ETV Bharat / state

ભોળાનાથના મંદિરમાં યુવતીઓએ પૂજા કરીને કરી જયા પાર્વતી વ્રતની શરૂઆત

author img

By

Published : Jul 3, 2020, 11:49 AM IST

Updated : Jul 3, 2020, 12:54 PM IST

આજથી શરૂ થતા જયા પાર્વતી વ્રતને લઈને કુંવારીકા અને સૌભાગ્યવતી યુવતીઓએ ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા કરી હતી. ધાર્મિક અને સંસ્કારી પતિ મળે તે માટે આજના દિવસે શિવની પૂજાનું આપણા હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ વર્ણવામા આવ્યું છે. જેને લઈને આજે યુવતીઓએ ભોળાનાથની પૂજા કરીને આગામી પાંચ દિવસ સુધી ચાલનારા જયા પાર્વતી વ્રતની શરૂઆત કરી છે.

junagadh
જૂનાગઢ

જૂનાગઢ : આજથી જયાપાર્વતીના વ્રતની શરૂઆત થઈ રહી છે. જૂનાગઢમાં આવેલા ભૂતનાથ મહાદેવના મંદિરે કુંવારિકાઓ અને સૌભાગ્યવતી યુવતીઓ દ્વારા જવારા સાથે ભોળાનાથની પૂજા કરી હતી. આજથી પાંચ દિવસ સુધી યુવતીઓ ઉપવાસ કરીને તેની સાથે મીઠા વગરનું ભોજન ગ્રહણ કરી પાંચ દિવસ બાદ આખી રાત્રિનું જાગરણ કરીને જયા પાર્વતી વ્રતની પૂર્ણાહુતિ ધાર્મિક વિધિ વિધાન સાથે કરશે.

આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ
પ્રાચીન સમયમાં પાર્વતી માતા દ્વારા નિરાકાર એવા શિવને પામવા માટે આ વ્રત કર્યું હોવાની માન્યતા આજે પણ છે. જેનાથી પ્રેરણા લઈને આજે પણ યુવતીઓ દ્વારા જયા પાર્વતીના વ્રત કરવામાં આવી રહ્યા છે. યુવતીઓ દ્વારા આજથી સતત પાંચ દિવસ સુધી ભગવાન ભોળાનાથની પૂજા કરીને જયા પાર્વતીના વ્રતની શુભ શરૂઆત કરી છે. પાર્વતી માતા દ્વારા કરવામાં આવેલા વ્રત બાદ નિરાકાર શિવની પ્રાપ્તિ તેમને થઈ હતી. તેવી જ રીતે યુવતીઓ પણ પાંચ દિવસ સુધી વ્રત કરીને શિવ જેવા ભાવિ ભરથાર મળે તેવી મનોકામના સાથે આજે પૂજા કરીને જયા પાર્વતી વ્રતની શરૂઆત કરી છે.હિન્દુ સંસ્કૃતિમાં આવતા કોઈપણ તહેવાર સાથે આપણી ધાર્મિક માન્યતાની સાથે મક્કમ મનોકામના પણ જોડાયેલી જોવા મળે છે. ત્યારે આજે જયાપાર્વતીના તહેવારને લઈને યુવતીઓ દ્વારા દેવાધિદેવ મહાદેવ જેવા ભાવિ ભરથાર મળે તેવી મનોકામના પૂર્ણ થાય તે માટે આજે વિશેષ પૂજા કરીને જયા પાર્વતી વ્રતની શરૂઆત કરી છે.
Last Updated : Jul 3, 2020, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.