World Cancer Day 2023: નખમાં પણ રોગ ના હોય એવા સૌરાષ્ટ્રના લોકોમાં સૌથી વધારે કેન્સર

author img

By

Published : Feb 4, 2023, 10:01 AM IST

World Cancer Day 2023:  નખમાં પણ રોગ ના હોય એવા સૌરાષ્ટ્રના લોકોમાં સૌથી વધારે  કેન્સરનું પ્રમાણ

આજે (4 ફેબ્રુઆરી) સમગ્ર વિશ્વમાં કેન્સર દિવસની ઉજવણી થઈ (World Cancer Day 2023) રહી છે. ઉજવણી કરવા પાછળનો ધ્યેય કેન્સર જેવી ખૂબ જ ગંભીર બીમારી પ્રત્યે લોકો સતેજ અને જાગૃત બને તે માટે ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી. પરંતુ કેન્સરનું પ્રમાણ સૌરાષ્ટ્રમાં ચિંતાજનક (Saurashtra highest rate of cancer) રીતે આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રના લોકોના નખમાં પણ રોગ ના હોય એવું હતું એને હવે સૌથી વધારે કેન્સરના કેસ અને મોત સૌરાષ્ટ્રમાં આવી રહ્યા છે.

World Cancer Day 2023: નખમાં પણ રોગ ના હોય એવા સૌરાષ્ટ્રના લોકોમાં સૌથી વધારે કેન્સરનું પ્રમાણ

જૂનાગઢ: આજે સમગ્ર વિશ્વમાં કેન્સર દિવસની ઉજવણી થઈ રહી છે. સતત વધી રહેલી ગંભીર બીમારી સામે લોકો વધુ જાગૃત અને સતેજ થાય તેમજ કેન્સર જેવા રોગોને નિમંત્રણ આપતી જીવન વ્યવસ્થાને દૂર કરે તેવા ઉદ્દેશ્ય સાથે કેન્સર દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી. પરંતુ આજે સૌરાષ્ટ્રમાં કેન્સરના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે જે ખૂબ ચિંતાનો વિષય કહી શકાય.

આ પણ વાંચો World Cancer Day 2023: કેન્સરનો અર્થ જીવનનો અંત નથી, તે છે વૈવિધ્યપૂર્ણ ઉપચાર!

સૌરાષ્ટ્ર બન્યું બંધાણી: સૌથી વધારે કેન્સરના કેસ સૌરાષ્ટ્રમાં નોંધાઇ રહ્યા છે. કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં જઇ આવો એટલે કોઇ પણ રોગ હોય તમને ત્યાની હવાથી તમામ રોગ દુર થઇ જાય છે. પરંતુ હવે તો આ કહેવું પણ ખોટું પડશે કેમકે છેલ્લા ધણા વર્ષોથી કેન્સરના સૌથી વધારે કેસ સૌરાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે. સૌથી વધારે મોત કેન્સરના કારણે સૌરાષ્ટ્રમાં જ થઇ રહ્યા છે, કેમકે એક સર્વેે અનૂસાર માવાના બંધાણીઓ સૌરાષ્ટ્રમાં વધારે હોવાના કારણે આ કેસમાં વધારો થઇ રહ્યો છે.

300 દર્દીની ઓપીડી: પાછલા ત્રણેક વર્ષથી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં કેન્સરના રોગની સારવાર અને તેના નિદાન માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પ્રતિ મહિને 300 થી 400 જેટલા દર્દીઓ કેન્સરની સારવાર અને તેનો નિદાન કરવા માટે આવી રહ્યા છે. આ આંકડો ખૂબ જ ચિંતા ઉપજાવે તેવો છે. એક સમયે સૌરાષ્ટ્રમાં ખૂબ જ ભાગ્યે જ જોવા મળતા કેન્સર જેવો રોગ આજે ધીરે ધીરે ચિંતાજનક રીતે વિસ્તરી રહ્યો છે જે ખૂબ મોટી ચિંતાનું કારણ પણ બની રહ્યો છે.

આ પણ વાંચો World Cancer Day : કેન્સર નિદાનની અગત્યતા જાણો, સૌરાષ્ટ્રના 5000 દર્દીઓને કેન્સરની સારવાર મળી

મુખ્ય કારણ: ઈટીવી ભારત સાથે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કેન્સર સર્જન અજય સિંહ પરમારે વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે જે રીતે સૌરાષ્ટ્રમાં અને મોટે ભાગે ગુજરાતમાં તમાકુ અને તેની બનાવટો જેવી કે પાન માવા મસાલા બીડી સિગરેટ અને અન્ય કેફી પદાર્થો નુ ચલણ ખૂબ વધી રહ્યું છે જેને કારણે ચિંતાજનક રીતે કેન્સર જેવો અતિ ગંભીર રોગ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે જે તબીબી વિજ્ઞાન માટે પણ ચિંતા નો વિષય બની રહ્યો છે

જંતુનાશકો કેન્સરના કારણ: આધુનિક સમયમાં ખેતીમાં રાસાયણિક દવાઓ અને જંતુનાશકોનો જરૂર કરતાં ખૂબ બહોળા પ્રમાણમાં ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે. જેને કારણે કેન્સર જેવી ગંભીર બીમારી ખૂબ જ ઝડપથી આગળ વધતી જવા મળે છે. જંતુનાશક દવાઓ કેન્સરના એક કારક તરીકે માનવામાં આવે છે. વધુમાં આજે તમામ ચીજ વસ્તુઓમાં ને ખાસ કરીને ખાધ્ય ચીજ વસ્તુઓ કેજે સીધી રીતે માનવ આરોગ્ય સાથે સંકળાયેલી છે. તેમાં ભેળસેળ નું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. જે કેન્સરને આગળ વધારવામાં મદદરૂપ બને છે.

મહિલા અને પુરુષ કેન્સરના દર્દીઓ: કેન્સરના દર્દી તરીકે મહિલા અને પુરુષમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. પુરુષોમાં જડબા મોઢા ત્યારબાદ ફેફસાના કેન્સરમાં વધારો થયેલો જોવા મળે છે. જેની પાછળ મુખ્યત્વે તમાકુ અને તેની બનાવટોનું ખૂબ વધારે પ્રમાણમાં સેવન જવાબદાર માનવામાં આવે છે. તો મહિલાઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ 40 ટકા જેટલું જોવા મળે છે. મહિલાઓમાં સ્તન કેન્સર આનુવંશિક રીતે થતું હોય છે. તેમ છતાં અન્ય કેન્સરના કિસ્સાઓ પણ મહિલામાં હવે ધીમે ધીમે જોવા મળે છે.

કેન્સર સામે રક્ષણ: સિવિલ હોસ્પિટલના કેન્સર નિષ્ણાત ડો અજયસિંહ પરમાર જણાવે છે કે કેન્સર જેવી ગંભીર બીમારી બીજા કે ત્રીજા તબક્કામાં પહોંચી ગયા બાદ તેની જાણ થતી હોય છે ત્યારબાદ આપવામાં આવેલી સારવારને અંતે કેટલાક દર્દીઓ સ્વસ્થ થતા હોય છે કેન્સર સામે રક્ષણ મેળવવા માટે તમામ પ્રકારના વ્યસનો થી દૂર રહેવું જોઈએ અને સાથે સાથે જે લોકો ભેળસેળ કરી રહ્યા છે ખાસ કરીને ખાધ્ય ચીજોમાં તેનાથી તેમણે દૂર રહેવું જોઈએ અને ખેડૂતોએ જંતુનાશક દવાઓ અને રસાયણો મુક્ત ખેતી કરવાની તાતી જરૂર છે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં કેન્સર ના દર્દીઓ માટે હવે પેલેટીવ વોર્ડ પણ શરૂ કરાયો છે પરંતુ સતત વધતા જતા કેન્સરના દર્દીઓ આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે ખૂબ જ ચિંતા ઉપજાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.