ખેડામાં મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ યોજી Jan Ashirvad Yatra, કહ્યું- કોંગ્રેસ પાસે આક્ષેપબાજી કર્યા સિવાય કંઈ કામ નથી

author img

By

Published : Oct 1, 2021, 10:03 AM IST

ખેડામાં મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ યોજી Jan Ashirvad Yatra, કહ્યું- કોંગ્રેસ પાસે આક્ષેપબાજી કર્યા સિવાય કંઈ કામ નથી

પ્રજાના પ્રશ્નોને જાણવા અને ભાજપ સરકારે (BJP Government) કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર રાજ્યમાં જનઆશીર્વાદ યાત્રાનું (Jan Ashirvad Yatra) આયોજન કર્યું છે, જે અંતર્ગત ખેડા જિલ્લામાં પણ મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની (Revenue Minister Rajendra Trivedi) જન આશીર્વાદ યાત્રા (Jan Ashirvad Yatra) યોજાઈ હતી. જ્યારે જિલ્લાના ઠેરઠેર વિસ્તારમાં આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ મહેસુલ પ્રધાને કોરોના કાળમાં ભાજપના કાર્યકર્તાઓએ કરેલી કામગીરીને બિરદાવી હતી.

  • ખેડા જિલ્લામાં મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની (Revenue Minister Rajendra Trivedi) જન આશીર્વાદ યાત્રા (Jan Ashirvad Yatra) યોજાઈ
  • ઠેરઠેર જન આશીર્વાદ યાત્રાનું (Jan Ashirvad Yatra) ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
  • યાત્રા જિલ્લાના કઠલાલથી શરૂ થઈ હતી, જ્યાં જાહેર સભા સાથે શરૂઆત બાદ યાત્રા આગળ વધી હતી

ખેડાઃ જિલ્લામાં મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની (Revenue Minister Rajendra Trivedi) જન આશીર્વાદ યાત્રા (Jan Ashirvad Yatra) યોજાઈ હતી, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા (BJP state vice president Gordhan Zadafia) સહિત સ્થાનિક ભાજપના આગેવાનો (Local BJP Leaders) ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાના વડથલ તેમ જ મહુધામાં અગ્રણીઓ, કાર્યકરો તેમ જ નાગરિકોએ આ યાત્રાનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મહુધામાં જાહેર સભા યોજાઈ હતી, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમ જ કોરોના કાળમાં કામગીરી અંગે જણાવી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

યાત્રા જિલ્લાના કઠલાલથી શરૂ થઈ હતી, જ્યાં જાહેર સભા સાથે શરૂઆત બાદ યાત્રા આગળ વધી હતી
યાત્રા જિલ્લાના કઠલાલથી શરૂ થઈ હતી, જ્યાં જાહેર સભા સાથે શરૂઆત બાદ યાત્રા આગળ વધી હતી

આ પણ વાંચો- રાજકોટમાં જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રિય પ્રધાન રૂપાલા રહ્યા હાજર, કહ્યું- ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ચલાવી નહીં લેવાય

લોકપ્રશ્નોના ઉકેલની કામગીરી માટે સરકાર પ્રતિબદ્ધ: મહેસુલ પ્રધાન

મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Revenue Minister Rajendra Trivedi) કોરોનાકાળમાં ભાજપ કાર્યકરોની કામગીરીને બિરદાવી હતી. તેમણે આશીર્વાદ યાત્રાના માધ્યમથી લોકો અને કાર્યકરોને મળી કાર્યકરોના સૂચનો તેમ જ લોકોના પ્રશ્નો સાંભળી લોકપ્રશ્નોના ઉકેલની કામગીરી કરવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ વર્ષ 2022માં ફરીથી ભાજપના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કોરોના કાળમાં ઓક્સિજનના અભાવે થયેલા મોત બાબતે કોંગ્રેસે કરેલા આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ કામ નહીં માત્ર આક્ષેપબાજી કરે છે.

ઠેરઠેર જન આશીર્વાદ યાત્રાનું (Jan Ashirvad Yatra) ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

આ પણ વાંચો- આજથી સુરત જિલ્લામાં Jan Ashirwad Yatraની શરૂઆત

બપોરે સિંહુજના વિરેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થઈ હતી જન આશીર્વાદ યાત્રા

બપોરે વિરામ બાદ જન આશીર્વાદ યાત્રા સિહુંજના વિરેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થઈ વાંઠવાડી તથા મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિર તથા ખેડા ચોકડી પહોંચી હતી. ત્યારબાદ માતરમાં જાહેર સભા યોજાઈ હતી. યાત્રા સંધાણા ચોકડીએ પહોંચી ત્યાંથી ડભાણ હાઈવે પર યાત્રાનું સ્વાગત થયું હતું અને ત્યારબાદ આ યાત્રા પૂર્ણ થઈ હતી. જન આશીર્વાદ યાત્રા વિવિધ ગામ અને શહેરમાંથી પસાર થતા કાર્યકરો અને નાગરિકો તેમ જ વિવિધ મંડળો અને સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.