ETV Bharat / state

લીલી પરિક્રમાને પગલે ગિરિ તળેટીમાં સાધુ અને યાત્રિકોનું આગમન

author img

By

Published : Nov 2, 2019, 3:14 PM IST

જૂનાગઢઃ અગિયારસથી ગિરનાર પર્વતની લીલી પરિક્રમાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે પરિક્રમાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગિરી તળેટીમાં સાધુઓ અને યાત્રિકોનું આગમન થઈ રહ્યું છે. ગિરિ તળેટીમાં ધીમે ધીમે પરિક્રમાના મેળાનો માહોલ પણ જામતો જોવા મળી રહ્યો છે.

પરિક્રમાને પગલે ગિરિ તળેટી સાધુ અને યાત્રિકોથી ધમધમતું

કારતક સુદ અગીયારસથી ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાની શરૂઆત થતી હોય છે. અગિયારસની મધ્યરાત્રીએ વિધિવત ગિરનારની પરિક્રમાને ખુલ્લી મુકવામાં આવે છે, ત્યારે પરિક્રમાના મેળાને લઇને હવે ગિરિ તળેટીમાં દેશભરના સાધુ સંન્યાસીઓ અને યાત્રિકોનો પ્રવાહ ધીરે ધીરે ગિરી તળેટી તરફ આવતો જોવા મળી રહ્યો છે. ગિરિ તળેટી ધીરે ધીરે પરિક્રમાના મેળાને લઇને આગવા આયોજનથી ધમધમતી જોવા મળી રહી છે.

પરિક્રમાને પગલે ગિરિ તળેટી સાધુ અને યાત્રિકોથી ધમધમતું
ગિરનારની લીલી પરિક્રમાનો પ્રાચીનકાળથી ખૂબ જ મહત્ત્વ જોવા મળી રહ્યું છે. આ પરિક્રમામાં દેશ દેશાવરથી આવેલા લોકો ગિરનાર પર્વતને ફરતે 36 કિલો મીટર સુધીનું અંતર પાંચ દિવસમાં પગપાળા કાપીને પરિક્રમાને પૂર્ણ કરતા હોય છે, ત્યારે આગામી અગિયારસથી પરિક્રમાનો પ્રારંભ થઇ રહ્યો છે, જેને લઈને અત્યારથી જ ગિરિ તળેટીમાં દિગંબર સાધુઓ સન્યાસીઓ અને યાત્રિકો સહિત મેળામાં વિવિધ સ્ટોલ ધારકો પણ અત્યારથી જ આવી ગયા છે. જેને લઇને ગિરી તળેટીમાં પરિક્રમાનો માહોલ હવે ધીમે ધીમે સર્જાઈ રહ્યો છે.
Intro:પરિક્રમાની પૂર્વ તૈયારીઓ શરૂ યાત્રિકો અને સાધુઓનું ગિરનાર માં થયું આગમન


Body:આગામી અગિયારસથી ગિરનાર પર્વત ની લીલી પરિક્રમાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે પરિક્રમાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગિરી તળેટીમાં સાધુઓ અને યાત્રિકોનું એક અઠવાડિયા પહેલાં જ આગમન થઈ રહ્યું છે ગિરિ તળેટી માં ધીમે ધીમે પરિક્રમાના મેળાનો માહોલ પણ જામતો જોવા મળી રહ્યો છે

કારતક સુદ અગીયારસથી ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાનો શરૂઆત થતી હોય છે અગિયારસની મધ્યરાત્રીએ વિધિવત ગિરનારની પરિક્રમા ને ખુલ્લી મુકવામાં આવે છે ત્યારે પરિક્રમાના મેળાને લઇને હવે ગિરિ તળેટી માં દેશભરના સાધુ સંન્યાસીઓ અને યાત્રિકોનો પ્રવાહ ધીરે ધીરે ગિરી તળેટી તરફ આવતો જોવા મળી રહ્યો છે ગિરિ તળેટી ધીરે ધીરે પરિક્રમાના મેળાને લઇને આગવા આયોજનથી ધમધમતી જોવા મળી રહી છે

ગિરનારની લીલી પરિક્રમા નો પ્રાચીનકાળથી ખૂબ જ મહત્ત્વ જોવા મળી રહ્યું છે આ પરિક્રમામાં દેશ દેશાવર થી આવેલા લોકો ગિરનાર પર્વતને ફરતે ૩૬ કિલો મીટર સુધીનું અંતર પાંચ દિવસમાં પગપાળા કાપીને પરિક્રમાને પૂર્ણ કરતા હોય છે ત્યારે આગામી અગિયારસથી પરિક્રમાનો પ્રારંભ થઇ રહ્યો છે જેને લઈને અત્યારથી જ ગિરિ તળેટી માં દિગંબર સાધુ ઓ સન્યાસીઓ અને યાત્રિકો સહિત મેળામાં વિવિધ સ્ટોલ ધારકો પણ અત્યારથી જ આવી ગયા છે જેને લઇને ગિરી તળેટીમાં પરિક્રમા નો માહોલ હવે ધીમે ધીમે સર્જાઈ રહ્યો છે

બાઈટ 1 નાગા સન્યાસી સાધુ ગિરનાર મંડળ


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.