ETV Bharat / state

Saurashtra Tamil Sangam: મૂળ તમિલના સૌરાષ્ટ્રવાસીઓએ તમિલ સંગમ કાર્યક્રમને આવકાર્યો

author img

By

Published : Apr 15, 2023, 10:33 PM IST

સોમવારે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન સોમનાથ ખાતે થયું છે. 17 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં તમિલ અને ગુજરાતની ધાર્મિક સાંસ્કૃતિક પરંપરા અને રીતભાત સાથે જોવા મળશે ત્યારે મૂળ તમિલનાડુના પરંતુ પાછલા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રમાં સ્થાયી થયેલા તમિલ્યનોએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને આવકાર્યો છે.

મૂળ સૌરાષ્ટ્રની અને તમિલનાડુની ધર્મ અને સંસ્કૃતિ
મૂળ સૌરાષ્ટ્રની અને તમિલનાડુની ધર્મ અને સંસ્કૃતિ

સૌરાષ્ટ્રમાં સ્થાયી થયેલા તમિલ્યનોએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને આવકાર્યો

જૂનાગઢ: સોમવારે સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજવા જઈ રહ્યું છે ત્યારે મૂળ તમિલનાડુના પરંતુ પાછલા સો વર્ષ કરતા વધુ સમયથી સૌરાષ્ટ્રમાં સ્થાયી થયેલા તમિલ્યનો એ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને સેતુબંધ સાથે સરખાવીને તેને આવકાર્યો છે. 11 મી સદીમાંથી સૌરાષ્ટ્ર પંથકમાંથી થયેલું સ્થળાંતરણ આજે તમિલનાડુના મદુરાઈ સુધી પહોંચ્યું છે. ત્યારે 17મી તારીખે ફરી એક વખત સૌરાષ્ટ્ર અને તમિલ સંસ્કૃતિ ધર્મ રીતભાત પરંપરા સંગીત અને ધર્મ સાથે ફરી એક વખત સાક્ષાત્કારના રૂપમાં નજર સમક્ષ જોવા મળશે.

ધર્મ અને સંસ્કૃતિ એક સમાન: મૂળ સૌરાષ્ટ્રની અને તમિલનાડુની ધર્મ અને સંસ્કૃતિ આજે પણ એક સમાન માનવામાં આવે છે. સૌરાષ્ટ્રના લોકો મહાદેવની પૂજા કરે છે તો તમિલ્યન લોકો મહાદેવના પુત્ર કાર્તિકેયની પૂજા કરે છે. ધાર્મિક રીતે શિવ પરિવાર સાથે તમિલનાડુ અને ગુજરાતના સમાનતા ધરાવે છે. જે રીતે આપણે રામનવમીના દિવસે રામની શોભાયાત્રા, જન્માષ્ટમીના દિવસે કૃષ્ણની શોભાયાત્રા, શ્રાવણ મહિનામાં મહાદેવની પાલખી યાત્રા કાઢીએ છીએ તેવી જ રીતે તમિલનાડુના લોકો પણ ચૈત્ર સુદ અગિયારસના દિવસે કાર્તિકેયની શોભાયાત્રામાં જોડાય છે. આ ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિ ગુજરાત અને તમિલનાડુને એક સાથે જોડી રહી છે.

આ પણ વાંચો: Saurashtra Tamil Sangam: 3000 તમિલો બનશે ગુજરાતના મહેમાન, 17 એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ

ભક્તિ અને ભાવના સમાન: સૌરાષ્ટ્રીયન તમિલ પ્રભાકરે જણાવ્યું કે મારા દાદાજીના સમયથી અમે અહીં રહીએ છીએ. લગભગ 80-90 વર્ષ થવા આવ્યા. તમિલનાડુ અને ગુજરાતની સંસ્કૃતિ અલગ છે. ભક્તિ અને ભાવના મહાદેવને જ સમર્પિત છે. અહીં રામનવમીની જેમ તમિલનાડુમાં પણ કાર્તિકેયની શોભાયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે આ બંને સંસ્કૃતિને એક થતાં જોઈને સારું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: Saurashtra Tamil Sangam : સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે ઉપડશે ખાસ ટ્રેનો, શું છે ઐતિહાસિક મહત્ત્વ જાણો

બે રાજ્યોનું પુનઃમિલન: સૌરાષ્ટ્ર તમિલ સંગમ બંને રાજ્યોના ઇતિહાસની મહત્વપૂર્ણ ઘટના બનશે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના 10 દિવસ દરમિયાન બંને રાજ્યો વચ્ચે ઈતિહાસ, કલા, ભાષા અને સંસ્કૃતિનું જે આદાન-પ્રદાન થશે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી નવી દિશા આપશે. આ સંગમ ઇતિહાસમાં બે રાજ્યો વચ્ચેનું સૌપ્રથમ અને સૌથી મોટું પુનઃમિલન તરીકે જોવાઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.