ETV Bharat / state

ખેડામાં કોવિડ સ્મશાનમાંથી કૂતરા અર્ધ બળેલા મૃતદેહ ખેંચી જતા હોવાનો આક્ષેપ

author img

By

Published : May 23, 2021, 7:08 PM IST

ખેડા જિલ્લાના વસોમાં બનાવવામાં આવેલા કોવિડ સ્મશાનમાં મોતનો મલાજો ન જળવાતો હોવાનો તેમજ અર્ધ બળેલા મૃતદેહને કૂતરા ચૂંથતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જેને લઈ તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે, ત્યારે તંત્રની બેદરકાર કામગીરીને લઈ ગંગામાં કૂતરા મૃતદેહોને ખેંચતા હોવાના દ્રશ્યો ગુજરાતમાં પણ જોવા મળતાં હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

kheda news
kheda news

  • વસોમાં તાલુકાનું કોવિડ સ્મશાન બનાવાયું છે
  • તંત્ર દ્વારા કોરોના મૃતકની અંતિમવિધિ યોગ્ય રીતે ન થતી હોવાના આક્ષેપ
  • કૂતરા ઘરમાં હાડપિંજર ખેંચી લાવે છે : ગ્રામજન

ખેડા : જિલ્લાના તાલુકા મથક વસોમાં બનાવવામાં આવેલા કોવિડ સ્મશાનમાં મોતનો મલાજો જળવાતો ન હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તેમજ સ્વજનોના અર્ધ બળેલા મૃતદેહોને કૂતરા ચૂંથતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો - રાજયના ગૃહ પ્રધાને ખેડાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ સમીક્ષા કરી

વસોમાં તાલુકાનું કોવિડ સ્મશાન બનાવાયું છે

વસોમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું છે. જ્યાં તાલુકાના કોરોના સંક્રમિત મૃતક દર્દીઓની અંતિમવિધિ કરવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય રીતે અંતિમવિધિ કરવામાં આવતી નથી. અર્ધ બળેલા મૃતદેહો મૂકીને જતા રહેતા સ્વજનોની લાગણી દુભાય છે. જેને લઈ ગ્રામજનો દ્વારા હોબાળો મચાવાયો હતો. છેલ્લા 1 મહિનાથી અહીં તાલુકાના દર્દીઓની અંતિમવિધિ કરવામાં આવી રહી છે.

ખેડામાં કોવિડ સ્મશાનમાંથી કૂતરા અર્ધ બળેલા મૃતદેહ ખેંચી જતા હોવાનો આક્ષેપ

આ પણ વાંચો - ખાતરના ભાવ વધારાને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું

તંત્ર દ્વારા કોરોના મૃતકની અંતિમવિધિ યોગ્ય રીતે ન થતી હોવાનો આક્ષેપ

સ્થાનિક ગ્રામજનો દ્વારા વસો વહીવટી તંત્ર યોગ્ય રીતે કોરોના મૃતકની અંતિમવિધિ ન કરતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હિન્દુ વિધિ પ્રમાણે શરીરને પૂર્ણ અગ્નિ દાહ આપવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોવાનું ગ્રામજનો જણાવે છે. જેને લઈ વારંવાર કૂતરા મૃતદેહો ખેંચી જાય છે.

આ પણ વાંચો - નડીયાદના સંતરામ મંદિર દ્વારા કોરોના દર્દીઓ માટે સિટી સ્કેન સેવા

કૂતરા ઘરમાં હાડપિંજર ખેંચી લાવે છે : ગ્રામજન

ગામના એક ગ્રામજન ઘનશ્યામે જણાવ્યું હતું કે, કૂતરા ઘરમાં મૃતકનું હાડપિંજર ખેંચી લાવ્યા હતા. આવુ ન થાય તે માટે અહીં બહારના લોકો આવીને મૃતદેહ બાળી જતા રહેતા હોય છે. તે પોતાના ગામમાં બાળે તેવી પરમિશન મામલતદારે આપવી જોઈએ.

આ પણ વાંચો - ખેડામાં હડતાલ પર ઉતરનારા 15 આરોગ્ય કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.