ETV Bharat / state

નડિયાદ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈનો અભિવાદન સમારોહ યોજાયો

author img

By

Published : Jan 6, 2020, 4:17 AM IST

ખેડાઃ જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક અને નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનો ભવ્ય અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. તાજેતરમાં દેશના સર્વશ્રેષ્ઠ ધારાસભ્યના મળેલા સન્માન બદલ નડિયાદ નાગરિક અભિવાદન સમિતિ દ્વારા સમારોહ યોજવામાં આવ્યો હતો.

Greeting Ceremony Of Pankajbhai Desai
પંકજભાઈ દેસાઈનો અભિવાદન સમારોહ

નડિયાદ નાગરિક અભિવાદન સમિતિ દ્વારા વિધાનસભાના મુખ્યદંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં નડિયાદ શહેર સહિત સમગ્ર ચરોતર પ્રદેશના સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા અનેકવિધ રીતે સન્માન કરવામાં આવ્યું હતું. નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈને તાજેતરમાં એશિયાની સૌથી મોટી તબીબી ક્ષેત્રની સિક્સ સિગ્મા હેલ્થકેર એક્સેલેન્સ 2019 એવોર્ડ નવી દિલ્હી ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો.

પંકજભાઈ દેસાઈનો અભિવાદન સમારોહ

પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદાન અર્પણ કરનારા દેશના તમામ ધારાસભ્યો પૈકી એક માત્ર ધારાસભ્યને અપાતો એવોર્ડ પંકજભાઈ દેસાઈને પ્રાપ્ત થયો હતો. જે સમગ્ર નડિયાદ સહિત ગુજરાત માટે ગૌરવરૂપ ગણી શકાય. જેને લઇ સાક્ષર નગરીમાં નડિયાદ નાગરિક અભિવાદન સમિતિ દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ચરોતરમાંથી 350થી વધુ સમાજ, સંસ્થાઓ, સંગઠનો અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા અનેકવિધ રીતે પંકજભાઈ દેસાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અભિવાદન સમારોહમાં રાજકીય, ધાર્મિક અને સામાજીક ક્ષેત્રોના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Intro:નડિયાદ ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક અને નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનો ભવ્ય અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો.તાજેતરમાં દેશના સર્વશ્રેષ્ઠ ધારાસભ્યના મળેલા સન્માન બદલ નડિયાદ નાગરિક અભિવાદન સમિતિ દ્વારા સમારોહ યોજવામાં આવ્યો હતો.


Body:નડિયાદ નાગરિક અભિવાદન સમિતિ દ્વારા વિધાનસભાના મુખ્યદંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં નડિયાદ શહેર સહિત સમગ્ર ચરોતર પ્રદેશના સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા અનેકવિધ રીતે સન્માન કરવામાં આવ્યું હતું.નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈને તાજેતરમાં એશિયાની સૌથી મોટી તબીબી ક્ષેત્રની સિક્સ સિગ્મા હેલ્થકેર એક્સેલેન્સ 2019 એવોર્ડ નવી દિલ્હી ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો.પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદાન અર્પણ કરનારા દેશના તમામ ધારાસભ્યો પૈકી એક માત્ર ધારાસભ્યને અપાતો એવોર્ડ પંકજભાઈ દેસાઈને પ્રાપ્ત થયો હતો. જે સમગ્ર નડિયાદ સહિત ગુજરાત માટે ગૌરવરૂપ ધટના ગણી શકાય.જેને લઇ સાક્ષર નગરીમાં નડિયાદ નાગરિક અભિવાદન સમિતિ દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર ચરોતરમાંથી 350થી વધુ સમાજ,સંસ્થાઓ, સંગઠનો અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા અનેકવિધ રીતે પંકજભાઈ દેસાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.
અંભિવાદન સમારોહમાં રાજકીય,ધાર્મિક અને સામાજીક ક્ષેત્રોના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.