ETV Bharat / state

અદાણી પોર્ટે 99 દિવસમાં કાર્ગો હેન્ડલ કરી કીર્તિમાન સ્થાપ્યો, શું છે તેની આગામી વ્હ્યુરચના?

author img

By

Published : Jul 13, 2022, 6:04 PM IST

કચ્છમાં સંકલિત પરિવહન સેવા પૂરી પાડતા અદાણી પોર્ટ(Adani Port Kutch) અંદાજે ત્રણ માસમાં 100 મિલીયન મેટ્રીક ટન કાર્ગોનો નવો લક્ષ્ય હાંસલ કર્યો છે. અદાણી પોર્ટે આગામી વર્ષ 2025 સુધી કાર્ગોંની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય (Adani Port Future Goal) પ્રાપ્ત કરવાનું એક મોટું લક્ષ્ય રાખ્યું છે. આ સાથે અદાણી પોર્ટ આગામી સમયમાં ક્યાં ક્યાં લક્ષ્યાંકો સિદ્ધ કરવાની છે તે જાણીએ આ અહેવાલથી...

અદાણી પોર્ટે 99 દિવસમાં કાર્ગો હેન્ડલ કરી કીર્તિમાન સ્થાપ્યો, શું છે તેની આગામી વ્હ્યુરચના?
અદાણી પોર્ટે 99 દિવસમાં કાર્ગો હેન્ડલ કરી કીર્તિમાન સ્થાપ્યો, શું છે તેની આગામી વ્હ્યુરચના?

કચ્છ: ભારતની સર્વોચ્ચ સંકલિત પરિવહન સેવા પૂરી પાડતા અદાણી પોર્ટ(Adani Port Kutch) અને SEZ(Special Economic Zone) ચાલુ 2022-23ના પ્રથમ ત્રિમાસિક સમયગાળાના ફક્ત 99 દિવસમાં 8 જુલાઈ, 2022ના દિવસે 100 મિલીયન મેટ્રીક ટન કાર્ગોનું વિક્રમી પરિવહન કરીને બંદરીય કારોબારમાં નવો કીર્તિમાન હાંસલ કર્યો છે. નાણાકીય વર્ષ 2021-22માં 100 મિલિયન મેટ્રીક ટન( MMT)કાર્ગો હેન્ડલ (Adani Port Handling Cargo)કરતા 109 દિવસ લાગ્યા હતા.

2025 સુધી કાર્ગોંની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય - ગત વર્ષે 109 દિવસમાં અદાણી પોર્ટ અને SEZ પરિવહન કરેલા 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગોના સમયગાળામાં 10 દિવસના ઘટાડાની તુલના કરતા પોર્ટમાં પરિવહન સંચાલનની કાર્યક્ષમતામાં મહત્વનો સુધારો થયાનું ફલિત થાય છે. પ્રણાલિકાગત વેપાર પ્રક્રિયાઓને નવા યુગની ડિજિટલ તકનીકો સાથે સાંકળવા માટે ટેકનોલોજી-આધારિત નવા અભિગમનો ઉપયોગ કરીને અદાણી પોર્ટ અને સેઝે 2025 સુધીમાં 500 મિલિયન મેટ્રીક ટન કાર્ગોંની ક્ષમતા હાંસલ કરવા માટેનું લક્ષ્ય નક્કી કર્યું છે.

આ પણ વાંચો: RTOના અધિકારીઓ પર હપ્તા આક્ષેપોવાળો વિડિયો થયો વાયરલ, અધિકારીએ કર્યો ખુલાસો

નવા માઇલ સ્ટોન સાથે ઉંચે ચઢતો ગ્રોથ - કંપનીના કાર્ગો હાઈપોઈન્ટને ઉત્તેજન આપનારા મુખ્ય કેટલાક પરિબળોમાં ફ્લીટ અને ફ્યુઅલ મેનેજમેન્ટ(Fleet and fuel management), એસેટ મોનિટરિંગ, કામગીરીઓનું ડિજિટલાઈઝેશન, મોબિલિટી, ઓપરેશનલ ઇન્ટેલિજન્સ અને એપ્લિકેશન્સ(Operational Intelligence and Applications) તથા કામગીરીના મોનિટરિંગના કારણે કાર્યક્ષમતામાં આવેલ નોંધપાત્ર સુધારાનો સમાવેશ થાય છે.

2030 સુધી પોર્ટ ઓપરેટર તરીકે અદાણી ગ્રુપ સજ્જ - APSEZના મુખ્ય કારોબારી અધિકારી(Chief Executive Officer APSEZ) અને પૂર્ણકાલીન ડાયરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, દુનિયાની વિરાટ પોર્ટ કંપની અને 2030 સુધીમાં ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન સેવા પૂરી પાડનાર કંપની તરીકે ઉભરી આવવાની મહાત્વાકાંક્ષા 2021માં વ્યક્ત કરી હતી. જ્યારે કંપનીના બંદરીય કામગીરીનો વ્યાપ પાંચ બંદરોમાં ફેલાયેલો છે ત્યારે વાર્ષિક 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો થ્રુપુટનું લક્ષ્ય હાંસલ કરતા 14 વર્ષ લાગ્યા હતા.

ફક્ત 3 વર્ષમાં 300 મિલિયન મેટ્રિક ટન - એ પછીના 5 વર્ષમાં સમગ્ર 9 બંદરોના સંચાલન સાથે APSEZ 200 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું થ્રુપુટ હાંસલ કર્યું હતું. ત્યારે ફક્ત 3 વર્ષમાં 300 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. હવે 2025માં કાર્ગો વોલ્યુમમાં 60 ટકાની વૃદ્ધિ(Growth Adani Port Cargo Volume) કરવા અને 2030 સુધીમાં દુનિયાના સૌથી મોટા પોર્ટ ઓપરેટર તરીકે ઉભરી આવવા અદાણી ગ્રુપ સજ્જ છે.

કન્ટેનરમાં વધારો, જંગી વોલ્યુમને પગલે કામકાજમાં મોટેપાયે વૃદ્ધિ - જૂન-2022માં અદાણી પોર્ટ એન્ડ સેઝે માસિક સૌથી વધુ 31.88 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કર્યો હતો. જે 12 ટકાનો કૂદકો હતો. ગત વર્ષથી કોલસાના વોલ્યુમમાં મજબૂત રિકવરી દર્શાવી છે. કોલસાના વોલ્યુમમાં ગયા વર્ષની સરખામણીમાં 25%ની મજબૂત રિકવરી ચાલુ રહી છે. ગત વર્ષની સરખામણીમાં અન્ય મુખ્ય ક્ષેત્રોનો આ માસિક ઉછાળામાં યોગદાન રહ્યું છે.તેમાં ક્રૂડ 17% અને કન્ટેનર 6% છે.મુન્દ્રા પોર્ટ માસિક 21%ના વોલ્યુમની વૃદ્ધિ સાથે આ વિક્રમરૂપ સિધ્ધિમાં શિરમોર યોગદાન આપ્યું છે. એ પછીના ક્રમે હજીરા, કટ્ટુપલ્લી અને એન્નોર સંયુક્ત રીતે અને દહેજ રહ્યા છે.

અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન(SEZ) - વૈશ્વિક સ્તરે વૈવિધ્યકરણ ધરાવતા અદાણી ગ્રુપના એક અંગ અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) પોર્ટ કંપનીમાંથી પોર્ટ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુન્દ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્ટનમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીધી અને ચેન્નાઈમાં એનરોન સહિત 12 પોર્ટ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે. જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી 24 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પણ વાંચો: મુન્દ્રામાં અદાણી પોર્ટ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને હાથ મિલાવ્યા, ઇન્ડિયન ઓઇલ નવા નવ ક્રૂડ ઓઇલ ટાંકા બંધાશે

સૌથી મોટા પોર્ટ અને લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ બનવાનું - અદાણી પોર્ટ સાગરકાંઠાના વિસ્તારો અને હિન્ટરલેન્ડનો વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કંપની કેરાલામાં વિઝીન્ઝામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. અદાણી પોર્ટ એન્ડ લોજીસ્ટીક પ્લેટફોર્મમાં ઈન્ટિગ્રેટેડ લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઇન્ડસ્ટ્રીયલ ઈકોનોમિક ઝોન્સના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે, જે તેમને લાભદાયી સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે. અદાણીનું વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે.

એમિશનમાં ઘટાડો કરવા કટિબધ્ધ - વર્ષ 2025 સુધીમા કાર્બન ન્યૂટ્રલ બનવાના બેઝ સાથે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઇનિશિયેટિવ (SBTi) પર હસ્તાક્ષર કર્યા છે અને તે મારફતે ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઇન્ડસ્ટ્રીયલ લેવલના 1.5 સેન્ટીગ્રેડ સુધી રાખીને એમિશનમાં ઘટાડો કરવાની કટિબધ્ધતા દાખવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.