ETV Bharat / state

કેશોદ તાલુકાના ગેરકાયદેસર નાણા ધિરનારા બે શખ્સોને PASA એક્ટ હેઠળ જેલમાં મોકલાયા

author img

By

Published : May 30, 2021, 10:53 PM IST

જૂનાગઢ જિલ્લા પોલીસે રવિવારના રોજ ગેરકાયદેસર નાણા ધીરવાના ધંધા સાથે સંકળાયેલા શખ્સો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરતા કેશોદના અશોક કડછા અને કિરીટ રામને ઝડપીને ગેરકાયદેસર નાણા ધીરાણના ગુનામાં PASA એક્ટ ( Prevention of Anti Social Activities ) હેઠળ અટકાયત કરીને બન્ને આરોપીને ક્રમશઃ લાજપોર જેલ અને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા હતા.

Pasa act
Pasa act

  • ગેરકાયદેસર નાણા ધિરનારા બે વ્યક્તિ ઝડપાયા
  • કેશોદમાંથી ઝડપાયેલા બન્ને શખ્સોને PASA એક્ટ હેઠળ જેલમાં મોકલાયા
  • એક આરોપીને લાજપુર અને બીજાને અમદાવાદ જેલમાં મોકલવામાં આવ્યા

જૂનાગઢ : જિલ્લા પોલીસે રવિવારના રોજ ગેરકાયદેસર નાણા ધિરવાના ધંધા સાથે સંકળાયેલા શખ્સો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચને રવિવારના રોજ ગેરકાયદેસર નાણા ધિરવાના ધંધા સાથે સંકળાયેલા બે વ્યક્તિને ઝડપી લેવામાં સફળતા મળી છે. ગત કેટલાક સમયથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર નાણાં ધીરવાનો ધંધો ફુલ્યો ફાલ્યો છે. જેને લઇને જૂનાગઢ પોલીસે લાલ આંખ કરતા કેશોદ તાલુકાના અશોક જાડેજા અને કિરીટ રામ નામના બન્ને શખ્સોને ગેરકાયદેસર નાણા ધિરવાના ગુનામાં ઝડપીને PASA એક્ટ ( Prevention of Anti Social Activities ) હેઠળ જેલમાં મોકલી આપવાનો આદેશ જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવતા જૂનાગઢ જિલ્લા પોલીસે બન્ને આરોપીને જેલમાં મોકલી આપ્યા છે.

આ પણ વાંચો - પાસા એક્ટમાં મોટો સુધારોઃ હવે જુગાર સંચાલકો અને નાણાં ધીરધાર સામે વ્યાજના ગેરકાયદે હપ્તા બદલ થશે પાસાની સજા

કાયદામાં થયેલા સુધારા અનુસાર નાણા ધિરવાનો ધંધો પણ PASA કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યો છે

તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા PASA એક્ટ ( Prevention of Anti Social Activities )કાયદામાં કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે. જે પૈકી જુગારધામ ચલાવવું, મની લોન્ડરિંગ, જાતીય સતામણી, નાણા ધિરવા અને સાયબર ક્રાઈમને PASA ( Prevention of Anti Social Activities )માં સમાવેશ કરવામાં આવ્યો છે. જેને લઇને જૂનાગઢ જિલ્લા પોલીસે ગેરકાયદેસર નાણા ધિરવાના ધંધા સાથે સંકળાયેલા શખ્સો વિરુદ્ધ હવે PASA એક્ટ ( Prevention of Anti Social Activities )કાયદા હેઠળ આવરી લેવાની શરૂઆત કરી છે, જે અંતર્ગત રવિવારના રોજ બે શખ્સોને PASA એક્ટ ( Prevention of Anti Social Activities ) હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.