ETV Bharat / state

આજે છે લિપ વર્ષનો અંતિમ દિવસ, 4 વર્ષ બાદ ફરી ફેબ્રુઆરીમાં 29 દિવસ આવશે

author img

By

Published : Feb 29, 2020, 3:21 PM IST

આજે લિપ યરનો અંતિમ દિવસ એટલે કે 29 મી ફેબ્રુઆરી છે. દર ચાર વર્ષે એક વખત ફેબ્રુઆરી મહિનામાં એક દિવસનો વધારો કરીને લિપ યરની ઉજવણી કરવામાં આવી રહી છે. ચાલો જાણીએ શા માટે લિપ યર મનાવવામાં આવે છે. તેની પાછળ છુપાયેલા વૈજ્ઞાનિક રહસ્યોને આજે પૃથ્વીના અંગ્રેજી કેલેન્ડર અનુસાર લિપ યરનો અંતિમ દિવસ એટલે કે 29મી ફેબ્રુઆરી છે.

jnd
જૂનાગઢ

જૂનાગઢ: દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસનો વધારો કરીને લિપ યરની ઉજવણી કરવામાં આવે છે. કોઈપણ વર્ષને ચાર સંખ્યા વડે નિ:શેષ ભાગી શકાય તેવા વર્ષની લિપ યર તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેની પાછળ પણ સમય અને વૈજ્ઞાનિક સત્યતાઓ છૂપાયેલી છે. પૃથ્વીને તેની ધરી પર એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 46 સેકન્ડ જેટલો સમય લાગે છે, પરંતુ પૃથ્વી પરના કેલેન્ડર મુજબ 365 દિવસને એક વર્ષ માનવામાં આવે છે, ત્યારે પૃથ્વીના પરિભ્રમણ સમયને લઈને દર વર્ષે પાંચ કલાક 48 મિનિટ અને 46 સેકન્ડ પ્રતિવર્ષે વધતી જાય છે.

આજે છે લિપ વર્ષનો અંતિમ દિવસ, 4 વર્ષ બાદ ફરી ફેબ્રુઆરીમાં 29 દિવસ આવશે

આ સમયે દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસનો ગણવામાં આવે છે. જેને લિપ યર તરીકે ઓળખવામાં આવે છે. ઈસ. 2000 પૂર્વે ઇટલીના રાજા જુલિયસ સીઝરે વર્ષની ગણતરીમાં અસમાનતાની ખામી દૂર કરવા માટે આ પ્રકારની વ્યવસ્થા દાખલ કરી હોવાની માન્યતાઓ આજે પણ જોવા મળે છે. પૃથ્વીનું કેલેન્ડર વર્ષ અને માનવ કેલેન્ડર વર્ષ વચ્ચે અસામનતા હતી. જેને દૂર કરવા માટે આ પ્રકારના લિપ યરની ઉજવણી કરાઇ છે. જુલિયસ સિઝરે દાખલ કરેલી લિપ યરની પરંપરાઓ વર્ષ 1583 પોપ ગ્રેગરી નામના વ્યક્તિએ આ વર્ષને લિપ યર નામ આપ્યું, એટલે કે વર્ષ 1583થી સમગ્ર વિશ્વ 29 દિવસના ફેબ્રુઆરી મહિનાને લિપ યર તરીકે ઓળખે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.