ETV Bharat / state

નડિયાદમાં સ્વૈચ્છિક લોકડાઉનને સજ્જડ પ્રતિસાદ

author img

By

Published : Apr 9, 2021, 9:10 AM IST

Updated : Apr 9, 2021, 12:57 PM IST

ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. નડિયાદ શહેરમાં પણ સતત કેસો વધી રહ્યા છે. જેને લઈને નગરપાલિકા દ્વારા 8થી 18 એપ્રિલ દરમિયાન બપોરે 4 વાગ્યા બાદ બજારો બંધ રાખવા વેપારીઓને અપીલ કરવામાં આવી હતી. જેને વેપારીઓએ સમર્થન કર્યુ હતું. ગઈકાલે ગુરુવારે 4 વાગ્યા પછી બજારો સજ્જડ બંધ રહી હતી.

નડિયાદમાં સ્વૈચ્છિક લોકડાઉનને સજ્જડ પ્રતિસાદ
નડિયાદમાં સ્વૈચ્છિક લોકડાઉનને સજ્જડ પ્રતિસાદ

  • સ્વૈચ્છિક લોકડાઉનને સજ્જડ પ્રતિસાદ
  • ગઈકાલે ગુરુવારે શહેરમાં 4 વાગ્યા બાદ તમામ બજારો રહી બંધ
  • નડિયાદ નગરપાલિકા વેપારીઓ પર જબરદસ્તી કરે છે : શહેર કોંગ્રેસ

ખેડા: સમગ્ર જિલ્લામાં તેમજ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ બુધવારે નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરના વેપારીઓ અને દુકાનદારો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં 8થી 18 એપ્રિલ દરમિયાન બપોરે 4 વાગ્યા બાદ દુકાનો અને બજારો બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: CM ઉદ્ધવ ઠાકરેનું લોકડાઉનને લઈ નિવેદન કહ્યું, માસ્ક નહીં પહેરો તો ફરીથી લોકડાઉન લગાવાશે

શહેરમાં 4 વાગ્યા બાદ તમામ બજારો રહ્યા બંધ

નગરપાલિકાની અપીલને વેપારીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. સ્વૈચ્છિક લોકડાઉનને સજ્જડ પ્રતિસાદ આપ્યો હતો. નગરપાલિકાની અપીલને વેપારીઓએ સમર્થન આપી સ્વૈચ્છિક લોકડાઉનને સજ્જડ પ્રતિસાદ આપ્યો હતો. વેપારીઓએ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ કરી દીધી હતી.

આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં વાઇરલ વિડીયોને લઈ ગઢડા શહેરના લોકોએ સજ્જડ બંધ પાળ્યું

નડિયાદ નગરપાલિકા વેપારીઓ પર જબરદસ્તી કરે છે : શહેર કોંગ્રેસ

નડિયાદ શહેરના વેપારીઓ દ્વારા આજે સ્વૈચ્છિક લોકડાઉન અમલ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, નડિયાદ નગરપાલિકા વેપારીઓને જબરજસ્તી દુકાન બંધ કરાવવા માટે કહી રહી છે. નગરપાલિકા જો વેપારી ઉપર જબરદસ્તી કરશે તો પોલીસ ફરિયાદની પણ ચીમકી કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. જોકે, સરકારે રાત્રી કરફ્યૂ જે કર્યું છે તે યોગ્ય છે એવું પણ કોંગ્રેસે જણાવ્યું હતું.

Last Updated : Apr 9, 2021, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.