ETV Bharat / state

Viral Video: આખલાએ સિંહ સામે દેખાડ્યો દમ, ક્યારેક તો વનરાજાએ પણ ભાગવું પહે હો!

author img

By

Published : Feb 22, 2023, 1:53 PM IST

Updated : Feb 22, 2023, 2:27 PM IST

ગીરમાં આખલાની સામે સિંહ ભાગી ગયા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં પાંચ પાઠડા સિંહોને ઉભી પૂંછડીયે ભગાડ્યા હોવાનું આ વિડિયોમાં જોવા મળી રહ્યું છે.

Etv BharatViral Video: આખલાએ સિંહો સામે દેખાડ્યો દમ, ક્યારેક તો વનરાજાએ પણ ભાગવું પહે હો!
Etv BharatViral Video: આખલાએ સિંહો સામે દેખાડ્યો દમ, ક્યારેક તો વનરાજાએ પણ ભાગવું પહે હો!

Viral Video: આખલાએ સિંહો સામે દેખાડ્યો દમ, ક્યારેક તો વનરાજાએ પણ ભાગવું પહે હો!

જૂનાગઢ: બૃહદ ગીર વિસ્તારમાં વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પાંચ જેટલા પાઠડા સિંહ એક આખલાને શિકાર કરવાની ઈરાદે ચારે તરફથી સકંજામાં લઈને હુમલો કરે છે. પરંતુ આખલાની નીડરતા એ સિંહને શિકાર છોડીને ઉભી પૂછડીએ ભાગવાની ફરજ પડી હતી. આ વિડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સિંહોને ભગાડ્યા: ગીર વિસ્તારમાં વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં આખલાનીની નીડરતા અને નિર્ભયતા સ્પષ્ટ જોઈ શકાય છે. વાયરલ થયેલો વિડિયો રાજુલા આસપાસ કોવાયા ગામનો હોવાનું મનાઈ રહ્યું છે. રાત્રિના સમયે એક સાથે પાંચ જેટલા સિંહો શિકાર કરવા આખલાની ચારે તરફ શકંજો કસીને શિકાર માટે તૈયાર હતા. પરંતુ નિર્ભય આખલાએ પાંચ જેટલા સિંહો સામે મજબૂત અને મક્કમ પ્રતિકાર કર્યો હતો. પરિણામે 5 જેટલા સિંહોએ આખલાનો શિકાર પડતો મૂકીને ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો Bhasma Aarti: માત્ર ઉજ્જૈનના મહાકાલ મંદિરે જ નહીં ગુજરાતના આ મંદિરમાં પણ થાય છે ભસ્મ આરતી

આખલાએ કર્યો હતો પ્રતિકાર: થોડા દિવસો પૂર્વે બૃહદ ગીર વિસ્તારના રામપરા ગામમાં પણ પાંચ જેટલા સિંહો એ ગમારમાં બાંધેલા આખલા પર શિકાર કરવાના ઈરાદે હુમલો કર્યો હતો. પરંતુ આ સમયે પણ આખલાની નિર્ભયતા અને ખેડૂતની સમય સૂચકતાને કારણે સિંહોએ આખલાનો શિકાર પડતો મૂકીને ભાગી જવાની ફરજ પડી હતી. ત્યારે કોવાયા ગામનો વિડીયો આખલાની નિર્ભયતા અને નિડરતાને દર્શાવી રહ્યો છે. ચારે તરફ શિકારીઓથી ઘેરાયેલા આખલા એ નીડરતાથી સિહોનો મુકાબલો કર્યો. અંતે સિહો એ શિકાર છોડીને ઉભી પુછડીએ ભાગવાની ફરજ પાડી હતી.

આ પણ વાંચો Junagadh Crime News : પરદેશમાં માનવ તસ્કરીનો ભોગ બનેલા બે યુવાનો વતન ફર્યાં, પોલીસ અને ધારાસભ્યએ કરી મદદ

જોવા મળ્યા હતા: બે દિવસ પુર્વે રાજુલા નજીક આવેલ કોવાયા ગામમાં સ્થાપિત સિમેન્ટ કંપનીમાં પણ પાંચ જેટલા સિંહો આટા ફેરા મારી રહ્યા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આજે ફરી એક વખત પાંચ જેટલા સિંહ કોવાયા ગામમા આખલા પર હુમલો કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આખલા પર શિકાર કરવાની ઇરાદે હુમલો કર્યા બાદ શિકાર કરવામાં નિષ્ફળતા મળતા પાંચ સિંહો પલાયન થતા જોવા મળે છે. આ સિંહો બની શકે કે સીમેન્ટ કંપનીમાં જોવા મળ્યા હતા તે સિહો નું ગ્રુપ હોઈ શકે છે. પરંતુ જે રીતે આખલો મજબૂત શિકારીઓ સામે મક્કમતાથી મુકાબલો કરે છે. તેને લઈને આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Last Updated : Feb 22, 2023, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.