Rathyatra in Dakor : ભક્તિભાવ સાથે 250મી રથયાત્રામાં મહાલ્યાં ડાકોરના ઠાકોર, જૂઓ કેવી છે ધામધૂમ

author img

By

Published : Jul 1, 2022, 3:16 PM IST

250th Rathyatra in Dakor : ભક્તિભાવ સાથે 250મી રથયાત્રામાં મહાલ્યાં ડાકોરના ઠાકોર, જૂઓ કેવી છે ધામધૂમ

આજે પહેલી જૂલાઈ અષાઢી બીજની તિથિના પાવન દિવસે ડાકોરના ઠાકોરની 250મી (250th Rathyatra in Dakor) નગરચર્યા યોજવામાં આવી છે. ભગવાન રણછોડરાય મંદિરથી (Rathyatra in Dakor Ranchhodrai Temple) મંગળા આરતી સહિતના પારંપરિક વિધિવિધાન બાદ ચાંદીના રથમાં બિરાજમાન થઇને ભગવાન રણછોડરાય નગરયાત્રાએ નીકળ્યાં હતાં.

ડાકોર :આજે અષાઢી બીજે ઓડિશાના જગન્નાથપુરીમાં (Jagannath Rath yatra 2022 ) અને અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથ રથયાત્રા (Ahmedabad Jagannath rathyatra) યોજાઈ છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે 250 મી રથયાત્રા (250th Rathyatra in Dakor) ભક્તિભાવ સાથે ધામધૂમપુર્વક નીકળી હતી. રથયાત્રા નીમિત્તે ડાકોરના ઠાકોર રાજાધિરાજ ભગવાન રણછોડરાયજી મંદિરમાંથી (Rathyatra in Dakor Ranchhodrai Temple) ચાંદીના રથ પર બિરાજીને નગરચર્યા કરવા માટે નીકળ્યા હતાં. કોરોનાને લઈ બે વર્ષ બાદ યોજાયેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતાં.

ચાંદીના રથમાં બિરાજમાન થઇને ભગવાન રણછોડરાય નગરયાત્રાએ નીકળ્યાં

ચાંદીના રથમાં ભગવાનનું અધિવાસન-ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે આજરોજ સવારે મંગળા આરતી તેમજ નિત્ય પૂજા-અર્ચના બાદ ચાંદીના રથમાં ભગવાનનું અધિવાસન થયું હતું. ભક્તજનોની ભારે ભીડ વચ્ચે ‘જય રણછોડ માખણચોર તેમજ રણછોડ મહારાજાના નાદ સાથે મંદિર (Rathyatra in Dakor Ranchhodrai Temple) પરિસરમાં પાંચ પરિક્રમા કર્યા બાદ ભગવાનનો રથ મંદિરની (250th Rathyatra in Dakor) બહાર નીકળ્યો હતો.

આ પણ વાંચોઃ Jagannath Rathyatra Live Updates: ભગવાન જગન્નાથના ત્રણે રથ મંદિરે પહોંચ્યા

ઉલ્લાસમય વાતાવરણમાં વાજતે ગાજતે નીકળી રાજાધિરાજની સવારી -ડાકોરની રથયાત્રા રુટ (Dakor Rathyatra Route) પર ડાકોરના ઠાકોરની વાજતેગાજતે રથયાત્રા (Rathyatra in Dakor Ranchhodrai Temple) શરુ થયા બાદ ગૌશાળા, લાલબાગ,મહાપ્રભુજીની બેઠક,નરસિંહ ટેકરી થઈને રાધાકુંડ પહોંચી હતી. ત્યાંથી મોખા તલાવડીથી પુનઃ રથમાં બિરાજી (250th Rathyatra in Dakor) રણછોડપુરા થઈ કેવડેશ્વર પહોંચી હતી. જ્યાં ભગવાને આભૂષણ અને નવા વસ્ત્રો ધારણ કર્યા હતાં.

ડાકોરના ભક્તોનો ઉલ્લાસ
ડાકોરના ભક્તોનો ઉલ્લાસ

આ પણ વાંચોઃ Jagannath Rathyatra 2022: જૂઓ, રથયાત્રાનો આકાશી નજારો

રાત્રે રથયાત્રા પૂર્ણ થશે -પુનઃ રથયાત્રા (250th Rathyatra in Dakor) લક્ષ્મીજી મંદિર,બોડાણા બેઠક થઈ નિયત રૂટ પૂરો કરશે. રાત્રીના નિજ મંદિરમાં પરત ફરશે. રથયાત્રામાં ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવો અને ભક્તજનો જોડાયા હતાં.રથયાત્રામાં ફણગાવેલા મગ, જાંબુ અને કેરીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા (Rathyatra in Dakor Ranchhodrai Temple) દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ડાકોર પોલીસ (Dakor Police) દ્વારા સલામતીના ભાગરૂપે પ્રથમવાર બોડીવોર્ન કેમેરાથી સજ્જ થઈ મોનિટરિંગ કરાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.