ETV Bharat / state

Kheda News: ખેડાની તમામ તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો, પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2023, 6:34 AM IST

ખેડાની તમામ તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો છે. તમામ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી છે. બુધવારના રોજ ખેડા જિલ્લાની મહુધા, ઠાસરા, ગળતેશ્વર અને નડિયાદ તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી હતી. ગળતેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપને 11 અને કોંગ્રેસને 7 મત મળ્યા છે.

election-of-president-and-vice-president-of-taluka-panchayat-in-kheda-district
election-of-president-and-vice-president-of-taluka-panchayat-in-kheda-district

ખેડાની તમામ તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો

ખેડા: ખેડા જિલ્લામાં આવેલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. ઠાસરા, મહુધા તાલુકા પંચાયત બિનહરીફ ચૂંટાયા છે. બીજી તરફ ગળતેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપને 11 અને કોંગ્રેસને 7 મત મળ્યા છે. તો નડિયાદ તાલુકા પંચાયતમાં પ્રમુખ બિનહરીફ આવ્યા છે તો ઉપપ્રમુખની પદ માટે ચૂંટણી યોજાઈ હતી.

પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી
પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

નડિયાદ તાલુકા પંચાયત: આ સાથે સાથે નડિયાદ તાલુકા પંચાયતમાં ભાજપના મેન્ડેટ મુજબ પ્રમુખ ઉપપ્રમુખ ચુંટાયા છે. પ્રમુખ પદે મેઘાબેન અલ્પેશભાઈ પટેલ, ઉપપ્રમુખ પદે શોભનાબેન નવીનભાઈ સોઢા પરમાર, કારોબારી ચેરમેન નીતાબેન મહેશભાઈ રાઠોડ, પક્ષના નેતા તરીકે પ્રતીક જયંતીલાલ ચૌહાણ અને દંડક તરીકે ઈશ્વરભાઈ રાયસીંગભાઇ પરમારને ચૂંટાયા છે. આ ચૂંટણીમાં પ્રમુખ પદ બિનહરીફ આવ્યા છે. જ્યારે ઉપપ્રમુખ માટે ભાજપના શોભનાબેન સોઢા પરમારને 17 તો કોંગ્રેસના ઉપપ્રમુખ માટે દાવેદારી નોંધાવેલા ઈશ્વરભાઈ સોઢાને 6 મત મળ્યા છે. આમ ઉપપ્રમુખ માટે ભાજપના શોભનાબેન સોઢા પરમાર ચુંટાઈ આવ્યા છે.

પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી
પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

મહુધા તાલુકા પંચાયત: મહુધા તાલુકા પંચાયતમાં ભાજપના મેન્ડેટ મુજબ બિનહરીફ ચૂંટણી થઈ છે. જેમાં પ્રમુખ પદે દક્ષાબેન મુકેશભાઈ દરબાર, ઉપપ્રમુખ પદે લક્ષ્મણભાઈ રત્નાભાઇ સોઢા પરમાર, કારોબારી ચેરમેન પદે ઇલાબેન ભૂપતસિંહ ઝાલા, પક્ષના નેતા તરીકે ઉદેસિંહ બુધાભાઈ સોઢા અને દંડક તરીકે મનિષાબેન સંજયકુમાર બારૈયાને ચૂંટાયા છે.

ઠાસરા તાલુકા પંચાયત: ઠાસરા તાલુકા પંચાયતમાં ભાજપે જે મેન્ડેટ આપ્યા છે તે મુજબ જ બીનહરીફ ચૂંટણી થઈ છે. જેમાં પ્રમુખ પદે ચંપાબેન ભૂપતસિંહ ડાભી, ઉપપ્રમુખ પદે ભરતભાઈ બચુભાઈ પટેલ, કારોબારી ચેરમેન તરીકે સુધાબેન દિનેશભાઈ પરમાર, પક્ષના નેતા તરીકે કૈલાશબેન રાજેશભાઈ ચાવડા અને દંડક તરીકે પારૂલબેન મહેશભાઈ પરમારને ચૂંટયા છે.

ગળતેશ્વર તાલુકા પંચાયત: ગળતેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપ દ્વારા જે મેન્ડેટ અપાયા હતા. તે મુજબ જ પ્રમુખ પદે જયંતીભાઈ રણછોડભાઈ પરમાર, ઉપપ્રમુખ પદે કૃતિશકુમાર પી પટેલ, કારોબારી ચેરમેન કિરીટભાઈ અભયસિંહ પરમાર, પક્ષના નેતા તરીકે અમૃતાબેન રાજેન્દ્રભાઈ મકવાણા અને દંડક તરીકે શાંતીબેન શનાભાઇ નાયકને ચૂંટાયા છે.

  1. Patan Jilla Panchayat : પાટણ જિલ્લા પંચાયતમાં સૌથી નાની વયના મહિલા પ્રમુખ ચૂંટાયા, ઉપપ્રમુખ કોણ બન્યું જાણો
  2. Kutch Taluka Panchayat : કચ્છની દસે દસ તાલુકા પંચાયત પર ભગવો લહેરાયો, હવે લખપત અને અબડાસા કોંગ્રેસમુક્ત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.