ETV Bharat / state

મૃત્યુગીતના અમર કવિ રાવજી પટેલની આજે 53મી પુણ્યતિથિ

author img

By

Published : Aug 10, 2020, 6:09 PM IST

રાવજી પટેલ આધુનિક યુગના ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર હતા. તેમનો એક માત્ર કાવ્યસંગ્રહ અંગત તેમનાં મૃત્યુ પછી પ્રકાશિત થયો હતો.આજે ડાકોર શહેરના એક માર્ગનું કવિ રાવજી પટેલ માર્ગ નામાભિધાન કરાવામાં આવ્યું હતું.

etv bharat
રાવજી પટેલ

ખેડા :ગુજરાતી સાહિત્યમાં આભાસી મૃત્યુના ગીત તરીકે ઓળખાતી ચિરંજીવી કૃતિ“મારી આંખે કંકુના સુરજ આથમ્યા”ના સર્જક અને ગ્રામિણ કૃષિ કવિ એવા રાવજી પટેલની આજે 53 મી પુણ્યતિથિ છે.જે નિમિત્તે ડાકોર ખાતે આજે નગરપાલિકા, સંતો,સાહિત્યરસિકો તેમજ અગ્રણીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજે ડાકોર શહેરના એક માર્ગનું કવિ રાવજી પટેલ માર્ગ નામાભિધાન કરાવામાં આવ્યું હતું.

માર્ગનું કવિ રાવજી પટેલ માર્ગ નામાભિધાન
માર્ગનું કવિ રાવજી પટેલ માર્ગ નામાભિધાન

કવિ રાવજી પટેલનો જન્મ ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નજીક આવેલા નાનકડા વલ્લભપુરા ગામમાં એક ખેડૂત પરિવારમાં તા.15/11/1939 ના રોજ થયો હતો.ગુજરાતી સાહિત્યમાં અમર એવી રચનાઓ કરી કવિ રાવજી પટેલ યુવા વયે દુનિયા છોડી ગયા હતા.તેમને તે સમયે અસાધ્ય ગણાતો ક્ષયરોગ થયો હતો.જેને લીધે તા.10/08/1968 ના રોજ તેમનું મૃત્યુ થયું હતું.આજે તેમની 53 મી પુણ્યતિથિ છે.

મૃત્યુગીતના અમર કવિ રાવજી પટેલની આજે 53મી પુણ્યતિથિ
મૃત્યુગીતના અમર કવિ રાવજી પટેલની આજે 53મી પુણ્યતિથિ

ગુજરાતી સાહિત્યકારોમાં એવી માન્યતા છે કે, કવિ રાવજી પટેલે અન્ય કોઈ સર્જન ન કર્યું હોત. તો પણ તેઓ -મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.એક જ કૃતિથી અમર થઈ જાત.ખરેખર જ મૃત્યુ સન્મુખ કરેલી આ અદ્ભુત રચના તેમને અમર બનાવી ગઈ.ક્ષયરોગને પગલે મૃત્યુ સામે આવેલું જોઈ પત્નિ,સ્વજનો,ગામ અને ખેતરથી વિખૂટા પડવાની વ્યથાને લઈ તેમણે આ અદ્ભુત સર્જન કર્યું હતું.જાણે કે મૃત્યુ થકી જ તે અમર થયા !

મૃત્યુગીતના અમર કવિ રાવજી પટેલની આજે 53મી પુણ્યતિથિ

ઉંચેરા સર્જકનું વતનમાં કે ક્યાંય કોઈ સ્મૃતિ તાજી કરતું કોઈ સ્મારક ન હોઈ કવિ રાવજીને વિસારી દેવામાં આવ્યા હોવાના રંજ ને લઈને રાવજી પ્રમીઓ દ્વારા ડાકોરમાં એક સ્મારક બનાવાયું છે.તેમજ ડાકોરથી તેમના ગામ જતા માર્ગને તેમનું નામ અપાયું છે.આજે તેમની 53મી પુણ્યતિથિ નિમિત્તે ડાકોર શહેરના એક માર્ગને તેમનું નામ આપવામાં આવ્યું છે.જેને લઈ નવી પેઢીને પણ પ્રેરણા મળી રહે.ત્યારે આભાસી મૃત્યુગીતના અમર કવિને સાદર શ્રદ્ધાંજલિ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.