ETV Bharat / state

ઉના તાલુકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 5ના મોત, તાત્કાલિક સ્મશાન ઊભું કરાયું

author img

By

Published : Apr 16, 2021, 1:19 PM IST

Updated : Apr 16, 2021, 2:11 PM IST

ઉનામાં કરોનાથી મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર માટે અલગ સ્મશાનની વ્યવસ્થા માત્ર 24 કલાકમાં ઉભી કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્યએ નગરપાલિકાના કર્મચારીઓને સાથે રાખી હાલ કાર્યરત મોહનસુખ ધામ સ્મશાનની બાજુમાં આવેલા મેદાન તાત્કાલિક JCB દ્વારા સફાઇ કરાવામાં આવી હતી અને તેમા અગ્નિદાહ માટે 2 ખાટલાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

una
una

  • ઉના તાલુકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 5ના મોત
  • તાત્કાલિક બે ખાટલાવાળા સ્મશાનની વ્યવસ્થા ઉભી કરાઇ
  • ઉનામાં કોરોનાનાં કેસ વધતા બજારો સેનિટાઇઝ કરાઇ હતી

ગીર સોમનાથ : ઉના તાલુકાના લોકો પોતાના સ્વજનો જો કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓને આ સ્મશાનમાં અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. ઉના, ગીરગઢડા તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે અને કોરોનાથી મોત પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. તાલુકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 5ના મોત થયા હોવાનું જાણવા મળ્યુ છે.

ઊનાહ
ઊના

કોરોનાના દર્દીઓમાં વધારો થતા તમામ 22 બેડ ફુલ થઇ ગયા

ખાનગી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓની સારવાર માટે બે દિવસ પહેલા શરૂ કરવામાં આવી હતી. જેમાં આજે શુક્રવારે કોવિડ હોસ્પિટલમાં 22 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. કોરોનાના દર્દીઓમાં વધારો થતા તમામ 22 બેડ ફુલ થઇ ગયા હતા અને આ તમામ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે.

સેનિટાઈઝેશન
સેનિટાઈઝેશન

આ પણ વાંચો : ખેડામાં કોરોનાનો બ્લાસ્ટ, ગુરુવારે નોંધાયા નવા 49 કેસ

ઉના શહેરી આરોગ્ય કેન્દ્રનાં અર્બન સેન્ટરમાં 3 કર્મીને કોરોના પોઝિટિવ

ઉના શહેરી આરોગ્ય કેન્દ્રના અર્બન સેન્ટરમાં કોરોના ટેસ્ટ માટે સવારથી જ લોકોની લાંબી કતાર જોવા મળતી હોય છે, ત્યારે અર્બન સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારી પોતાના જીવના જોખમે કામગીરી કરતા હોય છે. જેમાં 3 કર્મચારી કોરોના પોઝિટિવ આવતા ભયનો માહોલ ફેલાયો હતો. જ્યારે શહેરમાં 6 દિવસમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યુ હતું. તેમ છતાં પણ કોરોનાના રોજીંદા 50 કેસો આવતા હોવાનું તબીબો દ્વારા જાણવા મળ્યું છે તેમજ ઉનામાં શરૂ થયેલી 22 બેડની કોવિડ હોસ્પીટલનો પ્રારંભ થતાની સાથે જ પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા હોઈ હાલ એક પણ બેડ ખાલી નથી. તેમજ 22 બેડની કોવિડ હોસ્પિટલમાં તબીબ સહીત 25નો સ્ટાફ ખડેપગે સેવા કરી રહ્યો છે.

આ પણ વાંચો : નવસારીમાં કોરોના વિસ્ફોટ, ગુરુવારે એકી સાથે 75 કેસ નોંધાયા

ડોળાસા નજીકના કાણકીયામાં કોરોનાએ દંપતીનો ભોગ લીધો

ડોળાસાની 4 કિમીના અંતરે આવેલા કાણકિયા ગામમાં આશરે 2500ની વસ્તી છે અને થોડા દિવસથી કોરોનાએ કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. હાલ 15 કેસ એક્ટિવ છે, જ્યારે ગુરૂવારે કોરોનાગ્રસ્ત દંપતીનું મોત થયું છે. આ ઉપરાંત એક રત્નકલાકારનું પણ હૃદયરોગના હુમલાથી મોત થતા આ ગામમાં એક દિવસમાં 3 લોકોના મોતના સમાચારથી ગામમાં દુ:ખનો માહોલ સર્જાયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આ ગામમાં યોગ્ય કામગીરી કરી લોકોને પણ જાગૃત કરવામાં આવે તે જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પંથકમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેમાં ખાસ કરીને ડોળાસા, પાંચપીળવા, કાણકિયાનો સમાવેશ થાય છે. લોકો હવે તકેદારી રાખશે તો જ કોરોના ચેઇન તૂટશે.

મૃતક દંપતી
મૃતક દંપતી
Last Updated :Apr 16, 2021, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.