Bihar Election Results 2025

ETV Bharat / state

World Wildlife Day 2023: સાસણ ગીરમાં માતા સાથે મસ્તી કરતાં 2 બાળસિંહનો વીડિયો આવ્યો સામે

જૂનાગઢના સાસણ ગીર વિસ્તારમાં સિંહણ તેના બચ્ચા સાથે મસ્તી કરતી હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જોકે, આવો નજારો જોવાનો લ્હાવો ક્યારેક જ મળતો હોય છે.

World Wildlife Day 2023: સાસણ ગીરમાં માતા સાથે મસ્તી કરતાં 2 બાળસિંહનો વીડિયો આવ્યો સામે
World Wildlife Day 2023: સાસણ ગીરમાં માતા સાથે મસ્તી કરતાં 2 બાળસિંહનો વીડિયો આવ્યો સામે
author img

By

Published : March 3, 2023 at 5:44 PM IST

Choose ETV Bharat
માતા બાળ સિંહોને આપી રહી છે શિખામણ

જૂનાગઢઃ આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ વન્યજીવ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સાસણ ગીર વિસ્તારમાં માતા સિંહણ સાથે 2 સિંહબાળનો વીડિયો સામે આવ્યો છે. માતા સાથે મસ્તીની પળો વિતાવતા સિંહ બાળનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર કરીમ કડીવાર ના કેમેરામાં કેદ થયો છે.

આ પણ વાંચોઃ Sakkarbagh Zoo : વર્ષના પ્રારંભે જ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં સિંહ બાળનો જન્મ થાય તેવી ઉજળી શક્યતા

વિશ્વ વન્ય જીવ દિવસ સિંહની મસ્તીનો વિડીયો આવ્યો સામેઃ આજે સમગ્ર વિશ્વમાં વન્યજીવ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે સાસણ જંગલ વિસ્તારમાં માતા સિંહણ સાથે બે સિંહબાળ ખૂબ જ મસ્તી કરતા હોય તે પ્રકારનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈ લોકોને અનેરો આનંદ મળી રહ્યો છે. આ વીડિયો વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર કરીમ કડીવારના કેમેરામાં કેદ થયો છે. વીડિયો ખૂબ જ અદભુત અને જંગલની વચ્ચે પણ કઈ રીતે જીવન ખૂબ જ વાસ્તવિક રીતે જીવી શકાય છે તે વીડિયોમાં દેખાઈ રહ્યું છે..

વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વીડિયો કરાયો જાહેર
વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વીડિયો કરાયો જાહેર

માતા બાળ સિંહોને આપી રહી છે શિખામણઃ માતા સિંહણ તેના 2 બચ્ચાને જંગલના નિયમો બિલકુલ સહજતાથી અને રમત કરાવતા શીખવાડી રહી હોય તે પ્રકારની પ્રવૃત્તિ વીડિયોમાં જોવા મળી રહી છે. જોકે, આ વીડિયો થોડા સમય પહેલાનો છે, પરંતુ ફોટોગ્રાફર કરીમ કડીવાર સાસણ જંગલ વિસ્તારની મુલાકાતે હતા તે સમયે તેમને સિંહ બળનો માતા સાથેનો મસ્તી કરતો વિડિયો કેમેરામાં કંડારવાની તક મળી હતી

આ પણ વાંચોઃ Rajkot Pradyuman Park: સિંહણને ત્યાં પારણું બંધાયું, 'સ્વાતી' આપ્યો બેબી લાયનને જન્મ

વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વીડિયો કર્યો જાહેરઃ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર કરીમ કડીવાર છેલ્લા ઘણા સમયથી સમયાંતરે સાસણ ગીર અને અભયારણ્યની મુલાકાતે આવતા હોય છે. ત્યારે તેમની પાછલી મુલાકાતમાં આ પ્રકારનો વીડિયો કેમેરામાં કંડારવાની તેમને તક મળી હતી, જે પ્રકારે માતા સિંહણ સાથે 2 સિંહબાળ મસ્તી કરી રહ્યા છે. તે જોવાનો લ્હાવો ભાગ્યે જ જોવા મળતો હોય છે. ત્યારે આજે વિશ્વ વન્યજીવ દિવસે આ વીડિયો સામે આવ્યો છે. તેમાં જંગલની નિર્દયતાને બિલકુલ સહજતાથી કઈ રીતે જોઈ શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ માતા સિંહણની સાથે 2 સિંહ બાળ પૂરું પાડી રહ્યા છે.