ETV Bharat / state

ખેડાના સેવાલિયામાં 40 બેડના covid care centerનું લોકાર્પણ

author img

By

Published : Jun 4, 2021, 5:01 PM IST

ખેડાના સેવાલિયામાં 40 બેડના covid care centerનું લોકાર્પણ
ખેડાના સેવાલિયામાં 40 બેડના covid care centerનું લોકાર્પણ

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 40 બેડની અદ્યતન સુવિધા સાથેના covid care centerનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

  • પૂર્વ પ્રધાન ગોરધન ઝડફીયા દ્વારા લોકાર્પણ કરાયું
  • 3 doctor અને અધિક્ષક ઉપલબ્ધ રહેશે
  • તાલુકાના કોરોના સંક્રમિત નાગરિકો માટે સુવિધા ઉપલબ્ધ કરાવાઈ
    ખેડાના સેવાલિયામાં 40 બેડના covid care centerનું લોકાર્પણ

ખેડાઃ ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ખાતે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે covid care centerનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના કોરોના સંક્રમિત નાગરિકો સુવિધા મેળવી શકશે.

આ પણ વાંચોઃ કોરોનાના કેસમાં ઘટાડો થતાં નમો કોવિડ કેર સેન્ટર કરાયું બંધ

40 બેડની સુવિધા ધરાવતા અદ્યતન covid care centerનો પ્રારંભ

હાલની પરિસ્થિતિમાં કોરોના સંક્રમિત નાગરિકો માટે સામુહિક આરોગ્ય કેન્દ્રના ત્રીજા માળે 40 બેડની અદ્યતન સુવિધાઓ ધરાવતા covid care centerનું પૂર્વ પ્રધાન ગોરધન ઝડફીયા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સેન્ટરમાં 3 doctor અને અધિક્ષક ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચોઃ ગાંધીધામમાં KCIL અને માનવસેવા ટ્રસ્ટ બાલાશ્રમના સંયુક્ત ઉપક્રમે 60 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

તાત્કાલિક covid care centerનું લોકાર્પણ કરાયું

કેન્દ્ર સરકારના 7 વર્ષ શુસાસનના કાર્યક્રમોમાં ગરીબ પરિવારોને અનાજની કીટ વિતરણ કાર્યક્રમ વચ્ચે એકાએક જિલ્લા પંચાયત પ્રમુખ નયના પટેલ દ્વારા ગળતેશ્વર તાલુકાના નાગરિકો માટે covid care center શરૂ કરવા માટેનો વિચાર કરાયો હતો. જેમાં માત્ર 2 કલાક જેટલા સમય ગાળામાં covid care centerના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ ,ઉપપ્રમુખ મીનેષ પટેલ, મહામંત્રી વિપુલ પટેલ, નટુભા સોઢા, પાલી જિલ્લા પંચાયત સદસ્ય દીપેન પટેલ, અંગાડી જિલ્લા પંચાયત સદસ્ય એફ.યુ.ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ નમ્રતા પટેલ,સરપંચ પ્રણવ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.