ETV Bharat / state

ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કરનાર જુનાગઢની મહિલા કરશે ચૂંટણીમાં પ્રથમવાર મતદાન

author img

By

Published : Nov 10, 2022, 8:37 PM IST

ગુજરાતમાં ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. ત્યારે આ વખતે જુનાગઢની મહિલા કરશે ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરશે કેમકે ભારતનું નાગરિકત્વ (Indian citizenship) પ્રાપ્ત કર્યા બાદ તે આ વખતે મતદાન ચૂંટણીમાં પ્રથમવાર કરશે. આ કારણે તેઓ ખુશ જોવા મળી રહ્યા છે. તેમના સાથે અમે વાત કરી જાણો શું કહી રહ્યા છે હેમાં આહુજા ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કરનાર.

ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કરનાર જુનાગઢની મહિલા કરશે ચૂંટણીમાં પ્રથમવાર મતદાન
ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કરનાર જુનાગઢની મહિલા કરશે ચૂંટણીમાં પ્રથમવાર મતદાન

જૂનાગઢ કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનમાં રહેતા હિન્દુ ભારતીયોને નાગરિકત્વ આપવા માટે કાયદામાં સુધારો કર્યો છે. તમામ અધિકારો જિલ્લા કલેકટરને આપ્યા છે. તે મુજબ મૂળ પાકિસ્તાનમાં જન્મેલી હેમા આહુજા નામની પરણીતા વર્ષ 2021 માં જૂનાગઢની નાગરિક બની અને હવે તે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) પ્રથમ વખત મત આપવા જઈ રહી છે. આ અનુભવને તેઓ સુખદ માની રહ્યા છે.

ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કરનાર જુનાગઢની મહિલા કરશે ચૂંટણીમાં પ્રથમવાર મતદાન

પ્રથમ વખત કરશે મતદાન ભારતના નાગરિક બનેલા વ્યક્તિ ઓ પ્રથમ વખત કરશે મતદાન. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનમાં રહેતા હિન્દુ ભારતીય પરિવારોને તેમને ભારતમાં નાગરિકત્વ આપવાને લઈને કાયદામાં સુધારો કર્યો છે. હવેથી જિલ્લાના કોઈ પણ કલેકટરો પાકિસ્તાનમાં રહેતા હિન્દુ નાગરિકોને જે તે રાજ્ય જિલ્લા અને શહેરમાં નાગરિકત્વ આપીને તેમને ભારતમાં પુનઃસ્થાપન કરી રહ્યા છે. ત્યારે વર્ષ 20021માં હેમા આહુજા નામની પરણીતાએ પણ કેન્દ્ર સરકાર દ્વારા પારિત કરાયેલા કાયદા અનુસાર ભારતનું નાગરિકત્વ (Indian citizenship) મેળવ્યું છે. જૂનાગઢના આહુજા પરિવારમાં પરણીતા તરીકે રહેતી હેમા આહુજાના લગ્ન થયા ત્યારે તે પાકિસ્તાનનું નાગરિકત્વ ધરાવતી હતી. પરંતુ કાયદામાં થયેલા સુધારાને લઈને વર્ષ 2021 માં તેને ભારતના નાગરિક તરીકે ગણવામાં આવ્યા.

તમામ અધિકારો પ્રાપ્ત ભારતીય તરીકેના તમામ અધિકારો પ્રાપ્ત થયા છે. ત્યારે આગામી પહેલી તારીખે થઈ રહેલા રાજ્ય વિધાનસભાની (Gujarat Assembly Election 2022) ચૂંટણીમાં હેમાં આહુજા પ્રથમ વખત પોતાનો મત આપવા જઈ રહી છે. લોકશાહીની આપ પવિત્ર ફરજ અદા કરવાની લઈને કાયદાએ તેમને ભારતનું નાગરિકત્વ આપ્યું છે. તેને લઈને તેઓ ભારત સરકાર અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરે છે.

મતદાનનો અધિકાર પાકિસ્તાનમાં આજે પણ દારુણ પરિસ્થિતિહેમા આહુજાએ ઈટીવી ભારત સમક્ષ પોતાની વાતચીત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે તેમને જે ભારતનું નાગરિકત્વ પૂરું પાડ્યું છે. તેને લઈને તેઓ હવે આઝાદીનો અહેસાસ કરી રહ્યા છે પાકિસ્તાનમાં ઘરની બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે. આવી પરિસ્થિતિમાં મતદાનનો અધિકાર કઈ રીતે મેળવવો તે ખૂબ મુશ્કેલ હતું. પાકિસ્તાનમાં આજે પણ મહિલા અને બાળકો મુક્ત મને નીકળી શકતા નથી તેનાથી ઊલટું ભારતમાં આજે મહિલા અને બાળકોની સુરક્ષા ને લઈને ખૂબ જ સાનુકૂળ વાતાવરણ જોવા મળે છે. જેનો અનુભવ તેમણે પાકિસ્તાન છોડ્યા બાદ ભારત આવીને કર્યો છે. હવે જ્યારે તેમને આગામી પહેલી ડિસેમ્બરના દિવસે મત આપવાનો અધિકાર પણ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. ત્યારે તેઓ ભારતના નાગરિક બનવાની સાથે લોકશાહીના પર્વ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરવાને લઈને ભારે ઉત્સાહિત જોવા મળે છે.

લાગણી સભર જૂનાગઢના અગ્રણીઓએ પણ કરી કેન્દ્ર સરકારને લાગણી સભર વિનંતી હેમા આહુજા ના લગ્ન જૂનાગઢમાં રહેતા મનીષ આહુજા સાથે થયા છે. હેમાબેનના સસરા વીરભાણ આહુજા પણ ભારત સરકારના આ નિર્ણયને ખૂબ વધારી રહ્યા છે. અને હજુ પણ અનેક પરિવારો પાકિસ્તાનમાં છે. ખાસ કરીને સિંધી સમાજના ઘણા પરિવારો આજે પાકિસ્તાનમાં પરિવાર સાથે જોવા મળે છે આવા પરિવારો પણ પોતાના વતન ભારતના અન્ય રાજ્યોમાં આવવા ઈચ્છાઓ વ્યક્ત કરે છે. ત્યારે તાકીદે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારના નિર્ણયો કરીને જે પરિવારો ભારતનું નાગરિકત્વ મેળવવા માંગે છે. તેમને તાકીદે ભારતનું નાગરિકત્વ આપીને તેમને પણ સ્વતંત્ર ભારતનમાં રહેવાનો અધિકાર તુરંત મળે તેવી વિનંતી પણ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.