ETV Bharat / state

જૂનાગઢમાં તમાકુનું જથ્થાબંધ વેંચાણ કરતી દુકાનો બંધ જોવા મળી

author img

By

Published : May 22, 2020, 6:41 PM IST

જૂનાગઢ શહેરમાં તમાકુનું વેચાણ કરતી જથ્થાબંધ તમાકુની દુકાનો આજે સતત બીજા દિવસે બંધ જોવા મળી હતી. તમાકુ વહેંચાવાને સરકારે મંજૂરી આપવાના 24 કલાક બાદ દુકાનો બંધ જોવા મળી રહી છે. જેને લઇને હવે અનેક સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે

જૂનાગઢમાં તમાકુનું જથ્થાબંધ વહેંચાણની દુકાનો બંધ જોવા મળી
જૂનાગઢમાં તમાકુનું જથ્થાબંધ વહેંચાણની દુકાનો બંધ જોવા મળી

જૂનાગઢઃ ચોથા તબક્કાના લોકડાઉનમાં ગ્રીન ઝોન વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા તમાકુ અને તેની બનાવટોના વેચાણને મંજૂરી આપી હતી. ત્યારે, જૂનાગઢ શહેર અને જિલ્લામાં તમાકુ અને તેની બનાવટની વેચાણ કરતી જથ્થાબંધ દુકાનો ખૂલી જવાથી પ્રથમ દિવસે મોટી સંખ્યામાં તમાકુના વ્યસનીઓ અને પાન, મસાલા અને ફાકીનું રીટેઇલમાં વેચાણ કરતા વેપારીઓ વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહીને તમાકુની ખરીદી કરતા જોવા મળ્યા હતા. પ્રથમ દિવસે સવારના આઠથી લઈને સાંજના ચાર વાગ્યા સુધી પુષ્કળ પ્રમાણમાં તમાકુની ખરીદી જૂનાગઢ શહેરમાં થઇ હતી.

જૂનાગઢમાં તમાકુનું જથ્થાબંધ વહેંચાણની દુકાનો બંધ જોવા મળી
મંગળવારે સરકારે તમાકુના વેચાણને મંજૂરી આપી હતી. ત્યારબાદ બુધવારે તમાકુનું વેચાણ શરૂ થયું હતું. પરંતુ એક જ દિવસના વહેંચાણ બાદ તમાકુના જથ્થાબંધ વેપારીઓ સામે એવું તે સંકટ આવી પડયું કે, 21 તારીખ અને ગુરુવારના રોજ એક દિવસ તમાકુનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તેવી સૂચનાઓ દરેક તમાકુની જથ્થાબંધ દુકાન પર લગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ આજે તમાકુનું વેચાણ ફરીથી શરૂ થશે તેવી આશાઓ તમાકુના વ્યસનીઓ અને નાના વેપારીઓને હતી. પરંતુ આજે તમામ જથ્થાબંધ દુકાનો પર વધુ એક નવી સૂચના લગાવવામાં આવી છે. આ દુકાનો પર અનિવાર્ય સંજોગોને કારણે તમાકુનું વેચાણ અનિશ્ચિત મુદત માટે બંધ રાખવામાં આવ્યું છે. તેવી સૂચના લગાવી દેતા તમાકુના નાના વેપારીઓ અને તમાકુના વ્યસનીઓમાં હવે અનેક શંકાઓ ઉદ્દભવી રહી છે.

જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા તમાકુ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ત્યારે આ જ તમાકુના વેચાણ કરતા વેપારીઓ તમાકુનું વેચાણ કરવાની છૂટ મળે તેવી માગ કરી રહ્યા હતા. હવે જ્યારે સરકારે તમાકુનું વેચાણ કરવાની મંજૂરી આપી છે, ત્યારે તમાકુના વેપારીઓ દુકાન પર તાળા લગાવીને તમાકુનું વેચાણ અનિશ્ચિત સમય સુધી બંધ રાખવામાં આવ્યું છે. તેની સૂચનાઓ લગાવીને ઘરે આરામ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.