ETV Bharat / state

અંધશ્રદ્ધાનો ભોગ બનેલી પરિણીતાએ સાસરિયાંને ભણાવ્યો પાઠ, પોલીસને વર્ણવી આપવીતિ

author img

By

Published : Dec 17, 2022, 10:44 AM IST

જૂનાગઢની પિરણીતાને અંધશ્રદ્ધાના (superstition victim woman files complaint) કારણે સાસરિયાં તરફથી ત્રાસ મળતો હોવાની ઘટના (Mental and physical torture) સામે આવી છે. તેને લઈને આ પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી (Women files police complaint against husband ) છે. હવે પોલીસે પરિણીતાના પતિ, સાસુ સસરા, જેઠજેઠાણી સામે ફરિયાદ નોંધી છે.

અંધશ્રદ્ધાનો ભોગ બનેલી પરિણીતાએ સાસરિયાંને ભણાવ્યો પાઠ, પોલીસને વર્ણવી આપવીતિ
અંધશ્રદ્ધાનો ભોગ બનેલી પરિણીતાએ સાસરિયાંને ભણાવ્યો પાઠ, પોલીસને વર્ણવી આપવીતિ

લગ્નને એક વર્ષ થતાં જ નોંધાવી ફરિયાદ

જૂનાગઢ પરિણીતાઓને સાસરિયા તરફથી ત્રાસ મળવો એ અત્યારે સામાન્ય બાબત થઈ ગઈ છે. આવી જ એક ઘટના સામે આવી છે જૂનાગઢમાં. અહીં એક પરિણીતાને તેનો પતિ (Women files police complaint against husband), સાસુ સસરા, જેઠ અને જેઠાણી માનસિક ત્રાસ (Mental and physical torture) આપતા હોવાનું સામે આવ્યું છે. તેને લઈને પરિણીતાએ મુંબઈમાં રહેતા સાસરિયાં સામે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં (Junagadh Women Police) ફરિયાદ નોંધાવી છે.

લગ્નને એક વર્ષ થતાં જ નોંધાવી ફરિયાદ આ અંગે મળતી માહિતી અનુસાર, જૂનાગઢ પોલીસે (Junagadh Women Police) મુંબઈ રહેતા કુણાલ ઉધરેજિયા અને તેના પરિવાર સામે ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે. 14 ડિસેમ્બર 2021માં જુનાગઢની સુરભી ઉધરેજીયાના મુંબઈ સ્થિત કુણાલ ઉધરેજિયા સાથે લગ્ન થયા હતા. લગ્નને આજે એક વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. ત્યારે પરણીતાએ પતિ (Women files police complaint against husband) સહિત સાસુ સસરા, જેઠ જેઠાણી અને નણંદ સામે શારીરિક અને માનસિક ત્રાસ (Mental and physical torture) આપ્યાની ફરિયાદ દાખલ કરી છે.

પરિણીતાના પતિના ભાભી સાથે અનૈતિક સંબંધ પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પતિ કુણાલ ઉધરેજિયાના તેની ભાભી સાથેના અનૈતિક સંબંધો છે. તેમ જ તેની ભાભીની બહેન સાથે કુણાલના લગ્ન કરાવવા માગે છે. એટલે તેને લઈને તેઓ મને માનસિક ત્રાસ (Mental and physical torture) આપતા હતા. તેના જ કારણે ચાર મહિનાના ગર્ભનો ગર્ભપાત થઈ ગયો હતો. મારા સાસરિયાઓએ મારું મોઢું કાળું કરીને જીભ પર ડામ આપ્યો હતો. તેમ જ માતાજીની ગુનેગાર છે તેવું કહી તેવો આળ (superstition victim woman) લગાવીને મોઢામાં બૂટ મૂક્યું હતું. ત્યારબાદ માતાજીના મઢના આંટા ફેરવ્યા હતા.

પોલીસે શરૂ કરી તપાસ જૂનાગઢની પરિણીતા સુરભી ઉધરેજિયાએ તેના પતિ (Women files police complaint against husband) કુણાલ ઉધરેજીયા, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે (Junagadh Women Police) આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. અંધશ્રદ્ધાના કારણે (superstition victim woman files complaint) તેમને માનસિક ત્રાસ અપાતો (Mental and physical torture) હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે જ પરિણીતાએ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.