ETV Bharat / state

ગુજરાત માટે ચિંતાજનક : આ વિસ્તારમાં જળચર પક્ષીમાં ઘટાડો

author img

By

Published : Feb 15, 2022, 5:39 PM IST

દર 10 વર્ષે જેમ માનવીની વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે દર વર્ષે જળચર પક્ષીની વસ્તી ગણતરી (Aquatic Bird Population Census) કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં આ વર્ષે પેલિકન નેચર ક્લબ દ્વારા કરાયેલ ગણતરી મુજબ 10,469 પક્ષી નોંધાયા છે.

ગુજરાત માટે ચિંતાજનક : આ વિસ્તારમાં જળચર પક્ષીમાં ઘટાડો
ગુજરાત માટે ચિંતાજનક : આ વિસ્તારમાં જળચર પક્ષીમાં ઘટાડો

કચ્છ: કચ્છના પેલિકન નેચર ક્લબ (Pelican Nature Club) દ્વારા દર વર્ષે જાન્યુઆરીમાં વેટલેન્ડ ઇન્ટરનેશનલનાં નેજા હેઠળ સમગ્ર કચ્છમાં જળચર પક્ષી વસ્તી (Aquatic Bird population census) અંદાજનું કાર્યક્રમ યોજવામાં આવતું હોય છે. આ વર્ષે આ જળચર પક્ષી વસ્તી અંદાજ કાર્યક્રમનું સમાપન જાન્યુઆરી માસનાં અંતે 30 જળાશયોની મુલાંકાત લઇ વૈજ્ઞાનિક ઢબે પક્ષી ગણતરી કરવામાં આવી હતી.

ગુજરાત માટે ચિંતાજનક : આ વિસ્તારમાં જળચર પક્ષીમાં ઘટાડો

દર વર્ષની સરખામણીએ આ વર્ષે જળચર પક્ષીઓની હાજરી ઓછી

પેલિકન નેચર ક્લબના (Pelican Nature Club) પ્રમુખ નવીન બાપટે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જળચર પક્ષીઓની ગણતરી માટે કચ્છના પેલિકન નેચર ક્લબ દ્વારા કચ્છના 30 જળાશયોની મુલાકાત લેવામાં આવી હતી. આ વર્ષે કચ્છના જળાશયોમાં પાણી ઓછુ આવવાના કારણે પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. કુદરતને ન સમજી શકાય તેવા વલણને લીધે ન જાણે કયા કારણોસર આ વર્ષે જળચર પક્ષીઓની હાજરી ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી છે.

ગુજરાત માટે ચિંતાજનક : આ વિસ્તારમાં જળચર પક્ષીમાં ઘટાડો
ગુજરાત માટે ચિંતાજનક : આ વિસ્તારમાં જળચર પક્ષીમાં ઘટાડો

જળચર પક્ષીઓની ગણતરીમાં જુદી જુદી પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા

કચ્છના વિજય સાગર ડેમ, ડોણ ડેમ, ટપ્પર ડેમ, શિણાઈ ડેમ જેવા મોટા જળાશયોમાં પણ બતકો, બગલા અને બીજા જળચર પક્ષીઓની હાજરી નહીવત પ્રમાણમાં જોવા મળી છે.ઉપરાંત આ વર્ષે દર વખતની સરખામણીએ જળાશયોમાં પણ ગ્રેટ વ્હાઇટ પેલિકન, બ્રાઉન પેલિકન ડેલમેટિયન પેલિકન, પેઇન્ટેડ સ્ટોર્ક, ગ્રે બગલા, લિટલ બ્લુ બગલા, ગ્રેટ એગ્રેટ, લિટલ એગ્રેટ, સ્પોટેડ વ્હિસલિંગ ડક, માર્બલ ડક, પ્લોવર, રેડ વોટલ્ડ લેપવિંગ, રેડ નેપ્ડ આઇબીસ, ગ્રેટર ફ્લેમિંગો, લેસર ફ્લેમિંગો વગેરે જેવા પક્ષીઓ ઓછા પ્રમાણમાં જોવા મળ્યા છે.

ગુજરાત માટે ચિંતાજનક : આ વિસ્તારમાં જળચર પક્ષીમાં ઘટાડો
ગુજરાત માટે ચિંતાજનક : આ વિસ્તારમાં જળચર પક્ષીમાં ઘટાડો

ચાલુ વર્ષની ગણતરીમાં કચ્છમાં 10,469 પક્ષીઓ જ નોંધાયા

કચ્છના કુલ 30 જળાશયોમાં આ વર્ષે જળચર પક્ષીઓની વસ્તી ગણતરીના અંદાજમાં માત્ર 10,469 પક્ષી જ નોંધાયા છે. જેમાં મોટાભાગના પક્ષીઓ માંડવીના વિસ્તારમાં દરિયાઇ પક્ષી ગલ એટલે કે દરિયાઈ કાગડો પણ આમ તો 10,000 જેટલી સંખ્યામાં જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે તે પણ માટે 1000 જેટલી જ સંખ્યામાં નોંધાયા છે.

ગુજરાત માટે ચિંતાજનક : આ વિસ્તારમાં જળચર પક્ષીમાં ઘટાડો
ગુજરાત માટે ચિંતાજનક : આ વિસ્તારમાં જળચર પક્ષીમાં ઘટાડો

આ પણ વાંચો: હરણ અને દિપડાં વચ્ચે ફૂડ ચેઈન બનાવવા વાંસદા નેશનલ પાર્કમાં શરૂ કરાયું ખાસ અભિયાન

પક્ષીઓની ગણતરી વૈજ્ઞાનિક ઢબે કરાઈ છે

આ પક્ષીઓની ગણતરી વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે. જેમાં પેલિકન નેચર ક્લબના (Pelican Nature Club) સભ્યોને જુદી જુદી પ્રજાતિના પક્ષીઓની ગણતરી સોંપવામાં આવે છે. જેમાં દરેક સભ્યને 4-5 જાતિના પક્ષીઓની જવાબદારી સોંપવામાં આવે છે. વૈજ્ઞાનિક ઢબે દરેક સભ્ય એક સ્પેસિફિક ઝોનમાં આવેલા એક પ્રજાતિના પક્ષીઓની ગણતરી કરે છે. જેવી રીતે મનુષ્યની માથાદીઠ વસ્તી ગણતરી કરવામાં આવે છે. તેવી જ રીતે જળચર પક્ષીઓની વસ્તી ગણતરી કરવામાં આવે છે.

ગુજરાત માટે ચિંતાજનક : આ વિસ્તારમાં જળચર પક્ષીમાં ઘટાડો
ગુજરાત માટે ચિંતાજનક : આ વિસ્તારમાં જળચર પક્ષીમાં ઘટાડો

એક પેલિકનને પાંખમાં ઇજા પહોંચતા છેલ્લાં 13 વર્ષોથી અહીં જ રોકાયું

ભુજના હમીરસર તળાવ ખાતે જોવા મળતા ગુલાબી પેણ પક્ષી અંગે વાતચીત કરતા પક્ષીવિદે જણાવ્યું હતું કે, એક પેલિકન પક્ષી એવું હતું જે અહીં જાન્યુઆરી દરમિયાન આવ્યું હતું, પરંતુ પતંગના દોરના કારણે પાંખમાં ઇજા થતાં તે પોતાના વતન રશિયા પરત ફરી શકયું ન હતું અને છેલ્લાં 13 વર્ષો સુધી તે અહીં જ આ તળાવમાં રોકાયું હતું.

ગુજરાત માટે ચિંતાજનક : આ વિસ્તારમાં જળચર પક્ષીમાં ઘટાડો
ગુજરાત માટે ચિંતાજનક : આ વિસ્તારમાં જળચર પક્ષીમાં ઘટાડો

આ પણ વાંચો: કોરોનાકાળમાં જામનગરની લાખોટા નેચર ક્લબ દ્વારા 3447 સરીસૃપોને બચાવવામાં આવ્યા

2020માં 64,833 જળચર પક્ષીઓ નોંધાયા હતા

જળચર પક્ષીઓની વસ્તી ગણતરીમાં પેલિકન નેચર ક્લબના સભ્યોએ 2000ની સાલમાં 27 જળાશયમાં 10 હજાર જેટલા પક્ષીઓ નોંધ્યા હતા. વર્ષ 2012માં 4200, 2014માં 14 હજાર, 2020માં 70 સ્થળોએ ગણતરી કરવામાં આવી હતી જેમાં 64,833 જળચર પક્ષીઓ નોંધાયા હતા.

પેલિકન નેચર ક્લબના સભ્યો વસ્તી ગણતરીમાં જોડાયા હતાં

જળચર પક્ષીઓની આ વસ્તી ગણતરીમાં પેલિકન નેચર ક્લબના પ્રમુખ નવીન બાપટ, પ્રધાન જયસિંહ પરમાર, અભ્ય શાંતિલાલ વરૂ,ઇબ્રાહિમ દરવડિયા, મહેન્દ્ર ટાંક, મહેશ પરમાર, મનોજ ટાંક, ઉન્નત જાની, અવની મંગે, સુબોધ હાથી, એમ.બી.ખત્રી જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.