ETV Bharat / state

અંજારના 19 વર્ષીય યુવકનું અપહરણ કરી હત્યા કરનારા 2 ઝડપાયા, પોલીસે 350 સીસીટીવી ફૂટેજ ચેક કર્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2023, 9:41 AM IST

અંજારના મેઘપર બોરીચી વિસ્તારમાં 19 વર્ષીય યુવકના થયેલ અપહરણ કે જેમાં 1.25 કરોડની ખંડણી માંગવામાં આવી હતી પરંતુ આ યુવકની હત્યાથયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેના ચકચારી ગુનાનો ભેદ પુર્વ-કચ્છ પોલીસ દ્વારા આખરે ઉકેલી લેવામાં આવ્યો છે અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

2-arrested-for-abducting-and-murdering-19-year-old-youth-from-anjar-police-check-350-cctv-footages
2-arrested-for-abducting-and-murdering-19-year-old-youth-from-anjar-police-check-350-cctv-footages

સાગર બાગમાર, પોલીસ અધિક્ષક, પૂર્વ કચ્છ

કચ્છ: અંજારના 19 વર્ષીય યુવકનું અપહરણ કરી હત્યા કરનારા 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. સમગ્ર કચ્છમાં ચર્ચા જગાવનાર અપહરણ અને હત્યા કેસ અંગે માહિતી આપતા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે 7 નવેમ્બરના રોજ પુર્વ કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 364(A) મુજબનો અપહરણ તેમજ ખંડણી અંગેનો ગુનો દાખલ કરવામાં એમને આવ્યો હતો.

અંજારના 19 વર્ષીય યુવકનું અપહરણ કરી હત્યા કરનારા 2 ઝડપાયા
અંજારના 19 વર્ષીય યુવકનું અપહરણ કરી હત્યા કરનારા 2 ઝડપાયા

ગુનાની ગંભીરતાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી સિસોદીયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન ચુડાસમા, પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમ તથા અંજાર પોલીસ તથા લોકલ કાઈમ બ્રાંચ તથા પૂર્વ કચ્છ SOG દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

1.25 કરોડની ખંડણીની માંગ: પોલીસની ટીમ દ્વારા ફરીયાદીના ઘરની વિઝીટ લેતા ફરીયાદીએ પોતાની ફરીયાદમાં જાહેર કર્યું હતું કે મૃતક 19 વર્ષીય યુવક નવેમ્બરના રોજ સવારના આશરે 10:15 વાગ્યે આદિપુર કોલેજ જવા માટે પોતાની હિરો પ્લેઝર લઈને નીકળ્યો હતો. સાંજના ફરીયાદીએ તેમના દિકરાને ફોન કરતા કોઈ અજાણ્યા શખ્સે અજાણ્યા નંબરથી 1.25 કરોડની ખંડણી માંગણી કરેલ તે અંગેની ફરીયાદીએ ફરિયાદમાં નોંધ કરાવેલ છે.

અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ: ગુનાની ગંભીરતાને લઈ પૂર્વ કચ્છ અધિકારીઓએ અંજાર પોલીસ, લોકલ કાઈમ બ્રાંચ, એસ.ઓ.જી તથા અંજાર ડીવીઝનના જુદા જુદા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની અલગ અલગ 15 જેટલી ટીમો બનાવી તેમજ ટેક્નિકલી તેમજ હ્યુમન સોર્સીસ આધારે પણ અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી હતી.

સી.સી.ટી.વી ફુટેજની તપાસ: પોલીસ તપાસ દરમિયાન કોઈપણ રીતે તપાસને દિશા મળતી ન હોવાથી પોલીસ ટીમ દ્વારા મૃતક યુવકનો આવવા તથા જવાનો રૂટ નક્કી કરી તેમજ આજુબાજુ વિસ્તારોના સી.સી.ટી.વી ફુટેજોના બેકઅપ મેળવી ટીમો દ્વારા સતત એનાલીસીસ ચાલુ રાખી હતી. તપાસ દરમ્યાન મરણજનાર સાથે તેમના જવાના રૂટ ઉપર પાછળ એક શખ્સ કોલેજનુ બેગ લઈને બેઠો હોવાનું સીસીટીવીમાં એનાલીસીસ દરમ્યાન સામે આવતા તે અજાણ્યો શખ્સ કોઈ વિદ્યાર્થી કે મિત્ર હોવાનું પ્રાથમીક દ્રષ્ટીએ જણાઈ આવ્યું હતું.

લગભગ 9.5 કિલીમીટર સુધી ટ્રેસ કરી આશરે 350 જેટલા સી.સી.ટી.વી કેમેરાઓના બેકઅપ લઈ આશરે 1200 જી.બી. જેટલો ડેટા કલેક્ટ કરી તેનુ એનાલીસીસ કરી આરોપીની તેમજ એકટીવાની ઓળખ છતી કરી હતી.

થોડા સમય બાદ યશ દ્વારા તેના મોબાઈલથી સોસીયલ મેડીયામાં (સ્નેપ ચેટ) ઉપર મિત્ર વર્તુળમાં બાવળોની ઝાડીઓ દેખાતી હોઈ તેવો વીડીઓ વાયરલ કરેલ હોઈ જેમાં 'ફસ ગયા...' એવું બોલવામાં આવ્યું હતું. વાયરલ થયેલ વીડિયો દ્વારા પોલીસની ટીમ વાયરલ થયેલ જગ્યા જે ગાંધીધામ ટાગોર રોડ પંચમુખી હનુમાન મંદિરની પાછળની બાવળોની ઝાડીઓ હોવાનુ ટુંક જ સમયમાં શોધી કાઢી હતી.

ઓળખ છતી ન થાય તે માટે કપડાં બદલ્યા: ખાડામાંથી મળી આવેલો મૃતદેહ પ્રાથમીક દ્રષ્ટિએ અપરહણ થયેલ યુવકનો હોવાનુ જણાઈ આવતા જે પરીવાર દ્વારા ઓળખ કરાવી અધીકારીઓ તથા પોલીસની ટીમો દ્વારા તે દિશામાં સઘન તેમજ ઉંડાણપુર્વક તપાસ કરી રહ્યા હતા તે દરમ્યાન સી.સી.ટી.વી ફુટેઝ એનાલીસીસમાં યુવકની પાછળ બેઠેલો શખ્સ ટ્રેસ થયેલ અને તેને પોતાની ઓળખ છતી ન થાય તે માટે પોલીસને ગુમરાહ કરવા માટે પોતાનો પેહરવેશ કોલેજ વિદ્યાર્થી જેવો પહેરવેશ પહેર્યો હતો પરંતુ સી.સી.ટી.વી ફુટેઝમાં મેઘપર બોરીચી તેમજ આદિપુર વિસ્તારોમાં અવાર નવાર ટ્રેસ કરતા આરોપીએ રસ્તામાં ક્યાંક કપડા બદલાવી નાખેલ હોવાનુ સી.સી.ટી.વી ફુટેઝ એનાલીસીસ દ્વારા જણાઈ આવ્યું હતું.

પકડાયેલા આરોપી:

  1. રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ નરશીભાઈ કાલરીયા (પટેલ)
  2. કિશન માવજીભાઈ સીંચ (મહેશ્વરી)

ઝડપાયેલ મુદ્દામાલ: પૂર્વ કચ્છ પોલીસે આરોપીઓ પાસેથી રેકી દરમ્યાન તેમજ ગુનામાં વાપરેલ વાહનો જેમાં 20,000ની કીમતનું એક્ટિવા અને 40,000ની કીમતનું બાઈક અને બે મોબાઇલ 10,000ની કિંમતનું મળીને કુલ 70,000ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ગુનાને અંજામ આપવાનો હેતુ: પકડાયેલ આરોપીઓ પૈકી રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ કાલરીયા (પટેલ) હાલમાં સીટ કવર રીપેરીંગનો કામ કરતો હોઈ જે આજ થી 5 વર્ષ પહેલા આર્થિક રીતે સધ્ધર હતો પરંતુ અચાનક ધંધામાં નુકશાન આવતા ગાડીઓ વેચાઈ જતા ધંધો ઠપ થઈ જતા દેવુ વધી ગયો હતો. જેથી દેવામાંથી બહાર આવવા તેના પરીવારને અમદાવાદ ખાતે રહેવા માટે મોકલી લીધો હતો. આરોપી અને ફરીયાદીનો પરીવાર 5 વર્ષ પહેલા વરસામેડી વિસ્તારમાં આવેલ બાગે શ્રી-05 માં એક જ સોસાયટીમાં રહેતા હોઈ અને બંને પરીવારો એકબીજાના પરીચયમાં હતા અને આરોપી જાણતો હોઈ ફરીયાદીનો પરીવાર આર્થિક રીતે સધ્ધર છે જેથી દેવામાંથી બહાર નીકળવા આરોપી પોતે આખો પ્લાન ઘડ્યો હતો.

આદિપુર ખાતે એકલો રહી રાજેન્દ્રકુમારે આયોજન પુર્વક 5 વર્ષ પહેલાનું ડમી સીમકાર્ડ ખરીદી અપહરણ, ખંડણી (ખુન) જેવા ગુનાને અંજામ આપવા વિચારી અન્ય એક આરોપીને સાથે રાખીને ગુનાને અંજામ આપવા આર્થિક લોભ લાલચ આપી બાવળોની ઝાડીઓમાં ખાડો ખોદી તેમજ મૃતક યુવકની આવવા જવાના રસ્તાની રેકી કરી કોલેજ જવાના સમય દરમ્યાન મૃતકને ઉભો રાખી તેને પોતાની એક્ટીવા ખરાબ થઈ ગયેલ હોવાનુ કહી અને ધંધાની સાઈટ ઉપર મુકવા માટે કહીને લઈ ગયો હતો. બાવળોની ઝાડીઓમાં ખુન, અપહરણ તથા ખંડણી જેવા ગુનાને બંન્ને આરોપીઓ સાથે મળીને અંજામ આપેલ અને આરોપીએ પોલીસને ગુમરાહ કરવા માટે પોતાનો વેશ પેહરવેશ બદલી તેમજ બનાવને અંજામ આપતી વખતે પોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરી ડમી સીમ કાર્ડથી ફરીયાદીને ફોન કરી ગુનાને છુપાવવા માટે પોલીસને ગુમરાહ કરવાની આયોજન પુર્વક ગુનાને અંજામ આપેલ પરંતુ આખરે પૂર્વ કચ્છ પોલીસે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

  1. હળવદમાં મચ્છી પાર્ટી દરમિયાન થયેલ ઝધડાનો ખાર રાખી યુવાનની હત્યા
  2. 'તારા મટન ખાવાથી ભારત હારી ગયું' કહીને મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરી!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.