ETV Bharat / state

રૂપિયા 10 કરોડના હાઈ પ્રોફાઈલ હનીટ્રેપ કેસમાં આરોપી અને તેના ભાણેજની જામીન અરજી ફગાવી

author img

By

Published : Jan 12, 2023, 12:18 PM IST

Updated : Jan 12, 2023, 12:47 PM IST

કચ્છમાં રુપિયા 10 કરોડના હાઈ પ્રોફાઈલ હનીટ્રેપ કેસમાં (honey trap case Kutch) કોર્ટે મુખ્ય આરોપી અને તેના ભાણેજની જામીન કોર્ટએ (Gujarat High Court) અરજી ફગાવી દીધી છે.

10 કરોડના હાઈ પ્રોફાઈલ હનીટ્રેપ કેસમાં કોર્ટે મુખ્ય આરોપી અને તેના ભાણેજની જામીન અરજી ફગાવી
10 કરોડના હાઈ પ્રોફાઈલ હનીટ્રેપ કેસમાં કોર્ટે મુખ્ય આરોપી અને તેના ભાણેજની જામીન અરજી ફગાવી

કચ્છ બહુ ચર્ચિત 10 કરોડના હાઈ પ્રોફાઈલ હનીટ્રેપ (honey trap case Kutch) કેસમાં ઝડપાયેલ મુખ્ય આરોપી જેન્તી ઠકકર અને તેના ભાણેજ કુશલ ઠકકરની જામીન અરજી અધિક ચીફ કૉર્ટે ફગાવી દીધી છે. અને બંને આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે.આ કેસમાં દિવાળી અગાઉ ઝડપાયેલ આરોપી વિનય રેલોનના ગુજરાત હાઈકોર્ટેએ (Gujarat High Court) 6 માસ સુધી કચ્છ જિલ્લામાં પ્રવેશ નહીં કરવા સહિતની 6 શરતો સાથે જામીન આપ્યાં છે.

આ પણ વાંચો Honey Trap: સોશિયલ મીડિયા પર ચેટિંગ કરી આધેડને ફસાવ્યો, 16.50 લાખ ચુનો

એલસીબીએ ઝડપી લીધો આદિપુરના ફાઈનાન્સર અનંત તન્નાને હનીટ્રેપમાં (honey trap case Kutch) ફસાવી રૂપિયા 10 કરોડની કથિત ખંડણી માંગવાના ચકચારી પ્રકરણમાં મુખ્ય સુત્રધાર મનાતા મુખ્ય આરોપી જેન્તી ઠકકર અને તેના ભાણેજને તારીખ 5મી જાન્યુઆરીના રોજ અમદાવાદ ગાંધીનગર હાઈવે પર આવેલ શાંતીગ્રામ ટાઉનશીપથી પશ્ચિમ કરછ એલસીબીએ ઝડપી લીધો હતો. અત્યાર સુધી આ કેસમાં 4 માણસ પોલીસ સકંજામાં આવી ચૂક્યા છે.

નિવેદન લેવાયું કચ્છ અને મુંબઇના માથાઓને (honey trap gujarat ) સાંકળતા ચકચારી હનીટ્રેપ અને 10 કરોડની ખંડણીની માગણી સાથેના આરોપવાળી ફરિયાદના કેસમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા મુંબઇથી બોલાવાયેલા કેસના મહત્ત્વના આરોપી કચ્છ લડાયક મંચના સ્થાપક અધ્યક્ષ રમેશ જોશીની પૂછતાછ સાથે તેમનું નિવેદન પણ લેવાનું શરૂ કરાયું હતું.

તબિયત લથડી પ્રથમ દિવસે આ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ ન થતાં બાકીની કાર્યવાહી બીજા દિવસ ઉપર રખાઇ હતી. કેસની તપાસનીશ એજન્સી પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુનાશોધક દ્વારા મુકાયેલા સમન્સ અન્વયે અગાઉથી જાહેર કર્યા મુજબ કચ્છ લડાયક મંચના રમેશ જોશી ભુજ આવ્યા હતા. તેમણે આ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવાની કામગીરી પોલીસ સાથે શરૂ કરાવી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાલી રહેલી બે દિવસની મેરેથનો પૂછપરછ દરમિયાન ગત રાત્રે તબિયત લથડતાં આરોપીને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આરોપી હજુ હોસ્પિટલમાં સારવાર તળે હોવાનું LCB PSI સંદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

ફ્લેટમાંથી ધરપકડ કરીઃ ગયા ઓક્ટોબર માસમાં ભુજ બી ડિવિઝન પોલીસ મથકે હની ટ્રેપની ફરિયાદ નોંધાયેલી ફરિયાદ સંદર્ભે લોકલ ક્રાઈમ બ્રાન્ચે તારીખ 19 ગુનાના આરોપી જેન્તી ઠક્કર અને તેના ભાણેજ કુશલ મુકેશ ઠક્કરની તારીખ 5મી જાન્યુઆરી ના રોજ અમદાવાદ-ગાંધીનગર નજીક અદાણી શાંતિગ્રામ ટાઉનશીપના ફ્લેટમાંથી ધરપકડ કરી 3 દિવસના રીમાન્ડ મેળવ્યાં હતા.

આ પણ વાંચો Ahmedabad Crime: હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો એક શખ્સ પકડાયો,આવું હતું કાવતરૂ

અરજીઓ ફગાવી દીધી આજે રીમાન્ડ પૂર્ણ થયાં બાદ મામા-ભાણેજે ભુજના અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ સમક્ષ અલગ અલગ જામીન અરજીઓ કરી હતી. જેમાં એવી દલીલ કરાઈ હતી કે તેમણે કોઈ ગુનો કર્યો નથી, જે આરોપીઓ સામે ચાર્જશીટ થઈ છે તેમાં કોઈ રોલ નથી, પોતે બીમાર હોઈ જામીન આપવા જોઈએ.બંને પક્ષની દલીલ સાંભળ્યાં બાદ નીચલી કૉર્ટે બેઉની જામીન અરજીઓ ફગાવી દીધી છે.

આરોપીને જામીન હની ટ્રેપની ફરિયાદ નોંધાયા બાદ સૌપ્રથમ જે આરોપીની ધરપકડ થઈ હતી. તે ભુજના વિનય રેલોન ઊર્ફે લાલાને ગુજરાત હાઈકૉર્ટે કચ્છમાં 6 માસ સુધી પ્રવેશ નહીં કરવા સહિતની શરતો પર જામીન પર મુક્ત કર્યો છે. 17 ઓક્ટોબરે ફરિયાદ નોંધાયાના બે દિવસમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે 19 ઓક્ટોબરે વિનય રેલોનની વિધિવત્ ધરપકડ કરી હતી.

પૂર્વમંજૂરી વગર ચાર્જશીટ થઈ ગયા બાદ રેલોને કરેલી જામીન અરજીને રુપિયા 10,000 ના બોન્ડ પર મંજૂર કરતાં હાઈકૉર્ટે કચ્છમાં છ માસ સુધી પ્રવેશબંધી, જામીન મુક્તિનો ગેરફાયદો ના ઉઠાવવા, કેસના હિતને નુકસાન થાય તેવી કોઈ પ્રવૃત્તિ ના કરવા, નીચલી કૉર્ટમાં એક સપ્તાહમાં પાસપોર્ટ જમા કરાવવા, સેશન્સ કૉર્ટની પૂર્વમંજૂરી વગર ભારત ના છોડવા અને કૉર્ટની પૂર્વમંજૂરી વગર રહેઠાણનું સરનામું નહીં બદલવા સહિતની શરતો પર જામીન આપ્યાં છે.

ખુલાસાઓ થવાની શક્યતા આ હનીટ્રેપ કાંડમાં કુલ 4 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે હજુ 4 આરોપીને પકડવાની ગતિવિધિ કરવામાં આવી રહી છે પૂછતાછ બાદ વધુ આરોપીની લિંક ખુલી શકે છે તેવી શક્યતા સેવાઈ રહી છે.તો આગામી સમયમાં અનેક ખુલાસાઓ સાથે આ કેસ વળાંક લઈ શકે છે.

Last Updated :Jan 12, 2023, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.