ETV Bharat / state

World Obesity Day: જૂનાગઢના ડોક્ટરે આપ્યા મેદસ્વિતાથી બચવાના ઉપાય, વધતું પ્રમાણ ચિંતાજનક

author img

By

Published : Mar 3, 2023, 8:17 PM IST

World Obesity Day: જૂનાગઢના ડોક્ટરે આપ્યા મેદસ્વિતાથી બચવાના ઉપાય, વધતું પ્રમાણ ચિંતાજનક
World Obesity Day: જૂનાગઢના ડોક્ટરે આપ્યા મેદસ્વિતાથી બચવાના ઉપાય, વધતું પ્રમાણ ચિંતાજનક

આવતીકાલે 4 માર્ચને વિશ્વ મેદસ્વિતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આપણા દેશમાં પણ મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે. તેવામાં જૂનાગઢના તબીબે આ અંગે મહત્વની સલાહ આપી હતી.

ઘર સુધી પહોંચી ગયો મેદસ્વિતાનો રોગ

જૂનાગઢઃ પશ્ચિમના દેશોમાં જોવા મળતો મેદસ્વિતા અને ત્યારબાદ થતા રોગો હવે ધીમેધીમે આપણી વચ્ચે પણ પ્રવેશી ગયા છે. એક સમયે પશ્ચિમના દેશો અને ખાસ કરીને યુરોપમાં મેદસ્વિતાનું પ્રમાણ ચિંતાજનક રીતે જોવા મળતું હતું, પરંતુ હવે યુરોપની આ સમસ્યા આપણા ઘરના આંગણા સુધી આવીને ઊભી રહી ગઈ છે. સમય રહેતા મેદસ્વિતાને લઈને ચિંતાની સાથે ચિંતન નહીં કરવામા આવે તો યુરોપની આ સમસ્યા આપણા ઘરમાં સાર્વત્રિક બનતો જોવા મળશે. આ અંગે ETV Bharatના સંવાદદાતાએ તબીબ સાથે વાત કરતા તેમણે મહત્વની સલાહ આપી હતી.

આ પણ વાંચોઃ World Cancer Day 2023: નખમાં પણ રોગ ના હોય એવા સૌરાષ્ટ્રના લોકોમાં સૌથી વધારે કેન્સર

વિશ્વ મેદસ્વિતા દિવસઃ દર વર્ષે 4 માર્ચે મેદસ્વિતા દિવસ મનાવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં મેદસ્વિતા હવે અજગરી ભરડો લેતી જોવા મળે છે. એક સમયે પશ્ચિમી અને ખાસ કરીને યુરોપના દેશોમાં મેદસ્વિતાનું પ્રમાણ જોવા મળતું હતું, જે ધીમે ધીમે હવે યુરોપની સાથે અન્ય દેશોમાં પણ ખૂબ જ પ્રસરી રહ્યું છે. એક સમયે મેદસ્વિતા શબ્દ સમજાવવા લોકોને ઉદાહરણ આપવું પણ મુશ્કેલ બનતું હતું તેવા દેશોમાં પણ હવે મેદસ્વિતા ચિંતાનો વિષય બની રહી છે.

ઘર સુધી પહોંચી ગયો મેદસ્વિતાનો રોગઃ આપણા સમાજ અને ઘરની બિલકુલ નજીક મેદસ્વિતા જાણે કે, દરવાજે ખટરાવ કરી રહી હોય તે પ્રકારનો સમય આવી ગયો છે. મેદસ્વિતા યુરોપના સીમાડા ઓળંગીને આજે એશિયાના દેશો અને આપણા ઘર સુધી પણ પહોંચી ગયેલી જોવા મળશે. ત્યારે આજના દિવસે મેદસ્વિતાને લઈને ચિંતાની સાથે ચિંતન કરવાનો પણ સમય આવી ગયો છે. સમય રહેતા મેદસ્વિતાને સમજવામાં જરા પણ મોડું થશે તો યુરોપ અને પશ્ચિમની દેશો જેવી હાલત આપણી બનતી જોવા મળી શકે છે.

જીવનશૈલીમાં બદલાવ મેદસ્વિતાનું કારણઃ પશ્ચિમી દેશોના આંધળા અનુકરણને કારણે જીવનશૈલીમાં કરવામાં આવેલા બદલાવને કારણે મેદસ્વિતા હવે આપણા ઘર અને રસોડા સુધી પણ પહોંચી છે. પશ્ચિમી દેશોનું આંધળું અનુકરણ આપણી જીવન વ્યવસ્થા અને કામ કરવાની સાથે ખોરાક લેવાની આદતોમાં પણ જોવા મળે છે. આના કારણે મેદસ્વિતા આજે ગંભીર પ્રશ્ન બની રહ્યો છે. કામકાજ અને દોડભાગના સમયમાં લોકો કસરતની સાથે સમયસર ભોજન લેવાનું ટાળી રહ્યા છે અને જે લોકો ભોજન લઈ રહ્યા છે. તેમાં પણ જંક ફૂડ અને ખાસ કરીને મેંદો અને તેલમાં તળેલી ચીજવસ્તુઓનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. આથી મેદસ્વિતાનું પ્રમાણ ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે, જેને રોકવું આજના દિવસે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.

મેદસ્વિતાના કારણે અનેક રોગો થાય છેઃ મેદસ્વિતાના કારણે શરીર ધીમે ધીમે રોગનું ઘર બની રહ્યું છે. શરીરમાં ચરબીનું પ્રમાણ વધતા તેની સાથે ગંભીર પ્રકારના કહી શકાય તેવા રોગોનું પણ આગમન થઈ ચૂક્યું છે. બ્રેન સ્ટોક, લોહીનું નીચું કે ઊંચું દબાણ, હૃદય રોગનો હુમલો અને મહિલાઓમાં પ્રજનન સહિતના અનેક રોગો આજે જોવા મળે છે. આની પાછળ મેદસ્વિતાને કારણે શરીરમાં જમા થયેલી અને વગર વપરાશે પડેલી ચરબીને માનવામાં આવે છે.

મહિલાઓ પીડાય છેઃ ચરબી માત્ર રોગોને આમંત્રણ જ નથી આપી રહી, પરંતુ દૈનિક જીવનના તમામ કામોમાં પણ બાધારૂપ બની રહી છે. ખાસ કરીને મહિલાઓને આ પ્રકારની સમસ્યા ખૂબ જ સતાવતી હોય છે. દૈનિક જીવનમાં કરવામાં આવતા કામકાજોમાં પણ મેદસ્વિતાને કારણે શરીરમાં વધેલી ચરબી બાધક બની રહી છે. ખૂબ નાની ઉંમરમાં મહિલાઓ અનેક પ્રકારની સમસ્યાથી પીડાઈ રહી છે તેની પાછળ મેદસ્વિતાને કારણભૂત માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Epidemic in Ahmedabad: અમદાવાદમાં હાથીપગાના 4 કેસ પણ ડરવાની જરૂર નથી

જીવનશૈલીમાં બદલાવ મેદસ્વિતાનું એક માત્ર કારણઃ આધુનિક સમયમાં લોકો આંધળું અનુકરણ કરીને જીવનશૈલીમાં આમૂલ બદલાવ લાવી રહ્યા છે, જેના કારણે મેદસ્વિતાનો પ્રવેશ થયો છે. સામાન્ય રીતે જીવનશૈલીમાં બદલાવ થતા જ શરીરની ચયાપચયની ક્રિયાઓ બદલાતી જોવા મળે છે, જેના કારણે શરીરની વણ વપરાયેલી શક્તિ લિવર મારફતે ચરબીમાં રૂપાંતરિત થાય છે, જેના કારણે શરીર જાડુ બનતું જોવા મળે છે. આધુનિક સમયમાં બેઠાડું જીવન કસરતનો સંપૂર્ણ અભાવ શારીરિક શ્રમ આપે તે પ્રકારના કામો નોકર કે, અન્ય વ્યક્તિઓ દ્વારા કરાવવાની પરંપરા આ તમામ વિષયો મેદસ્વિતાને આમંત્રણ આપી રહ્યા છે. ત્યારે આજના દિવસે મેદસ્વિતાને લઈને ચિંતાની સાથે ચિંતન કરવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. નહીંતર જે સમસ્યા યુરોપ માટે માથાનો દુખાવો હતી તે સમસ્યા આપણા માટે પણ કષ્ટદાયક સાબિત થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.