ETV Bharat / state

ખેડાના કપડવંજ ખાતે 4.33 કરોડના વિકાસ કાર્યનું થયુ લોકાર્પણ

author img

By

Published : Dec 10, 2020, 8:09 PM IST

ખેડાના કપડવંજ ખાતે 4.33 કરોડના વિકાસ કાર્યનું થયુ લોકાર્પણ
ખેડાના કપડવંજ ખાતે 4.33 કરોડના વિકાસ કાર્યનું થયુ લોકાર્પણ

ખેડાના કપડવંજ ખાતે નગર સેવા સદનના ઉપક્રમે ગુરુવારે રૂ.૪ કરોડ ૩૩ લાખના વિકાસકાર્યોનું શાસ્ત્રોક્ત વિધિથી લોકાર્પણ કરવામાં આવ્યુ છે. જિલ્લા ભાજપના પ્રમુખ અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યુ છે. આ પ્રસંગ ગુજરાત વિધાનસભાના દંડક પંકજ દેસાઈની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.

  • કપડવંજ ખાતે 4.33 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ
  • પાણીની ટાંકી, અદ્યતન એમ્બ્યુલન્સ અને તળાવ બ્યુટીફિકેશન કાર્યનું લોકાર્પણ
  • ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કરાયુ લોકાર્પણ

ખેડાઃ જિલ્લાના કપડવંજ ખાતે નગર સેવા સદનના ઉપક્રમે ગુરુવારે રૂ.૪ કરોડ ૩૩ લાખના વિકાસકાર્યોનું શાસ્ત્રોક્ત વિધિથી લોકાર્પણ કરવામાં આવ્યુ છે. જિલ્લા ભાજપના પ્રમુખ અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના દંડક પંકજ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

ખેડાના કપડવંજ ખાતે 4.33 કરોડના વિકાસ કાર્યનું થયુ લોકાર્પણ

“સૌનો સાથ સૌનો વિકાસ”ના સૂત્ર દ્વારા થાય છે વિકાસલક્ષી કાર્યો

આ પ્રસંગે અર્જુન સિંહ ચૌહાણે ભાજપ સરકારના સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર દ્વારા વિવિધ વિકાસલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે. તેમ જણાવીને સ્વાસ્થ્યને અનુલક્ષીને અધ્યતન એમ્બ્યુલન્સ અને તળાવ બ્યુટીફિકેશન કાર્યને પ્રજાને અર્પણ કરવામાં આવી રહ્યું છે. તે તરફ અંગુલિનિર્દેશ કર્યો હતો. જળ એજ જીવન સૂત્રોને ચરિતાર્થ કરતી ઓવરહેડ આરસીસી પાણીની ટાંકી દ્વારા લોકોને પાણી પુરવઠાની સવલત ઉપલબ્ધ થશે. તે સૌને ઉપયોગી થનારી છે. તે માટે આયોજકોને ધન્યવાદ આપ્યા હતા. તેમજ આગામી દિવસોમાં પણ સરકાર દ્વારા આવા જ વિકાસ કાર્યો થતા રહેશે તેવી ખાતરી આપી હતી.

શહેરના અધિકારીઓ અને અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

આ પ્રસંગે કપડવંજના પ્રાંત ઓફિસર અને આસિસ્ટન્ટ કલેકટર મીરાંત પરીખ, કપડવંજ નગર સેવા સદનના પ્રમુખ પંકજ પટેલ, ઉપપ્રમુખ ઈમ્તિયાઝ શેખ, કારોબારી ચેરમેન દક્ષેશ કંસારા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોપાલ શાહ, મહામંત્રી વિપુલ પટેલ, મંત્રીઓ નિલેષ પટેલ, વિવેક પટેલ તથા શહેર અને તાલુકાના ભાજપ અગ્રણીઓ તથા નગરસેવકો અને નગરપાલિકા એન્જિનિયર વિષ્ણુ પટેલ તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીગણ તથા શહેરના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.