Jagannath Rathyatra Live Updates : રથયાત્રાના શુભદિવસ પર અમિછાટણાં થયા

author img

By

Published : Jul 1, 2022, 4:37 AM IST

Updated : Jul 1, 2022, 3:21 PM IST

આજે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા, કેન્દ્રિય ગૃહપ્રધાને કરી મંગળા આરતી

15:19 July 01

ભાવનગરમાં રથયાત્રાના શુભદિવસ પર અમિછાટણાં થયા

આજે સમગ્ર રાજ્યમાં ભગવાન જગન્નનાથની 145મી રથયાત્રા નિકળી રહી છે. આ દરમિયાન ભગવાને પોતાનો હેત વરસાવવા માટે આકાશ માંથી વરસાદ રુપી અમિછાટણા કરાવ્યા હતા.

13:05 July 01

ભગવાન જગન્નાથની રથયાત્રામાં વોરા સમાજ દ્વારા શરબતનું કાઉન્ટર કરાયું શરૂ

ભગવાન જગન્નાથની રથયાત્રામાં (Jagannath Rath yatra 2022) વોરા સમાજ દ્વારા શરબતનું કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં એકતાના સંદેશ સાથે શરૂ કરવામાં આવેલ શરબતના કાઉન્ટરમાં અનેક વોરા સમાજના આગેવાનો જોડાયા છે. તો બીજી તરફ કોરોનાનું ધ્યાન રાખી હાથમાં મોજા પણ પહેરવામાં આવ્યા છે. વોરા સમાજનો એક જ ઉદ્દેશ રહેલો છે, જેમાં એકતાનો અદ્દભુત સંદેશ આપવાનો છે.

12:02 July 01

ત્રણેય રથ ખાડિયા પહોંચતા લોકોએ કર્યું ભાવપૂર્વક સ્વાગત

ત્રણેય રથ ખાડિયામાંથી પસાર થતા લોકોએ કર્યું ભાવપૂર્વક સ્વાગત
ત્રણેય રથ ખાડિયામાંથી પસાર થતા લોકોએ કર્યું ભાવપૂર્વક સ્વાગત

ત્રણેય રથ ખાડિયામાંથી પસાર થતા લોકોએ ખુબ જ ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું.

10:40 July 01

અમદાવાદના મેયર કિરીટ પરમારે ભગવાન જગન્નાથનું કર્યું સ્વાગત

અમદાવાદના મેયર કિરીટ પરમારે ભગવાન જગન્નાથનું કર્યું સ્વાગત
અમદાવાદના મેયર કિરીટ પરમારે ભગવાન જગન્નાથનું કર્યું સ્વાગત

અમદાવાદના મેયર કિરીટ પરમારે ભગવાન જગન્નાથનું સ્વાગત કર્યું હતું.

09:34 July 01

ભગવાન જગન્નાથની રથયાત્રામાં રામ મંદિરનો ટેલ્બો બન્યો આકર્ષણનું કેદ્ર

ભગવાન જગન્નાથની રથયાત્રામાં અયોધ્યા રામ મંદિરના ટેલબો પર નરેન્દ્ર મોદી, યોગી આદિત્ય અને અમિતાભ બચ્ચન જેવા હમશકલ જોવા મળ્યા હતા.

08:59 July 01

રથયાત્રા પર ડ્રોનથી નજર

રથયાત્રા પર ડ્રોનથી નજર
રથયાત્રા પર ડ્રોનથી નજર

જગન્નાથ મંદિર વહેલી સવારથી જ જય રણછોડના નાદથી ગૂંજી ઊઠ્યું હતું. આખું મંદિર પરિસર ભક્તોથી ખચોખચ ભરાઈ ગયું હતું. આ સાથે જ રથયાત્રા પર ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે.

08:58 July 01

ભગવાન જગન્નાથ યાત્રાનો આકાશી નજારો

ભગવાન જગન્નાથ યાત્રાનો આકાશી નજારો
ભગવાન જગન્નાથ યાત્રાનો આકાશી નજારો

ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આકાશી નજારો જોઈ લો.

08:56 July 01

આ ત્રણ રથમાં બિરાજમાન છે ભગવાન

ભગવાન જગન્નાથ 'નંદીઘોષ' રથમાં બિરાજમાન છે. જ્યારે બહેન સુભદ્રાજી 'પદ્મધ્વજ' અને ભાઈ બલભદ્રજી 'તાલધ્વજ' રથમાં બિરાજમાન છે.

08:30 July 01

રથયાત્રા દરમિયાન સફાઈની જવાબદારી યુવાનોએ લીધી

રથયાત્રા દરમિયાન સફાઈની જવાબદારી યુવાનોએ લીધી
રથયાત્રા દરમિયાન સફાઈની જવાબદારી યુવાનોએ લીધી

આ સમગ્ર રથયાત્રા દરમિયાન ફેલાયેલા કચરાને સાફ કરવાનું બીડું યુવાનોએ ઝડપ્યું છે. તો આ સાથે જ રથયાત્રા દરમિયાન સ્વ. CDS બિપીન રાવતજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ સાથે જ કોરોનાથી મુક્તિ આપે તેવો હવન અને PPE કિટ પહેરેલા મેડીકલકર્મીઓ દર્શાવતા ટેબલોએ પણ આકર્ષણ જમાવ્યું છે.

08:29 July 01

હેલિકોપ્ટરથી કરવામાં આવી પુષ્પવર્ષા

હેલિકોપ્ટરથી કરવામાં આવી પુષ્પવર્ષા
હેલિકોપ્ટરથી કરવામાં આવી પુષ્પવર્ષા

ભગવાન જગન્નાથજીના રથ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

07:51 July 01

રથયાત્રામાં આ આકર્ષણનું કેન્દ્ર રહેશે

સૌરાષ્ટ્રમાંથી 2,000 સાધુ સંતો રથયાત્રામાં જોડાયા છે. આ ઉપરાંત ઉજ્જૈન, અયોધ્યા, જગન્નાથપુરીથી આવેલા સાધુસંતો પણ આ રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા છે. તો આ વખતે રથયાત્રામાં 30 અખાડા સામેલ છે. આ સિવાય 18 ગજરાજ, 18 ભજન મંડળીઓ પણ સામેલ છે. તો આ વખતે ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા ટ્રક પણ રથયાત્રામાં જોડાયા છે. આ વખતે 25,000 પોલીસકર્મીઓ સુરક્ષામાં જોડાયા છે.

07:43 July 01

પોલીસ કાફલા સાથે ગજરાજ કોર્પોરેશન પહોંચ્યા

જગન્નાથ મંદિરથી ભગવાનના ત્રણેય રથનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે. તેવામાં ગજરાજ પોલીસ કાફલા સાથે કોર્પોરેશન પહોંચી ગયા છે.

07:25 July 01

મંદિરમાંથી ભગવાન જગન્નાથજીના ભાઈ બલરામજીના રથનું પ્રસ્થાન

મંદિરમાંથી ભગવાન જગન્નાથજીના ભાઈ બલરામજીના રથનું પ્રસ્થાન
મંદિરમાંથી ભગવાન જગન્નાથજીના ભાઈ બલરામજીના રથનું પ્રસ્થાન

મંદિર પરિસરમાંથી ભગવાન જગન્નાથજીના ભાઈ બલરામજીના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તોએ વાજતેગાજતે ભગવાનને વધાવી લીધા હતા.

07:15 July 01

મંદિરમાંથી ભગવાન જગન્નાથજીના બહેન સુભદ્રાજીનાં રથનું પ્રસ્થાન

ભગવાનના બહેન સુભદ્રાજીનો રથ
ભગવાનના બહેન સુભદ્રાજીનો રથ

મંદિર પરિસરમાંથી વાજતેગાજતે ભગવાન જગન્નાથજીના રથ પછી બહેન સુભદ્રાજીનાં રથનું પણ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

07:14 July 01

મંદિરમાંથી ભગવાન જગન્નાથજીના રથનું પ્રસ્થાન

મંદિરમાંથી ભગવાન જગન્નાથજીના રથનું પ્રસ્થાન
મંદિરમાંથી ભગવાન જગન્નાથજીના રથનું પ્રસ્થાન

જગન્નાથ મંદિરમાંથી સૌપ્રથમ ભગવાન જગન્નાથજીના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

07:14 July 01

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભગવાનના રથને ખેંચ્યો

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભગવાનના રથને ખેંચ્યો
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભગવાનના રથને ખેંચ્યો

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કર્યા પછી ભગવાન જગન્નાથજીના રથને ખેંચીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાન ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા.

07:03 July 01

મુખ્યપ્રધાને પહિંદ વિધિ કરી

મુખ્યપ્રધાને પહિંદ વિધિ કરી
મુખ્યપ્રધાને પહિંદ વિધિ કરી

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આ સાથે જ રથોનું જગન્નાથ મંદિરમાંથી પ્રસ્થાન થઈ ગયું છે. હવે આ રથ ગલીગલીઓમાંથી નીકળશે. આજે ભગવાન જગન્નાથજી સામે ચાલીને ભક્તોને દર્શન આપશે. એટલે ભક્તોમાં વિશેષ લાગણી જોવા મળી રહી છે.

06:28 July 01

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પહોંચ્યા જગન્નાથ મંદિર

ભક્તોમાં અનેરો ઉત્સાહ
ભક્તોમાં અનેરો ઉત્સાહ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જગન્નાથ મંદિર પહોંચ્યા છે. હવે ટૂંક જ સમયમાં પહિંદ વિધિ કરીને રથનું પ્રસ્થાન કરાશે.

06:27 July 01

ગજરાજ જગન્નાથ મંદિરે પહોંચ્યા

ગજરાજ જગન્નાથ મંદિર પહોંચ્યા
ગજરાજ જગન્નાથ મંદિર પહોંચ્યા

ભગવાન જગન્નાથજીની આ રથયાત્રામાં 14 ગજરાજો પણ જોડાશે. ત્યારે મંદિરમાં ગજરાજોનું આગમન થઈ ગયું છે.

05:25 July 01

ભગવાન જગન્નાથજીના બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરાયાં

ભગવાન જગન્નાથજીના બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરાયાં
ભગવાન જગન્નાથજીના બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરાયાં

ભગવાન જગન્નાથજી પછી તેમનાં બહેન સુભદ્રાજીને પણ રથમાં બિરાજમાન કરાયાં છે.

05:23 July 01

ભગવાન જગન્નાથજીને રથમાં બિરાજમાન કરાયા

ભગવાનને રથમાં બિરાજમાન કરાયા
ભગવાનને રથમાં બિરાજમાન કરાયા

ભગવાન જગન્નાથજીને રથયાત્રામાં બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

05:18 July 01

મંદિર પરિસરમાં પોલીસની સાથે આર્મીના જવાનો પણ સુરક્ષા માટે ખડેપગે

ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસની સાથે સાથે આર્મીના જવાનો પણ સુરક્ષા માટે ખડેપગે રહેશે.

04:53 July 01

જગન્નાથ મંદિર રોશનીથી ઝગમગી ઊઠ્યું

જગન્નાથ મંદિર રોશનીથી ઝગમગી ઊઠ્યું
જગન્નાથ મંદિર રોશનીથી ઝગમગી ઊઠ્યું

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પ્રસંગે સમગ્ર મંદિર રોશનીથી ઝગમગી ઊઠ્યું હતું.

04:53 July 01

મંદિર પરિસરમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત

જગન્નાથ મંદિરમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત
જગન્નાથ મંદિરમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત

જમાલપુર જગન્નાથ મંદિર ખાતે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ સાથે જ ભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

04:51 July 01

ભગવાન જગન્નાથજીની મંદિરમાં વહેલી સવારથી ભક્તોનો ધસારો

જગન્નાથ મંદિરમાં ભક્તોની ભીડ
જગન્નાથ મંદિરમાં ભક્તોની ભીડ

વ્હાલા ભગવાન જગ્નાથજીને વધાવવા માટે ભક્તો વહેલી સવારથી જ મંદિર પરિસરમાં પહોંચી ગયા છે. આખું પરિસર જય રણછોડ માખણચોર, મંદિરમાં કોણ છે રાજા રણછોડ છેના નાદથી ગૂંજી ઊઠ્યું છે.

04:39 July 01

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મંદિર પરિસરનું કર્યું નિરીક્ષણ

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી વહેલી સવારે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. અહીં તેમણે મંદિર પરિસરનું નિરીક્ષણ પણ કર્યું હતું.

04:24 July 01

કેન્દ્રિય ગૃહપ્રધાને જગન્નાથ મંદિરમાં વહેલી સવારે કરી મંગળા આરતી

કેન્દ્રિય ગૃહપ્રધાને કરી મંગળા આરતી
કેન્દ્રિય ગૃહપ્રધાને કરી મંગળા આરતી

અમદાવાદઃ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળશે. ત્યારે વહેલી સવારે 4 વાગ્યે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે જમાલપુર જગન્નાથ મંદિરમાં ભગવાનની મંગળા આરતી કરી હતી. તેવામાં મંદિર પરિસર પણ ભક્તોથી ખચોખચ ભરાઈ ગયું છે.

Last Updated :Jul 1, 2022, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.