કચ્છના પૂર્વ વિસ્તારોમાં 3.8ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, ભચાઉ, રાપર અને સુવઈની ધરા ધ્રુજી ઊઠી

author img

By

Published : Sep 18, 2021, 11:02 AM IST

કચ્છના પૂર્વ વિસ્તારોમાં 3.8ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, ભચાઉ, રાપર અને સુવઈની ધરા ધ્રુજી ઊઠી

કચ્છ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં લોકો ગઈકાલે રાત્રે ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. રાત્રે 10.25 વાગ્યે ફરી એક વાર 3.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. તો આ આંચકાનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 7 કિલોમીટર દૂર નોંધાયું છે.

  • કચ્છમાં ભુકંપના આંચકાઓનો સિલસિલો યથાવત્
  • રાત્રે 10:25 વાગ્યે 3.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો
  • ભચાઉથી 7 કિલોમીટર દૂર ભુકંપનું કેન્દ્ર બિન્દુ

કચ્છઃ જિલ્લામાં ગઈકાલે રાત્રે 10.25 વાગ્યે પૂર્વ કચ્છના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, આ ભૂકંપ 3.8ની તીવ્રતાનો હતો. હાલમાં જાણવા મળ્યું છે કે, ભૂકંપના આ આંચકાનું કેન્દ્ર બિન્દુ ભચાઈથી 7 કિલોમીટર દૂર નોંધાયું છે.

આ પણ વાંચો- બનાસકાંઠા જિલ્લાના વાવ પાસે અનુભવાયા ભૂકંપના આંચકા

વર્ષ 2001 પછી ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત્

કચ્છમાં વર્ષ 2001ના મહાભૂકંપ બાદ શરૂ થયેલા નાનામોટા આફ્ટરશોકનો સિલસિલો આજ દિન સુધી ચાલુ જ છે. ત્યારે ગઈકાલે રાતે 10.25 વાગ્યે 3.8ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ પંથક ભચાઉ, રાપર અને સુવઈ સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 7 કિલોમીટર દૂર નોર્થ ઈસ્ટમાં નોંધાયું હતું.
આ પણ વાંચો- શા માટે કચ્છમાં આવે છે વારંવાર ભૂકંપ?

3.8ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી ઊઠી

રાત્રિના 10:25 વાગ્યાના સમયગાળા દરમિયાન રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતાના નોંધાયેલા આંચકાથી કચ્છમાં લોકો ગભરાઈ ગયા હતા. તો શહેર અને ગ્રામ્ય વિસ્તારના ઘરોમાંથી લોકો સજાગ બની ગયા હતા. ભચાઉથી 7 કિલોમીટર દૂરના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો અને 3.8ની તીવ્રતાનો હોવાથી લોકોમાં થોડી ગભરાટ ફેલાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.