જન્માષ્ટમીને લઇને ખેડાના ડાકોર મંદિરમાં ઉત્સાહનો માહોલ, મંદિર રોશનીથી ઝળહળ્યું

author img

By

Published : Aug 30, 2021, 9:38 AM IST

જન્માષ્ટમીને લઇને ખેડાના ડાકોર મંદિરમાં ઉત્સાહનો માહોલ, મંદિર રોશનીથી ઝળહળ્યું

'હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી' ના નાદ સાથે ભક્તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે ભારે ઉલ્લાસ અને ભક્તિ ભાવપૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. જેને લઇને ડાકોર મંદિરમાં ધામધૂમ જોવા મળી રહી છે. મંદિરને રંગબેરંગી આકર્ષક રોશનીથી સજાવવામાં આવ્યું છે.

  • રણછોડરાયજી મંદિર રોશનીથી ઝળહળ્યું
  • જન્માષ્ટમી પર્વને લઈ ભારે ઉત્સાહ
  • 200ની સંખ્યામાં ભાવિકોને દર્શન માટે મંદિરમાં પ્રવેશ અપાશે

ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે ભારે ઉલ્લાસ અને ભક્તિ ભાવપૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવે છે. ડાકોર ખાતે હાલ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેને લઈ મંદિરને રંગબેરંગી આકર્ષક રોશનીથી સજાવવામાં આવ્યું છે. યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈને રણછોડરાયજી મંદિરમાં ભારે ઉત્સાહ અને ધામધૂમ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: પાટણમાં ઉજવાય છે અનોખી જન્માષ્ટમી, જાણો શું છે પાટલા કાનુડાનું અનેરૂ મહત્વ, માત્ર એક ક્લિકમાં...

રણછોડરાયજી મંદિર રોશનીથી ઝળહળ્યું

ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની ભક્તિ ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર મંદિર પરિસરને ઝગમગાટ અને આકર્ષક ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે. રણછોડરાયજીના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવવા સાથે રોશનીથી સુશોભિત મંદિરને નિહાળી ભાવવિભોર બની રહ્યા છે.

200 ની સંખ્યામાં ભાવિકોને દર્શન માટે મંદિરમાં પ્રવેશ અપાશે

યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમી પર્વે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે, ત્યારે કોરોના સંક્રમણને લઈ મંદિરમાં કોવિડ નિયમોના પાલન સાથે 200ની સંખ્યામાં ભાવિકોને દર્શન માટે પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: જન્માષ્ટમી નિમિત્તે વડોદરાના ગાયક કલાકાર અતુલ પુરોહિતનો ભગવાન શ્રીકૃષ્ણને પત્ર

મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે

યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિર ખાતે જન્માષ્ટમી પર્વ પર વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ સરળતાથી દર્શનનો લાભ લઇ શકે તે માટેનું આગવું આયોજન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.