ETV Bharat / state

Alpesh Thakor કોરોના જાગૃતિ માટે ખેડા જિલ્લાની મુલાકાતે

author img

By

Published : Jun 18, 2021, 9:00 PM IST

કોરોના ( corona awareness ) અંગે સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોરે ( Alpesh Thakor ) ખેડા જિલ્લાની મુલાકાત લીધી હતી.જિલ્લાના કપડવંજ શહેર તેમજ તાલુકાના ગામમાં લોકોને મળી કોરોના સંક્રમણ સામે જાગૃત બનવા અપીલ કરી હતી.

Alpesh Thakor કોરોના જાગૃતિ માટે ખેડા જિલ્લાની મુલાકાતે
Alpesh Thakor કોરોના જાગૃતિ માટે ખેડા જિલ્લાની મુલાકાતે

  • કપડવંજ શહેર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ
  • વેક્સિન લેવા તેમજ કોવિડ નિયમોનું સંપૂર્ણ પાલન કરવા અપીલ
  • ત્રીજી લહેરને લઈ જાગૃતિ જરૂરી : Alpesh Thakor


    ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર ( Alpesh Thakor ) ખેડા જિલ્લાની મુલાકાત લઈ કપડવંજ શહેર અને તાલુકામાં લોકોને મળી કોરોના ( corona awareness ) અંગે જાગૃત બનવા લોકોને અપીલ કરી હતી. તેમણે વેક્સિન લેવા તેમજ કોવિડ નિયમોનું સંપૂર્ણ પાલન કરવા અપીલ કરી હતી. કપડવંજ શહેરમાં તેમજ તાલુકાના બાપુજીના મુવાડા ગામે આગેવાનો અને લોકોને મળ્યાં હતાં.લોકોને જાગૃત બની વેક્સિન લેવા તેમજ કોવિડ નિયમોના પાલન અંગે અપીલ કરી હતી.
    કપડવંજ શહેર તેમજ તાલુકાના ગામમાં લોકોને મળી કોરોના સંક્રમણ સામે જાગૃત બનવા અપીલ કરી
    કપડવંજ શહેર તેમજ તાલુકાના ગામમાં લોકોને મળી કોરોના સંક્રમણ સામે જાગૃત બનવા અપીલ કરી


    આ પણ વાંચોઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે અરવલ્લીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે કરી મુલાકાત, માસ્ક પહેર્યા વગર સંબોધી સભા

    ત્રીજી લહેરને લઈ જાગૃતિ જરૂરી : અલ્પેશ ઠાકોર
    હાલ રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી રહી છે.જો કે સંભવિત ત્રીજી લહેર અંગે પણ સાવધાની ( corona awareness ) રાખવી જરૂરી છે.જેને લઈ વધુને વધુ લોકો રસી લે તેમજ જાગૃત બની ચુસ્તતાથી કોવિડ ગાઈડલાઈનનું પાલન કરે તે અતિ આવશ્યક છે.જેને લઈ લોકોને જાગૃત કરવા અત્યાર સુધી રાજ્યના 70 જેટલા તાલુકાની મુલાકાત લઈ લોકોને મળ્યો છું. જે અંતર્ગત ખેડા જિલ્લાની મુલાકાત લઈ કપડવંજ શહેર અને તાલુકાના ગામોના લોકોને મળ્યો હતો.તેમ અલ્પેશ ઠાકોરે ( Alpesh Thakor ) જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે અલ્પેશ ઠાકોરની જંગી સભા યોજાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.