ETV Bharat / state

ખેડામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ડાંગર રોપણીમાં વ્યસ્ત

author img

By

Published : Aug 3, 2019, 2:36 PM IST

ખેડામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ડાંગર રોપણીમાં વ્યસ્ત..

ખેડા: સમગ્ર ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે ખેડામાં વરસાદ ખેંચાયા બાદ હવે વાવણી લાયક વરસાદ થયો છે. તેથી ખેડૂતો ડાંગરની રોપણીમાં લાગી ગયા છે. જો કે ખેડૂતોની ચિંતા છે કે રોપણી બાદ વરસાદ ખેંચાય તો પાક નિષ્ફળ જઇ શકે છે. જેના લીધે હાલ ખેડૂતો રોપણીકાર્ય કરવામાં વ્યસ્ત બન્યા છે.

સમગ્ર ગુજરાતમાં વરસાદે પોતાની એન્ટ્રી લઇ લીધી હતી, ત્યારે ખેડા જિલ્લામાં શરુઆતમાં ધમાકેદાર એન્ટ્રી લીધા બાદ મેઘરાજા રિસાય ગયા હતા. જિલ્લામાં વરસાદ ખેંચાયા બાદ ખેડૂતોને ઘણી રાહ જોવડાવ્યા બાદ વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

ખેડામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ડાંગર રોપણીમાં વ્યસ્ત..

ડાંગર માટે પ્રખ્યાત એવા ખેડા જિલ્લામાં ખેડૂતોએ વાવણી લાયક વરસાદ પડતાં જ ડાંગરની રોપણી કરવાના કામમાં વ્યસ્ત થઇ ગયા છે. કારણ કે પહેલા વરસાદ ન થવાને કારણે ખેડૂતોએ ડાંગરની રોપણી કરી નહોતી. તેથી ખેડૂતો શંકા સેવી રહ્યા છે કે જો વરસાદ પાછો ખેંચાશે તો ડાંગરનો પાક નિષ્ફળ જશે.

Intro:ખેડા જિલ્લામાં વરસાદ ખેંચાયા બાદ હાલ વાવણીલાયક વરસાદ થયો છે ત્યારે ખેડૂતો ડાંગરની રોપણીના કામમાં લાગ્યા છે. જોકે પાછોતરી રોપણી બાદ હવે જો વરસાદ ખેંચાય તો પાક નિષ્ફળ જવાની આશંકા સાથે હાલ રોપણીકાર્ય કરવામાં ખેડૂતો વ્યસ્ત બન્યા છે.


Body:ખેડા જિલ્લામાં શરૂઆતની ધમાકેદાર એન્ટ્રી બાદ મેઘરાજા રિસાયા હતા.જિલ્લામાં વરસાદ ખેંચાયા બાદ ઘણી રાહ જોવડાવીને હાલ વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાવા પામી છે. સારો એવો વાવણીલાયક વરસાદ થતાં હાલ જિલ્લામાં ખેડૂતોએ સિઝનની શરૂઆત કરી છે અને વિવિધ વિસ્તારોમાં ડાંગરની રોપણી કરવાના કામમાં વ્યસ્ત બન્યા છે.જો હવે પછી વરસાદ ખેંચાય તો ડાંગરનો પાક નિષ્ફળ પણ જવાની શંકા ખેડૂતો સેવી રહ્યા છે.
મહત્વનું છે કે જીલ્લામાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ ન થતા ડાંગરની રોપણી કરવાની બાકી હતી જેને પરિણામે ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા હતા.
બાઈટ-જશુભાઈ,ખેડૂત


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.