ETV Bharat / state

Bhuj Hill Garden : હિલ ગાર્ડનને નવા સ્વરૂપે સજાવાશે, કયા આકર્ષણો સાથે ક્યાં સુધીમાં તૈયાર થશે જાણો

author img

By

Published : May 5, 2022, 4:09 PM IST

Updated : May 5, 2022, 5:13 PM IST

Bhuj Hill Garden : હિલ ગાર્ડનને નવા સ્વરૂપે સજાવાશે, કયા આકર્ષણો સાથે ક્યાં સુધીમાં તૈયાર થશે જાણો
Bhuj Hill Garden : હિલ ગાર્ડનને નવા સ્વરૂપે સજાવાશે, કયા આકર્ષણો સાથે ક્યાં સુધીમાં તૈયાર થશે જાણો

ભૂકંપે વેરેલા વિનાશ હાદ બેઠાં થઇ રહેલા ભુજ શહેરને હિલ ગાર્ડનની (Bhuj Hill Garden)સુંદર ભેટ મળી હતી. જોકે પાછલાં વર્ષોમાં વેરાન બનેલા હિલ ગાર્ડનને ફરીથી જીવંત બનાવવા સંસ્થાની નવી ટીમ નવા આકર્ષણો (New Attractions in Bhuj Hill Garden ) ઉમેરી ફરીથી જનતાના લાભાર્થે ખુલ્લું મૂકશે.

કચ્છ- ધરતીકંપ બાદ તત્કાલીન કલેકટર પ્રદીપ શર્માએ અંગત રસ લઈને શહેરને બગીચારૂપી નજરાણું હિલ ગાર્ડન ભુજ (Bhuj Hill Garden)શહેરની જનતાને આપ્યું હતું. તે હાલમાં છેલ્લાં થોડાંક વર્ષોથી વેરાન બની ગયું છે. જેને ફરીથી જીવંત બનાવવા માટે સંચાલન કરતી સંસ્થાની નવી ટીમ નવા આકર્ષણો (New Attractions in Bhuj Hill Garden ) ઉમેરી ફરીથી જનતા માટે ટુંક જ સમયમાં ખુલ્લું (Bhuj Hill Garden Renovation )મૂકવામાં આવશે. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ (CM Modi Hill Garden Project)વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની છાપ બાળકોના માનસપટ પરથી દૂર કરવા માટે હિલ ગાર્ડનનો ડ્રીમ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો હતો. જેમાં 22 એકરમાં વિસ્તરેલા હિલ ગાર્ડનમાં અનેક આકર્ષણો ઊભા કરવામાં આવ્યાં હતાં. જેમાં અનેક રાઇડ, ગેમ ઝોન, માછલી ઘર, કેક્ટસ ગાર્ડન, બ્લુ વ્હેલનું સ્કેલેટન, ટોય ટ્રેન વગેરે જેવા આકર્ષણો હતાં જેથી બહોળી સંખ્યામાં લોકો ગાર્ડનની મુલાકાતે આવતાં હતાં.

વેરાન બનેલા હિલ ગાર્ડનને ફરીથી જીવંત બનાવશે સંસ્થા

નવી રાઇડ અને ગેમિંગ ઝોન બનાવવામાં આવશે - છેલ્લા બે વર્ષથી કોરોના દરમિયાન જાળવણીના અભાવે હિલ ગાર્ડન (Bhuj Hill Garden)વેરાન બની ગયો હતો. તેને સંચાલન કરતી સંસ્થાની નવી ટીમ નવા આકર્ષણો (New Attractions in Bhuj Hill Garden ) ઉમેરી ફરીથી જનતા માટે ખુલ્લું મૂકવા જઈ રહી છે. ઘણા વર્ષથી ગાર્ડન અંદર નવા ફુલઝાડના રોપા લગાડવામાં નતા આવ્યા. તો ઘણી જગ્યાએ બાવળ ઉગી નીકળ્યાં હતાં. હાલ હિલ ગાર્ડનમાં સફાઈનું કામ ચાલુ છે, તો જૂની રાઇડ પણ ચાલુ થાય અને વધુ નવી દસ રાઈડ લગાવાનું આયોજન (Bhuj Hill Garden Renovation )પણ કરવામાં આવ્યું છે તેવું રોટરી ચેરીટેબલ સોસાયટીના હોદ્દેદારોએ જણાવ્યું હતું.

ત્રણ મહિનામાં પૂર્ણ થઈ જશે કામગીરી - હિલ ગાર્ડનના રીનોવેશનની (Bhuj Hill Garden Renovation )કામગીરી આગામી ત્રણ મહિનામાં પૂર્ણ થઈ જશે. બગીચામાં સૌપ્રથમ હરિયાળી ઊભી કરવા માટે મીઠા પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. હિલ ગાર્ડનમાં (Bhuj Hill Garden)50 ટકા જેટલી લાઈટ બંધ થઈ ગઈ છે અને અનેક વીજ પોલમાં કાટ લાગવાથી સડી ગયા છે, કેબલ બળી ગયેલા હોવાથી લાઈટની વ્યવસ્થા પણ ગાર્ડનમાં પુરતી નથી. ગાર્ડનમાં દાતાઓ દ્વારા બે ફુવારા નખાવી આપવામાં આવ્યા છે, જે બંનેમાં મોટર બળી ગઈ છે જેને ફરીથી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Botanical Gardens of MS University : MS યુનિવર્સિટીના બોટનીકલ ગાર્ડનને 100 વર્ષ પૂર્ણ, પ્રજ્ઞાચક્ષુઓ માટે છે વિશેષ સુવિધા

હિલ ગાર્ડન એક સમયે કચ્છનું પ્રખ્યાત અને મુલાકાતીઓ માટેનું મનપસંદ ગાર્ડન હતું - હિલ ગાર્ડન (Bhuj Hill Garden)એક સમયે કચ્છનું પ્રખ્યાત અને મુલાકાતીઓ માટેનું મનપસંદ ગાર્ડન હતું. ગાર્ડનમાં ઘણી બધી કેન્ટીન ચાલુ હતી પરંતુ સહેલાણીઓ ખુબજ ઓછા આવતા હોવાથી હાલે એક જ કેન્ટીન ચાલુ છે. હીલગાર્ડનમાં દસ રાઈડ તથા એક ગેમ ઝોન છે. આ બધી બાબતોએ રોટરી કલબમાં ચર્ચા થઈ અને હીલગાર્ડન ફરી પાછું હતું તેનાથી પણ વધુ સારું બનાવવા માટે એક નવી ટીમ તૈયાર કરવાનું નકકી કરવામાં આવ્યું હતું.

હાલમાં હિલ ગાર્ડનની આ હાલત બની ગઇ છે
હાલમાં હિલ ગાર્ડનની આ હાલત બની ગઇ છે

રોટરી ચેરીટેબલ સોસાયટીના નવા હોદેદારોની વરણી કરવામાં આવી - 1 એપ્રિલના હીલગાર્ડન જેનો વહીવટ રોટરી ચેરીટેબલ સોસાયટી દ્વારા કરવામાં આવે છે, તેના હોદેદારોની મુદત પુરી થવાથી સર્વ સહમતીથી નવા હોદેદારોની વરણી કરવામાં આવી. જેમા પ્રમુખ તરીકે નવઘણ વાસણભાઇ આહીર, મંત્રી રવીન્દ્ર ત્રવાડી, ઉપપ્રમુખ જયેશ સાધુ, સહમંત્રી અભિજીત ધોળકીયા, ખજાનચી ભાવેશ પટેલની વરણી કરવામાં આવી તેમજ ટ્રસ્ટી તરીકે અવનિશ ઠકકર, પ્રફુલ ઠકકર, ડી.કે. ઠકકર તથા નવીન કંસારાની નિમણુંક કરાઇ છે. હિલગાર્ડન (Bhuj Hill Garden)માટે એક અલગ કમીટીની રચના કરવામાં આવી જેમા ચેરમેન તરીકે નરેન્દ્ર મીરાણીને નિયુક્ત કરવામાં આવ્યા હતાં.

બોટીંગ પણ શરુ કરાશે
બોટીંગ પણ શરુ કરાશે

આ પણ વાંચોઃ Ahmedabad Riverfront: અમદાવાદની આ જગ્યા પર શરૂ થશે ફ્રીમાં યોગા ક્લાસ અને જિમ

રીનોવેશન બાદ હિલ ગાર્ડનમાં શું શું જોવા મળશે - વધુ વિગત આપતા સંસ્થાના પ્રમુખ નવઘણભાઈએ જણાવ્યું કે, મુલાકાતીઓને ગાર્ડનમાં 50 બેંચ નવી મુકાય તેવું આયોજન છે, ગાર્ડનમાં (Bhuj Hill Garden)કંઈક નવીનતા આવે તે માટે નવી રાઈડસ્ (New Attractions in Bhuj Hill Garden ) તથા નવી ગેમ અને બાળકોને મનોરંજન મળે તે માટેના પ્રયત્નો ચાલુ કરાયા છે. હીલગાર્ડનમાં એક સનસેટ પોઈન્ટ છે જે પોઈન્ટ પણ વિકસિત કરાશે, જ્યાં સેલ્ફી પોઈન્ટ જેવું આકર્ષણ ઉભુ કરાય. બંને બંધ ફાઉન્ટન શરૂ કરાશે, તો નવી લાઈટો નાખવાનું આયોજન થઈ ગયું છે. પોલ રીપેરીંગ થયેથી 15 દિવસમાં નવી લાઈટો ચાલુ કરી દેવામાં આવશે. બોટીંગ પણ ચાલુ કરી દેવામાં (Bhuj Hill Garden Renovation ) આવશે.

પોલીસ બેન્ડ માટે પોલીસ વડાને રજૂઆત - આજે જ્યાં રામ દરબાર છે. જેને બેન્ડ સ્ટેન્ડ તરીકે ઓળખાતી જગ્યા પર પોલીસ સ્ટાફ દ્વારા નિયમિત સંગીત પીરસાતું, તેવું જ દેશભક્તિના ગીતો સાથેનું સંગીત પીરસવા માટે રોટરી કલબ દ્વારા પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઈ છે. જે મુજબ દર રવિવારે અને રજાના દિવસે સાંજે બે કલાક આ વ્યવસ્થા ગોઠવાય તો સોનામાં સુગંધ ભળે. હકારાત્મક અભિગમ (Bhuj Hill Garden)સાથે વર્તમાન પોલીસ વડા સૌરભ સિંઘ મંજૂરી આપે તેવી શક્યતા પણ છે.

શહીદ સ્મારક બનાવવામાં આવશે -મંત્રી રવીન્દ્ર ત્રવાડીએ જણાવ્યું કે, કચ્છ સરહદ પર વોર મેમોરિયલ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, તેવું અહી પણ બને તેવા પ્રયાસો ચાલુ છે, અહીઁ શહીદ સ્મારક બનાવવામાં આવશે. 1971 માં ભારત પાકિસ્તાન લડાઈમાં કચ્છ સરહદે ત્રણ એસ.આર.પીના જવાનો શહીદ થયા હતા. તેમની યાદમાં આ સ્મારક બનાવવામાં આવશે ઉપરાંત ગાયન કલાકારોને પણ અહીં પ્રોગ્રામ માટે આમંત્રણ આપવામાં આવશે.

Last Updated :May 5, 2022, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.