ETV Bharat / state

મહેમદાવાદમાં દેશનું સૌથી ભવ્ય સિદ્ધિ વિનાયક મંદિર છે શ્રદ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર

author img

By

Published : Sep 10, 2019, 9:26 AM IST

ખેડાઃ મહેમદાવાદમાં ગણેશજીની મુખાકૃતિનું વિશિષ્ઠ સ્થાપત્ય ધરાવતુ અનોખું તેમજ દેશનું સૌથી મોટું સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે. જે શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને વિશિષ્ઠ સ્થાપત્યને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ઘાળુઓ દર્શનાર્થે આવી ધન્યતા અનુભવે છે.

gorgeous-sidhhi-vinayaka-temple-

અમદાવાદ-મહેમદાવાદ હાઈવે પર મહેમદાવાદમાં વાત્રક નદીના કિનારે દેશનું આ સૌથી વિશાળ સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે. મંદિર તેના વિશિષ્ઠ સ્થાપત્યને કારણે જાણીતું બન્યું છે. સમગ્ર મંદિર ભગવાન ગણેશજીની વિશાળ મુખાકૃતિ આકારનુ ચાર માળનું છે.

મહેમદાવાદમાં દેશનું સૌથી ભવ્ય સિદ્ધિ વિનાયક મંદિર છે શ્રદ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર

આ સિદ્ધિ વિનાયક મંદિરનું નિર્માણ પુરોહિત પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. નરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા તેમની માતા ડાહીબાની ભગવાન સિદ્ધિ વિનાયક પ્રત્યેની અપાર શ્રદ્ધા અને ભક્તિથી પ્રેરીત થઈ આ મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યું હતું.

મુંબઇના સિદ્ધિ વિનાયક મંદિરથી જયોત લાવી વાત્રક નદીના કિનારે અંદાજે રૂ.14 કરોડના ખર્ચે 6 લાખ સ્કવેર ફીટના વિસ્તારમાં બનાવાયું છે. જેનું નિર્માણ કાર્ય એક વર્ષ સુધી ચાલ્યું હતું. આ ચાર માળ જેટલું વિશાળ મંદિર 120 ફીટ લંબાઈ, 71 ફીટ ઉંચાઈ અને 80 ફીટ પહોળાઈ ધરાવે છે. 56 ફીટની ઉંચાઈએ મંદિરના ચોથા માળે ભગવાન સિદ્ધિ વિનાયકની પ્રતિમા સ્થાપિત થયેલ છે.

એક માતાની અપાર શ્રદ્ધાને પરિણામે નિર્મિત થયેલું આ અનોખું મંદિર હાલ અનેકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. લોકપ્રિય અને જાણીતું ભવ્ય દેવસ્થાન બન્યું છે. અહીં મંગળવારે તથા ગણેશ ચતુર્થી તેમજ વિવિધ તહેવારો પર દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં ભકતોની ભીડ ઉમટે છે.

Intro:Aprvd by Desk
ખેડા જીલ્લાના મહેમદાવાદમાં ગણેશજીની મુખાકૃતિનું વિશિષ્ઠ સ્થાપત્ય ધરાવતુ અનોખું તેમજ દેશનું સૌથી મોટું સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે.જે શ્રદ્ધાળુઓ માટે આસ્થા તેમજ તેના વિશિષ્ઠ સ્થાપત્યને કારણે આકર્ષણનુ કેન્દ્ર બન્યું છે.


Body:અમદાવાદ-મહેમદાવાદ હાઈવે પર મહેમદાવાદમાં વાત્રક નદીના કિનારે દેશનું આ સૌથી વિશાળ સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે.મંદિર તેના વિશિષ્ઠ સ્થાપત્યને કારણે જાણીતું બન્યું છે.સમગ્ર મંદિર ભગવાન ગણેશજીની વિશાળ મુખાકૃતિ આકારનુ ચાર માળનું છે.
આ સિદ્ધિ વિનાયક મંદિરનું નિર્માણ પુરોહિત પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.નરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા તેમની માતા ડાહીબા ની ભગવાન સિદ્ધિ વિનાયક પ્રત્યેની અપાર શ્રદ્ધા અને ભક્તિથી પ્રેરિત થઈ આ મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યું.મુબઇના સિદ્ધિ વિનાયક મંદિરથી જયોત લાવી વાત્રક નદીના કિનારે અંદાજે રૂ.૧૪ કરોડના ખર્ચે ૬ લાખ સ્કવેર ફીટના વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે.જેનું નિર્માણ કાર્ય એક વર્ષ સુધી ચાલ્યું હતું.આ ચાર માળ જેટલું વિશાળ મંદિર ૧૨૦ ફીટ લંબાઈ,૭૧ ફીટ ઉચાઈ અને ૮૦ ફીટ પહોળાઈ ધરાવે છે.૫૬ ફીટની ઉચાઈએ મંદિરના ચોથા માળે ભગવાન સિદ્ધિ વિનાયકની પ્રતિમા સ્થાપિત થયેલ છે.
એક માતાની અપાર શ્રદ્ધાને પરિણામે નિર્મિત થયેલું આ અનોખું મંદિર હાલ અનેકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.લોકપ્રિય અને જાણીતું ભવ્ય દેવસ્થાન બન્યું છે.
અહીં મંગળવારે તથા ગણેશ ચતુર્થી તેમજ વિવિધ તહેવારો પર દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં ભકતોની ભીડ ઉમટે છે.
બાઈટ-1 ચારૂ શુક્લ, શ્રદ્ધાળુ
બાઈટ-2 મહંત, સિદ્ધિવિનાયક મંદિર



Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.