ETV Bharat / state

સુરીનામના રાષ્ટ્રપ્રમુખ સંતોખી દંપતિએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

author img

By

Published : Jan 7, 2023, 11:08 PM IST

દક્ષિણ અમેરિકાના દેશ સુરીનામના રાષ્ટ્રપ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખી (suriname president santokhi Somnath Visit) તેમના ધર્મ પત્ની અને સુરીનામ દેશના પ્રતિનિધિ મંડળે આજે સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત કરી હતી. ત્યારબાદ મંદિર પરિસરમાં યોજવામાં આવેલ સોમેશ્વર મહાપુજામાં સંતોખી દંપતીએ અસલ સનાતન અને હિન્દુ પરંપરા (Hindu Religion Somnath) મુજબ ભાગ લીધો હતો અને મહાદેવની સોમેશ્વર પૂજા પરિપૂર્ણ કરી હતી. ત્યારબાદ સંતોખી દંપતીએ તેમના હસ્તે સોમનાથ મહાદેવ પર નૂતન ધ્વજારોહણ પણ કર્યું હતું.

suriname-president-santokhi-couple-visited-somnath-mahadev
suriname-president-santokhi-couple-visited-somnath-mahadev

suriname-president-santokhi-couple-visited-somnath-mahadev

ગીર સોમનાથ: દક્ષિણ અમેરિકાના દેશ સુરીનામના રાષ્ટ્રપ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખી તેમના ધર્મ પત્ની અને સુરીનામ દેશના પ્રતિનિધિ મંડળે આજે સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત કરી હતી. તેઓ પ્રથમ વાર સોમનાથ આવ્યા હતા ત્યારે આજની તેમની મુલાકાત દરમિયાન તેમણે સોમનાથ મહાદેવ પર ગંગાજળના અભિષેકની સાથે સોમેશ્વર મહાપુજામાં પણ ભાગ લીધો હતો. તેમજ તેમના હાથે સોમનાથ મહાદેવ પર નૂતન ધ્વજારોહણ કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. સોમનાથ આવેલા રાષ્ટ્રપ્રમુખ સંતોકીનું સ્વાગત ઋષિકુમારો અને સોમનાથ મંદિરના પંડિત દ્વારા સંસ્કૃતના શ્લોક થી કરાયું હતું તે જોઈને સંતોકી દંપતી ખૂબ જ ધર્મ ભાવના સાથે મહાદેવમય બનેલા જોવા મળ્યા હતા.

સુરીનામના રાષ્ટ્રપ્રમુખએ સોમનાથ મહાદેવના ચરણોમાં ઝુકાવ્યું શિશ: સુરીનામના રાષ્ટ્રપ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખીઆજે તેમના ધર્મપત્ની અને દેશના પ્રતિનિધિ મંડળ સાથે સોમનાથ મહાદેવ ના દર્શન અને મુલાકાતે પહોંચ્યા હતા. બપોરના 1:00 કલાકે સોમનાથ પહોંચેલા સુરીનામના રાષ્ટ્રપ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખીનું સ્વાગત હિન્દુ ધર્મ સંસ્કૃતિથી કરવામાં આવ્યું હતું. તેમને સોમનાથ મુલાકાત વેળાએ આવકારવા માટે રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા સોમનાથ મહાદેવના મંદિરના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સંતોખીનું સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં સ્વાગત કર્યું હતું.

suriname-president-santokhi-couple-visited-somnath-mahadev
suriname-president-santokhi-couple-visited-somnath-mahadev

મહાદેવની સોમેશ્વર પૂજા પરિપૂર્ણ કરી: ચંદ્રિકા પ્રસાદ સંતોકી અને તેમના ધર્મ પત્ની સોમનાથ મહાદેવ પર ગંગાજળનો અભિષેક કરીને મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ મંદિર પરિસરમાં યોજવામાં આવેલ સોમેશ્વર મહાપુજામાં સંતોકી દંપતીએ અસલ સનાતન અને હિન્દુ પરંપરા મુજબ ભાગ લીધો હતો અને મહાદેવની સોમેશ્વર પૂજા પરિપૂર્ણ કરી હતી. ત્યારબાદ સંતોકી દંપતીએ તેમના હસ્તે સોમનાથ મહાદેવ પર નૂતન ધ્વજારોહણ પણ કર્યું હતું.

suriname-president-santokhi-couple-visited-somnath-mahadev
suriname-president-santokhi-couple-visited-somnath-mahadev

સોમનાથની પ્રાર્થના તેમના દેશ માટે બનશે સમૃદ્ધિનું કિરણ: આજે એક દિવસની સોમનાથ મુલાકાતે આવેલા સુરીનામના રાષ્ટ્રપ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખીએ બે કલાક સુધી મંદિરમાં અભિષેક પૂજા અને ધ્વજારોહણ સહિત ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને બે કલાક જેટલો સમય સોમનાથ મહાદેવ સમીપે સંતોખી દંપતીએ પસાર કર્યો હતો. ત્યારબાદ મંદિરમાં રાખવામાં આવેલી વિઝિટર બુકમાં સંતોખી પોતાના પ્રતિભાવો લખતા જણાવ્યું હતું કે સત્કાર મિત્ર ભાવના અને પ્રાર્થના માટે તેઓ તેમના દેશ સુરીનામ અને દેશવાસીઓ વતી તેઓ આભાર વ્યક્ત કરે છે. વધુમાં તેમણે તેમના પ્રતિભાવમાં લખ્યું હતું કે સોમનાથમાં કરેલી આજની પ્રાર્થના તેમના દેશ સૂરીનામ અને તેના નાગરિકો માટે સમૃદ્ધિનું એક નવું દ્વાર ખોલશે.

suriname-president-santokhi-couple-visited-somnath-mahadev
suriname-president-santokhi-couple-visited-somnath-mahadev

સંતોખી દંપતીએ સોમનાથમાં ત્રણ કલાક જેટલો સમય વિતાવ્યો: બપોરના સમયે સોમનાથ આવેલા ચંદ્રિકા પ્રસાદ સંતોખી અને તેમના ધર્મ પત્ની બે કલાક સુધી સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં ધાર્મિક વિધિમાં ભાગ લઈને અહીંની ભવ્યતાને ખૂબ જ બારીકાઈથી નિહાળી હતી મંદિરમાં થયેલા ધાર્મિક કાર્યોને લઇને તેમણે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ અને વિજયસિંહ ચાવડા પાસેથી ખુબ જ ઝીણવટ ભરી માહિતી પ્રાપ્ત કરી હતી. તેમની આ પ્રથમ સોમનાથ મુલાકાત ભારત અને સુરીનામ દેશના રાજકીય અને સાંસ્કૃતિક સંબંધો માટે ખૂબ જ મહત્વ ની બની રહેશે સંતોખી દંપતીએ સોમનાથમાં ત્રણ કલાક જેટલો સમય વિતાવ્યો હતો અને સોમનાથ ખાતે બપોરનું ભોજન પણ ગ્રહણ કર્યું હતું.

સંતોખી દંપતીએ ગુજરાતી થાળીના કર્યા ભરપેટ વખાણ: તેમના ભોજન માં સંપૂર્ણ ગુજરાતી થાળી રાખવામાં આવી હતી ગુજરાતી ભોજનનો સ્વાદ માણીને સંતોખીદંપતીએ ગુજરાતી ભોજન ના વખાણ પણ કર્યા હતા. અને આ પ્રકારનું ટેસ્ટી અને સ્વાદવાળું ભોજન અગાઉ તેઓએ ક્યારેય લીધું નથી તેવો તેમનો અભિપ્રાય પણ તેમની સાથે જોડાયેલા લોકો સાથે શેર પણ કર્યો હતો. સોમનાથના આતિથ્ય થી ખુબજ ભાવ વિભોર બન્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.