ETV Bharat / state

જૂનાગઢમાં યોજાયેલ રાજ્યકક્ષાની અંડર 17 કબડી સ્પર્ધામાં વડોદરા શહેરનો દબદબો

author img

By

Published : Oct 25, 2019, 5:38 PM IST

જૂનાગઢઃ ખેલ મહાકુંભ અંતર્ગત જૂનાગઢમાં સમગ્ર રાજ્યના અંડર 17 ભાઈઓ અને બહેનોની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં મહિલા અને પુરુષ વિભાગમાં વડોદરાની ટીમોએ પ્રથમ ક્રમાંક હાંસલ કરીને કબડી સ્પર્ધામાં વડોદરા શહેરનો દબદબો કાયમ કર્યો હતો.

જૂનાગઢમાં યોજાયેલ રાજ્યકક્ષાની અંડર 17 કબડી સ્પર્ધામાં વડોદરા શહેરનો દબદબો

ખેલ મહાકુંભ અંતર્ગત જૂનાગઢ શહેરમાં અંડર 17 કબડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ, કચ્છ, બરોડા, મોરબી સહિતની 8 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં મહિલા અને પુરુષ વિભાગમાં વડોદરાની ટીમનો દબદબો જોવા મળ્યો હતો. મહિલા ફાઇનલમાં વડોદરાએ મોરબીને અને પુરુષ વિભાગમાં વડોદરા શહેરે વડોદરા ગ્રામ્યની ટીમને પરાજય આપીને મહિલા અને પુરુષ વિભાગમાં પ્રથમ ક્રમાંકે વિજેતા રહ્યા હતાં.

જૂનાગઢમાં યોજાયેલ રાજ્યકક્ષાની અંડર 17 કબડી સ્પર્ધામાં વડોદરા શહેરનો દબદબો

મહિલા અને પુરુષ વિભાગમાં વિજેતા થયેલી ટીમોના ખેલાડીઓને આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે જશે જ્યાં રાજ્યના રમતગમત વિભાગ દ્વારા ખેલાડીઓને તાલીમની સાથે કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ અને તાલીમ બાદ અંડર 17 કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ મહિલા અને પુરુષ ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે અને ત્યારબાદ પસંદગી પામેલા મહિલા અને પુરુષ ખેલાડીઓ આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએ યોજાનારી કબડી સ્પર્ધાઓમાં ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરશે.






Intro:ખેલ મહાકુંભ અંતર્ગત જૂનાગઢ માં આયોજિત અંડર 17 કબડ્ડી સ્પર્ધામાં ભાઇઓ અને બહેનોમાં વડોદરા બન્યું વિજેતા


Body:ખેલ મહાકુંભ અંતર્ગત જૂનાગઢમાં સમગ્ર રાજ્યના અંડર 17 ભાઈઓ અને બહેનોની સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં મહિલા અને પુરુષ વિભાગમાં વડોદરા ની ટીમોએ પ્રથમ ક્રમાંક હાંસલ કરીને કબડી સ્પર્ધામાં વડોદરા શહેર નો દબદબો કાયમ કર્યો હતો

ખેલ મહાકુંભ અંતર્ગત જૂનાગઢ શહેરમાં અંડર 17 કબ્બડી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ કચ્છ બરોડા મોરબી સહિતની આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં મહિલા અને પુરુષ વિભાગમાં વડોદરાની ટીમનો દબદબો જોવા મળ્યો હતો મહિલા ફાઇનલમાં વડોદરાએ મોરબી ને તો પુરુષ વિભાગમાં વડોદરા શહેર એ વડોદરા ગ્રામ્ય ની ટીમને પરાજય આપીને મહિલા અને પુરુષ વિભાગમાં પ્રથમ ક્રમાંકે વિજેતા રહ્યા હતા

આજે મહિલા અને પુરુષ વિભાગમાં વિજેતા થયેલી ટીમોના ખેલાડીઓને આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે જશે જ્યાં રાજ્યના રમતગમત વિભાગ દ્વારા ખેલાડીઓને તાલીમની સાથે કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ અને તાલીમ બાદ અંડર 17 કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ મહિલા અને પુરુષ ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે અને ત્યારબાદ પસંદગી પામેલા મહિલા અને પુરુષ ખેલાડીઓ આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએ યોજાનારી કબ્બડી સ્પર્ધાઓમાં ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરશે

બાઈટ 01 સંકેત નેપાલી કેપ્ટન બરોડા કબડી ટિમ

બાઈટ 02 મનપ્રીત કેપ્ટન બરોડા કબ્બડી ટીમ


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.