ETV Bharat / state

મુખ્ય દંડક પંકજ દેસાઇએ નડિયાદ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્‍યો

author img

By

Published : Jan 22, 2021, 6:56 PM IST

મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીની મહત્‍વકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ ગુજરાત રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ તથા મધ્ય ગુજરાત વિજ કંપની લીમીટેડના સંયુક્ત ઉપક્રમે ખેડા જિલ્‍લાના નડિયાદ વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજ દેસાઇના વરદ્ હસ્‍તે કરવામાં આવ્યો હતો.

કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ
કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

ખેડૂતોને દિવસે વિજળી પુરી પાડવા રાજય સરકાર દ્વારા નવીન અભિગમ

નડિયાદ તાલુકાના 10 ગામને આવરી લેવાયાં

1 વર્ષ સુધીમાં જિલ્લાના તમામ ગામોને આવરી લેવાશે

ખેડાઃ મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીની મહત્‍વકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ ગુજરાત રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ તથા મધ્ય ગુજરાત વિજ કંપની લીમીટેડના સંયુક્ત ઉપક્રમે ખેડા જિલ્‍લાના નડિયાદ વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજ દેસાઇના વરદ્ હસ્‍તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દંડક પંકજ દેસાઇએ જણાવ્‍યું હતું કે, ગત કેટલાક વખતથી રાજ્યના ખેડૂત મિત્રો દ્વારા દિવસે વિજળી આપવાની માગને રાજ્ય સરકારે સંતોષી ખેડૂતોને દિવસે વિજળી પુરી પાડવા નવીન અભિગમ અપનાવવામાં આવ્‍યો છે. જેના અનુસંધાને કિસાન સૂર્યોદય યોજનાનો અમલ કરવામાં આવ્યો છે.

ખેડૂતોને દિવસે વિજળી પુરી પાડવા રાજય સરકાર દ્વારા નવીન અભિગમ

​આ યોજના થકી ખેડૂતોને દિવસે ખેતીવાડીના કામમાં સિંચાઇ માટે વીજ પૂરવઠો મળી રહેવાથી રાતના ઉજાગરા, વન્‍ય જીવ-જંતુના ભય, શિયાળામાં ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ યોજના અંતર્ગત 1 વર્ષ સુધીમાં જિલ્લાના તમામ ગામોને આવરી લેવામાં આવશે.

ખેડા જિલ્‍લાના 10 ગામને આવરી લેવાયાં

​સાંસદ દેવુસિંહ ચૌહાણે લાલબહાદુર શાસ્ત્રીનું સ્મરણ કર્યું અને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું કે, આ યોજનાને સાકાર બનાવવા ખેડૂત મિત્રોએ જે સહકાર આપ્યો છે તે બદલ હું તેમનો આભારી છું. રાજય સરકારની કિસાન સૂર્યોદય યોજનાથી રાજ્યના મોટાભાગના ખેડૂત મિત્રોને લાભ મળશે. આ યોજનામાં ખેડા જિલ્‍લાના નડિયાદ તાલુકાના ડુમરાલ, પીપળાતા, ટુંડેલ, આખડોલ, ગુતાલ, ભુમેલ, નરસંડા, ઉત્તરસંડા, પીપલગ જેવા 10 ગામને આવરી લેવામાં આવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.