ETV Bharat / state

જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મહેમદાવાદ તાલુકાના ગામો માટે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

author img

By

Published : Jan 19, 2021, 8:40 AM IST

ગુજરાત રાજયના ઉર્જા અને પેટ્રોકેમીકલ વિભાગ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ તથા મધ્ય ગુજરાત વિજ કંપની લીમીટેડના સંયુકત ઉપક્રમે ખેડા જિલ્‍લામાં મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડી ખાતે 9 ગામોના કિસાનો માટે મહેમદાવાદના ધારાસભ્ય અને જીલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણના હસ્‍તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

નમ
નમ

  • હવે કિસાનો સરળતાથી સિંચાઇનું પાણી લઇ દિવસે કામ કરી શકશે
  • મહેમદાવાદ તાલુકાના નવ ગામોને યોજનાનો લાભ મળશે
  • ખેડૂતોને દિવસે વિજળી પુરી પાડવા રાજ્ય સરકારનો નવિન અભિગમ

મહેમદાવાદઃ મુખ્‍યપ્રધાન વિજય રૂપાણી અને ગુજરાત રાજયના ઉર્જા અને પેટ્રોકેમીકલ વિભાગ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ તથા મધ્ય ગુજરાત વિજ કંપની લીમીટેડના સંયુકત ઉપક્રમે ખેડા જિલ્‍લામાં મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડી ખાતે 9 ગામોના કિસાનો માટે મહેમદાવાદના ધારાસભ્ય અને જીલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણના હસ્‍તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

ખેડૂતોને દિવસે વિજળી પુરી પાડવા રાજ્ય સરકારનો નવિન અભિગમ

અર્જુનસિંહ ચૌહાણે જણાવ્‍યું હતું કે ખેડૂતોને દિવસે વિજળી પુરી પાડવા ગુજરાત રાજય સરકાર દ્વારા નવીન અભિગમ અપનાવવામાં આવ્‍યો છે. અને તેના અનુસંધાને કિસાન સૂર્યોદય યોજનાનો અમલ ચાલુ કરેલો છે. ​આ યોજના થકી ખેડૂતોને દિવસે ખેતીવાડીના કામમાં સિંચાઇ માટે વીજ પૂરવઠો મળી રહેવાથી રાતના ઉજાગરા, વન્‍ય જીવ-જંતુના ભય અને શિયાળામાં ઠંડી, ચોમાસામાં પડતી મુશ્કેલીઓમાં કિસાનો મુક્તિ મેળવી શકશે. રાજય સરકાર કિસાનોને દરરોજ સતત આઠ કલાક વિજળી પુરી પાડશે.

etv bharat
જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મહેમદાવાદ તાલુકાના ગામો માટે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

મહેમદાવાદ તાલુકાના નવ ગામોને યોજનાનો લાભ મળશે
ખેડા જિલ્‍લાના મહેમદાવાદ તાલુકાના સુંઢા વણસોલ,વમાલી,વણસોલી,નવાગામ,દોલપુરા,સિહુંજ,કેસરા,નવચેતન અને અકલાચા એમ નવ ગામોને આજથી આ યોજનાનો લાભ મળશે. આ પ્રસંગે અગ્રણીઓ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ તથા મધ્ય ગુજરાત વીજ કંપની લિ.ના અધિકારીઓ-કર્મચારીઓ અને મોટી સંખ્‍યામાં ખેડૂત મિત્રો કોવિડ-19ના નિયમોને અનુસરીને હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.