ETV Bharat / state

15 ઓકટોબરે આરોહી પંડિત JRD TATAની 89 વર્ષ જૂની પ્રથમ Flight નું પુનરાવર્તન કરશે

author img

By

Published : Oct 12, 2021, 3:43 PM IST

લાઈટ સ્પોટ એરક્રાફ્ટ સાથે એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને ક્રોસ કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાઈલટ આરોહી પંડિત (Aarohi Pandit) વધુ એક સફર માટે મુકર્રર કરવામાં આવ્યાં છે. 1932માં જેઆરડી ટાટા (JRD TATA ) દ્વારા ભારતની પ્રથમ કોમર્શિયલ ઉડાનની ઘટનાનું 15મી ઓક્ટોબરે ભુજથી મુંબઇ વચ્ચે Flight ઉડાવીને આરોહી પંડિત પુનરાવર્તન કરશે.

15 ઓકટોબરે આરોહી પંડિત JRD TATAની 89 વર્ષ જૂની પ્રથમ Flight નું પુનરાવર્તન કરશે
15 ઓકટોબરે આરોહી પંડિત JRD TATAની 89 વર્ષ જૂની પ્રથમ Flight નું પુનરાવર્તન કરશે

  • 15મી ઓકટોબરે ઐતિહાસિક ઉડાનનું કરાશે પુનરાવર્તન
  • 1932માં કરાંચીથી મુંબઇ સુધી જેઆરડી ટાટાએ ભારતની પ્રથમ કોમર્શિયલ ફલાઇટ ઉડાન ભરી હતી
  • ભુજથી મુંબઈ વચ્ચે આરોહી પંડિત ઉડાવશે ફ્લાઇટ
  • એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને ક્રોસ કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાઈલટ આરોહી પંડિત ઉડાવશે ફ્લાઇટ

કચ્છઃ :ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના પિતામહ ગણાતા જેઆર ડી ટાટાએ (JRD TATA ) 15 ઓક્ટોબર 1932ના રોજ કરાંચીથી મુંબઇ સુધી મેઇલ લઈને ટાટા એર સર્વિસની પ્રથમ ફ્લાઇટનું પાઈલટ તરીકે Flight ઉડ્ડયન કર્યું હતું. આ ફ્લાઈટ સિંગલ એન્જિનના ડી હેવીલેન્ડ પસ મોથ વિમાનનું વિમાન હતું.


વીરાંગનાઓ દ્વારા યુદ્ધ દરમિયાન તૈયાર કરાયેલ રનવે પરથી ભરશે ઉડાન
15 ઓક્ટોબરે આરોહી પંડિત (Aarohi Pandit) ભારત પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે કચ્છના માધાપર ગામની મહિલાઓએ 72 કલાકમાં પુન નિર્માણ કરેલા ભુજ રનવે પરથી ઉડ્ડયન કરશે અને અમદાવાદમાં વિમાનમાં ઇંધણ ભરશે. એ પછી મુંબઈમાં જુહુ ખાતે આવેલા ભારતના પ્રથમ સિવિલ એરપોર્ટમાં ઉતરાણ કરશે.


2019માં આરોહી પંડિત એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની હતી
2019માં બોરીવલીની યુવા women આરોહી પંડિત (Aarohi Pandit) એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની હતી અને આ ફ્લાઇટમાં (Flight) આરોહી પંડિત સિવાય બીજા કોઈ સભ્ય ન હતાં. આરોહી પંડિત 1932ની ઐતિહાસિક ફ્લાઇટની ઘટનાને ફરી તાજી કરવા માટે પણ એ જ વિમાનનો ઉપયોગ કરશે.

પ્રથમ કોમર્શિયલ ઉડાનની ઘટનાનું 15મી ઓક્ટોબરે ભુજથી મુંબઇ વચ્ચે Flight ઉડાવીને આરોહી પંડિત પુનરાવર્તન કરશે
પ્રથમ કોમર્શિયલ ઉડાનની ઘટનાનું 15મી ઓક્ટોબરે ભુજથી મુંબઇ વચ્ચે Flight ઉડાવીને આરોહી પંડિત પુનરાવર્તન કરશે


89 વર્ષ જૂની ઘટનાનું પુનરાવર્તન કરવામાં આવશે
નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના જનક જેઆરડી ટાટાએ (JRD TATA ) ટાટા એર સર્વિસની પ્રથમ વ્યવસાયિક ફલાઇટ (Flight) 15 ઓક્ટોબર 1932માં કરાંચીથી જુહુ સુધીની ઉડાવી હતી. જેથી આ દિવસે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે 89 વર્ષ જૂની ઘટનાનું પુનરાવર્તન કરી ઇતિહાસ રચવામાં આવશે.

15મી ઓક્ટોબરે આરોહી માધાપરની વીરાંગનાઓનું સન્માન પણ કરશે: ચેરમેન સુમેરૂ એવિએશન સર્વિસીઝ
આ અંગે એરટ્રાવેલ સર્વિસ પ્રોવાઇડર કંપની અમદાવાદની સુમેરૂ એવિએશન સર્વિસીઝના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેકટર મેહુલ જોશીએ ETV Bharat સાથેની ટેલીફોનિક વાતચીત કરતાં જણાવ્યું હતું કે,"આ ફ્લાઈટમાં (Flight) આરોહી પંડિત (Aarohi Pandit) આશરે 500 નોટિકલ માઈલનું અંતર કાપવા આશરે પાંચ કલાકના ઉડ્ડયન માટે 60 લિટર પેટ્રોલનો ઉપયોગ કરશે. આ ઉપરાંત આરોહી પંડિત કોઈ જીપીએસ ઓટો પાઈલટ કે કમ્પ્યૂટર આધારિત ઇક્વિપમેન્ટનો પણ ઉપયોગ કરશે નહીં. ઉપરાંત આરોહીના હસ્તે માધાપરની વીરાંગનાઓનું પણ સન્માન કરવામાં આવશે અને આરોહી 15મી ઓકટોબરના જ મીડિયાને સંબોધશે તેવું જણાવ્યું હતું."

આ પણ વાંચોઃ એર ઇન્ડિયાના નવા 'મહારાજા' ટાટા સન્સ, 18,000 કરોડની બોલી લગાવીને જીતી નીલામી

આ પણ વાંચોઃ TATA GROUP બન્યું AIR INDIA નું નવું માલિક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.