ETV Bharat / state

કચ્છમાં કેજરીવાલ-ઈસુદાનનો રોડ શો, પ્રજાને આપી ફરી નવી ગેરેન્ટી

author img

By

Published : Nov 5, 2022, 7:56 PM IST

ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીની (Gujarat assembly election 2022) તારીખો જાહેર થયા બાદ દરેક પાર્ટીઓ પ્રચારમાં લાગી છે ત્યારે 'આપ'ના સંયોજક અને ગુજરાતનો આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીનો રોડ શો યોજાયો. મોટી સંખ્યામાં આવેલા લોકોને કેજરીવાલે (Arvind kejriwal delhi CM) સંબોધનમાં ગેરંટી આપી હતી.

કચ્છમાં કેજરીવાલ-ઈસુદાન ગઢવીનો રોડ શો યોજાયો
arvind-kejriwals-road-show-held-at-anjar-and-gandhidham-in-kutch-guarantees-to-the-people

કચ્છ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat assembly election 2022) પડઘમ વાગી ચૂક્યા છે. ચૂંટણીની તારીખ થયા બાદ દરેક પાર્ટીએ કમર કસી છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal delhi CM) અને ગુજરાતના આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ (CM face of aap gujarat Isudan gadhvi) કચ્છના ગાંધીધામમાં અને અંજારમાં રોડ શો (Road show at kutch) યોજ્યો હતો. કચ્છના ગાંધીધામમાં ગાંધી માર્કેટથી સરદાર સાહેબની પ્રતિમા ત્યારબાદ ગંગા નાકા સુધી યોજાયેલા રોડ શોમાં લોકો ઉમટી પડ્યા હતા. ઈસુદાન ગઢવીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ અરવિંદ કેજરીવાલ પંજાબની જેમ ઠેર ઠેર સંયુક્ત રોડ શો અને સભાઓ યોજી રહ્યા છે. તેના જ ભાગરૂપે કચ્છમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ગુજરાતમાં પંજાબના પરિણામનું પુનરાવર્તન થશે કે કેમ તે જોવાનું રહ્યું...

arvind-kejriwals-road-show-held-at-anjar-and-gandhidham-in-kutch-guarantees-to-the-people

કચ્છમાં 'આપ'ના 3 ઉમેદવાર જાહેર: કચ્છ જિલ્લામાં વિધાનસભાની 6 બેઠકો છે જે પૈકી હજુ સુધી આમ આદમી પાર્ટી દ્વારા 3 બેઠક પર જ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે જેમાં માંડવી-મુન્દ્રામાં કૈલાસ દાન ગઢવી, ભુજમાં રાજેશ પિંડોરિયા અને રાપર બેઠક પર અંબા પટેલ ઉમેદવાર જાહેર થયા છે.બાકીની 3 સીટો અબડાસા, ગાંધીધામ અને અંજાર માટે હજી સુધી કોઈ ઉમેદવારના નામ જાહેર નથી કરાયા. અત્યારે રાપરને બાદ કરતા 5 સીટ પાર ભાજપનો કબ્જો છે. જો કે માંડવી વિધાનસભા સીટ પરથી 'આપ'ના પ્રદેશ કોષાધ્યક્ષ કૈલાશદાન ગઢવી ચૂંટણી લડી રહ્યા છે. જેથી આ સીટ હાઈપ્રોફાઈલ સીટ બની રહે તેવી શક્યતાઓ છે.
જૂના વીજળી બિલ માફીનો વાયદો: અરવિંદ કેજરીવાલે રોડ શોમાં જનતાને સંબોધતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની સરકાર આવશે દરેક પરિવારને મફતમાં વીજળી મળશે. તે ઉપરાંત કચ્છના લોકોના તમામ જુના વીજળી બિલ માફ કરવામાં આવશે તેવી પણ ઘોષણા કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો આમ આદમી પાર્ટીની સરકાર આવી તો 1 માર્ચથી કચ્છના લોકોના વીજળીનું બિલ શૂન્ય આવશે. તે સિવાય 18 વર્ષથી ઉપરની વયના બહેનોના એકાઉન્ટમાં દર મહિને મહિલાદીઠ 1000 રૂપિયા આપવામાં આવશે. જ્યાં સુધી લોકોને રોજગારી નહીં મળે ત્યાં સુધી 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે તેવી ઘોષણા કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.