ETV Bharat / state

ભૂજમાં વૃદ્ધ પાસેથી 10 લાખની લુંટ, ઘટનાના CCTVમાં કેદ

author img

By

Published : Oct 19, 2019, 12:54 PM IST

કચ્છઃ પાટનગર ભુજમાં મોડી રાત્રે એક વૃદ્ધના હાથમાંથી થેલી છીનવી લઈને 10 લાખની લુંટની ઘટનાએ ચકચાર મચી ગઇ છે. આ ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેના પગલે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ભૂજમાં વૃદ્ધ પાસેથી 10 લાખની લુંટ, ઘટનાના CCTVમાં કેદ

મળતી વિગતો મુજબ શહેરના ભાનુશાલીનગર વિસ્તારમાં ગત રાત્રે રિલાયન્સ મોલ નજીક કારિયા બ્રધર્સ નામની દુકાનના સંચાલક પાસેથી સાડા આઠ લાખની રોકડની ફિલ્મી ઢબે લૂંટ થઈ હતી. રસ્તામાં સ્પીડબ્રેકર પાસે પોતાનું ટુવ્હીલર વાહન ધીમું કરતાની સાથે જ બાઈક પર આવેલા બે શખ્શો વૃદ્ધના હાથમાંથી રૂપિયા ભરેલી થેલી છીનવી લીધી હતી. અચાનક આ હુમલો થતાં જ વૃદ્ધ રસ્તા પર ફસડાઈ પડયા હતાં.

ભૂજમાં વૃદ્ધ પાસેથી 10 લાખની લુંટ, ઘટનાના CCTVમાં કેદ

ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસનો મોટો કાફલો દોડી ગયો હતો. ઘટનાનો ભોગ બનેલા વૃદ્ધ વાણિયાવાડ ચોક ખાતે પાન, બીડી, તમાકુ અને પાન-મસાલાનો હોલસેલ વેપાર ધરાવતી વર્ષો જૂની પેઢી ધરાવે છે.

Intro:કચ્છના પાટનગર ભુજમાં ગત મોડી રાત્રે એક વૃદ્ધના હાથમાંથી થેલી છીનવી લઈને રૂ. 10 લાખની લુંટની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. આ ઘટના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. હાલે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. Body:
મળતી વિગતો મુજબ  શહેરના  ભાનુશાલીનગર વિસ્તારમાં ગત  રાત્રે રિલાયન્સ મોલ નજીક  કારિયા બ્રધર્સ નામની દુકાનના સંચાલકો વૃદ્ધ વયના રેવાશંકરભાઇ કારિયા અને તેમના બે પુત્રો પાસેથી રૂા. સાડા આઠ લાખની રોકડની ફિલ્મી ઢબે લૂંટ થઈ હતી. રસ્તામાં સ્પીડબ્રેકર પાસે પોતાનું ટુવ્હીલર વાહન ધીમું કરતાની સાથે જ  બાઈક પર આવેલા બે શખ્શો વૃદ્ધના હાથમાંથી રૂપિયા ભરેલી થેલી છીનવી લીધી હતી. અચાનક આ હુમલો થતાં જ વૃદ્ધ રસ્તા પર ફસડાઈ પડયા હતા.  .ઘટનાની જાણ થતાં જ  ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસનો મોટો કાફલો દોડી ગયો હતો.   વિગતો મુજબ  શહેરમાં વાણિયાવાડ ચોક ખાતે પાન, બીડી, તમાકુ અને પાન-મસાલાનો હોલસેલ વેપાર ધરાવતી વર્ષો જૂની પેઢી કારિયા બ્રધર્સના સંચાલકો રેવાશંકરભાઇ કારિયા અને ભુજ કોમર્શિયલ બેંકના ડાયરેકટર એવા તેમના પુત્ર કમલ કારિયા તથા તેમના મોટા પુત્ર આજે રાત્રે તેમની દુકાન બંધ કરીને ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે સિલ્વર રંગની બાઇક ઉપર  આવેલા અજ્ઞાત શખ્સોએ તેમની સાથે લૂંટના આ બનાવને અંજામ આપ્યો હતો.  સમગ્ર ઘટનાક્રમમાં વેપારી પેઢીના મોભી રેવાશંકરભાઇ કારિયા (ઉ. વ. 72)ને પીઠમાં ઇજાઓ?થઇ છે જ્યારે અન્ય બે સદસ્યને ઝપાઝપીના કારણે મૂઢમાર જેવી ઇજાઓ થઇ છે. થેલામાં રૂ. 10 લાખની રોકડ હોવાનું બહાર આવ્યું છે.   પોલીસના જણાવ્યા પ્રમાણે ભોગ બનનાર વેપારી પેઢીના સંચાલકોનો  આ નિત્યક્રમ જોઇને વ્યવસ્થિત ઢબે રેકી કર્યા પછી લૂંટારુઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે.   હાલ પોલીસને મળેલા સીસીટીવી સહિતનાી કડીઓ જોડીનેતપાસ જારી રખાઈ છે. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.