ETV Bharat / state

Junagadh Congress : ભાજપ ધર્મના નામે અધર્મની નીતિ અપનાવીને કરી રહ્યું છે રાજનીતિ, જૂનાગઢમાં અર્જુન મોઢવાડિયાએ કર્યો પ્રહાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2023, 7:39 PM IST

લોકસભા ચૂંટણીને લઇને સૌરાષ્ટ્ર પ્રભારી બી એમ સંદીપ સહિત પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જૂનાગઢની મુલાકાતે હતાં. સાસણ નજીકના ખાનગી ફાર્મ હાઉસમાં કોંગ્રેસ કાર્યકર્તાઓની એક બેઠકમાં તેઓએ હાજરી આપી હતી. લોકસભા ચૂંટણીના કામમાં જોડાવાની અપીલ સાથે આ બંને નેતાઓએ ભાજપને આડે હાથ લીધો હતો.

Junagadh Congress : ભાજપ ધર્મના નામે અધર્મની નીતિ અપનાવીને કરી રહ્યું છે રાજનીતિ, જૂનાગઢમાં અર્જુન મોઢવાડિયાએ કર્યો પ્રહાર
Junagadh Congress : ભાજપ ધર્મના નામે અધર્મની નીતિ અપનાવીને કરી રહ્યું છે રાજનીતિ, જૂનાગઢમાં અર્જુન મોઢવાડિયાએ કર્યો પ્રહાર

બંને નેતાઓએ ભાજપને આડે હાથ લીધો

જૂનાગઢ : આગામી લોકસભાની ચૂંટણીને લઈને જૂનાગઢ બેઠક પરની કોંગ્રેસની કાર્યકર્તાઓની એક બેઠક સાસણ નજીક ખાનગી ફાર્મ હાઉસમાં મળી હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને સંગઠનના માધ્યમથી પ્રત્યેક કાર્યકર અને આગેવાનોને ચૂંટણી કામમાં જોતરાઈ જવાનું આહ્વાન પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાની સાથે સૌરાષ્ટ્રના પ્રભારી બી એમ સંદીપે કર્યું છે.

ધર્મના નામે અધર્મની રાજનીતિ : સાસણ આવેલા અર્જુન મોઢવાડિયા અને બી એમ સંદીપે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં. અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ભાજપ ધર્મના નામે અધર્મની રાજનીતિ કરી રહ્યું છે તો બીજી તરફ બી એમ સંદીપે ભાજપ ગુજરાતના યુવાનોને નશાના કાળચક્રમાં ધકેલી રહી છે તેઓ સનસનીખેજ આક્ષેપ પણ કર્યો હતો.

અર્જુન મોઢવાડિયાના ભાજપ પર આકરા પ્રહાર : પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આજે કોંગ્રેસના કાર્યકર્તા સંમેલનમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં.

જે રીતે ભાજપ ધર્મના નામે અધર્મની રાજનીતિ કરી રહી છે તે લોકશાહી માટે ખૂબ જ ખતરા સમાન માનવામાં આવી છે આવનારા દિવસોમાં ભાજપની આ ધર્મની રાજનીતિ સામે કોંગ્રેસ ધર્મની રાજનીતિ કરીને ભાજપ દ્વારા ફેલાવવામાં આવેલા અધર્મના શાસનને દૂર કરવા અને લોકસભામાં કોંગ્રેસના પ્રત્યેક ઉમેદવારને વિજય બનાવવા માટે લાગી જશે.અર્જુન મોઢવાડિયા ( પોરબંદર ધારાસભ્ય )

બી એમ સંદીપે ડ્રગ્સને લઈને આપ્યું નિવેદન : સૌરાષ્ટ્રના પ્રભારી બી એમ સંદીપે ગુજરાતમાંથી અને ખાસ કરીને મુન્દ્રા પોર્ટમાંથી પકડાઈ રહેલા નશાકારક પદાર્થને કારણે ભાજપ અને સાથે ગુજરાત અને કેન્દ્રની સરકારેને આડે હાથ લીધી હતી.

ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાતમાંથી નશાકારક પદાર્થો એકમાત્ર મુન્દ્રા બંદર પરથી પકડાઈ રહ્યા છે. આ ખૂબ ચિંતાના વિષય છે ભાજપની સરકાર ગુજરાતના યુવાનોને નશાના રવાડે વાળી રહી છે. જે ગુજરાતની સાથે સમગ્ર દેશ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. મુન્દ્રા પોર્ટ અદાણી દ્વારા સંચાલિત છે જેથી તેના પર ગુજરાત કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી. જેને કારણે મુન્દ્રા પોર્ટમાંથી નશાકારક પદાર્થોની સપ્લાય સતત વધી રહ્યો છે...બી એમ સંદીપ (સૌરાષ્ટ્રના પ્રભારી, કોંગ્રેસ )

સાસણ ખાતે કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન : આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને સાસણ ખાતે કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન મળ્યું હતું. જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ હાજરી આપી હતી. આ કાર્યકર્તા સંમેલનમાં સૌરાષ્ટ્રના પ્રભારી બી એમ સંદીપ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ કાર્યકર્તાઓને આગામી લોકસભાની ચૂંટણીને લઈને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જે રીતે કોંગ્રેસ અન્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં સંગઠનના આયોજનને કારણે ચૂંટણી જીતી રહી છે તે મુજબ આગામી લોકસભાની ચૂંટણી ગુજરાત કોંગ્રેસનો પ્રત્યેક કાર્યકર સંગઠનના માધ્યમથી જીતવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરે તેવી બંને અગ્રણીઓએ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સામે માર્ગદર્શન આપીને અત્યારથી જ ચૂંટણીના કામમાં લાગી જવાની અપીલ કરી હતી.

  1. B M Sandeep visit Junagadh : લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને સૌરાષ્ટ્રના કોંગ્રેસ પ્રભારી બી એમ સંદીપે લીધી જૂનાગઢની મુલાકાત
  2. Gujarat Congress : લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ સળવળી, 2022ના તમામ ઉમેદવાર સાથે વિધાનસભા વિસ્તાર પ્રમાણે મુદ્દા જાણ્યાં
  3. Congress Slams BJP: '2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હારનો અહેસાસ, નિરાશા દેખાઈ રહી છે' - કોંગ્રેસ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.