો ભવ્ય વિજય થશે"-રાજકીય નિષ્ણાંતોની ભવિષ્યવાણી સાચી પડી
  • કચ્છ બન્યું ભાજપનો ગઢ

કચ્છ: જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકોમાંથી ભાજપે 32 જ્યારે કોંગ્રેસે 8 બેઠકો પર વિજય મેળવ્યો છે. પાંચેય નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. ભુજ નગરપાલિકા, અંજાર નગરપાલિકા, મુન્દ્રા નગરપાલિકા, ગાંધીધામ નગરપાલિકા, માંડવી નગરપાલિકામાં ભાજપનો વિજય થયો હતો. 10 તાલુકા પંચાયતમાંથી 8 તાલુકા પંચાયતોમાં ભાજપનો વિજય થયો છે, જ્યારે અબડાસા અને લખપત તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થયો હતો. કચ્છ જિલ્લાના મતદારોએ ભાજપ સાથે અડીખમ રહીને ફરીથી કચ્છને ભાજપનો ગઢ બનાવ્યો હતો.

  • કચ્છમાં મંગળવારે જાહેર થયેલા પરિણામો

કચ્છની 5 નગરપાલિકાની કુલ 196 બેઠકમાંથી ભાજપનો 168 બેઠક પર વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસને માટે 28 બેઠકો જ મળી હતી.

નગરપાલિકાભાજપને મળેલ બેઠકોકોંગ્રેસને મળેલ બેઠકોકુલ બેઠકો વિજેતા પક્ષ
ભુજ36844ભાજપ
માંડવી 31536 ભાજપ
ગાંધીધામ47552ભાજપ
મુન્દ્રા 19928ભાજપ
અંજાર35136ભાજપ

કચ્છની 10 તાલુકા પંચાયતની કુલ 204 બેઠકમાંથી ભાજપનો 144 બેઠક પર, કોંગ્રેસનો 58 બેઠક પર,આપનો 1 બેઠક પર અને અન્યનો 1 બેઠક પર વિજય થયો હતો. (ગાંધીધામ તાલુકા પંચાયતમાં આપને 1 બેઠક મળી તેમજ માંડવી તાલુકા પંચાયતમાં અન્યને 1 બેઠક મળી છે.)

તાલુકા પંચાયતભાજપને મળેલ બેઠકોકોંગ્રેસને મળેલ બેઠકોકુલ બેઠકો વિજેતા પક્ષ
ભચાઉ16420ભાજપ
ભુજ 24832ભાજપ
ગાંધીધામ12316ભાજપ
લખપત7916કોંગ્રેસ
અબડાસા81018કોંગ્રેસ
રાપર21324ભાજપ
મુન્દ્રા10818ભાજપ
અંજાર15520ભાજપ
માંડવી17220ભાજપ
નખત્રાણા14620ભાજપ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.