Atmanirbhar Gram yatra: CM Bhupendra Patel દ્વારા ખેડાથી પ્રારંભ કરાવાઇ

author img

By

Published : Nov 18, 2021, 5:35 PM IST

Atmanirbhar Gram yatra: CM Bhupendra Patel દ્વારા ખેડાથી પ્રારંભ કરાવાઇ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel ) આજે ખેડાના મહેમદાવાદથી ( CM Visit Today ) આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો ( Atmanirbhar Gram yatra ) પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાને એક ભારત શ્રેષ્ઠ ભારતના ( One India Best India ) સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ થવા સૌને હાકલ કરી હતી. દેશની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ઉજવાઇ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ ( Azadi Ka Amrut Mahotsav ) અંતર્ગત ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો ખેડા જિલ્લાના મહેમદાવાદથી રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે.

  • Atmanirbhar Gram yatra નો ખેડા જિલ્લાના મહેમદાવાદથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
  • ગામડાઓના સર્વાંગી વિકાસ થકી ગુજરાતને આત્મનિર્ભર બનાવવાનો અમારો સંકલ્પ છે : CM
  • વિવિધ કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ સહાય વિતરણ કરાયું

ખેડાઃ Atmanirbhar Gram yatra પ્રારંભે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel ) જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે આત્મનિર્ભર ગુજરાત હોવું જરૂરી છે. રાજ્ય સરકારની પ્રજા કલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી અને ગામડાઓ સુધી આત્મનિર્ભર ગ્રામ વિકાસ યાત્રાના માધ્યમથી પહોંચાડવાનો આ પ્રયાસ છે.

વિવિધ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત તેમજ સહાય વિતરણ

મુખ્યપ્રધાને ભુપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ગ્રામ યાત્રા ( Atmanirbhar Gram yatra ) રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તે પહેલાં ખેડા જિલ્લામાં વિવિધ વિભાગોના રૂ.53.39 કરોડના 1936 જેટલા કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવા સાથે વિવિધ 3406 લાભાર્થીઓને રૂ. 2.82 કરોડના યોજનાકીય લાભોના ચેક,લોન સહાયનું વિતરણ કર્યું હતું.તેમજ મુખ્ય પ્રધાને યોજનાકીય સ્ટોલ અને પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. વિવિધ સ્ટોલની મુલાકાત લઇ માહિતી મેળવી હતી.

કેન્દ્રીયપ્રધાન દેવુસિંહ ચૌહાણ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં

આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન દેવુસિંહ ચૌહાણ,ગ્રામ વિકાસ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ, ગ્રામ વિકાસ રાજ્ય પ્રધાન બ્રિજેશ મેરજા, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી,પ્રદેશ અગ્રણી ગોરધનભાઈ ઝડફિયા સહિત અગ્રણીઓ અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ

આ પણ વાંચોઃ જર્મનીના એમ્બેસેડરે ખેડાના ઢુંડી ગામે વિશ્વની પ્રથમ સૌર ઉર્જા સહકારી મંડળીની લીધી મુલાકાત

આ પણ વાંચોઃ ખેડામાં મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ યોજી Jan Ashirvad Yatra, કહ્યું- કોંગ્રેસ પાસે આક્ષેપબાજી કર્યા સિવાય કંઈ કામ નથી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.